________________ " (મફ) | - મન (જ.) (આંગણું, ચોક, ઘર આગળનો ખુલ્લો ભાગ) જે હંમેશાં પોતાના માતા-પિતાનો આદર કરે છે, અતિથિઓનું સન્માન કરે છે, જે નિરંતર દેવ-ગુરુ અને ધર્મની ઉપાસના કરે છે તથા ઉદાર હૃદયના સ્વામી હોય છે. તેમના ઘરનાં આંગણાંનો સૌભાગ્યલક્ષ્મી ક્યારેય ત્યાગ કરતી નથી. અંજાTI - મન્ના (સ્ત્રી). (સુંદર અંગોવાળી સ્ત્રી) જેને માત્ર પોતાના સુંદર અવયવોમાં જ રાગ હોય તેને અંગના કહેવાય છે. આવી અંગનાના પાશમાં ફસાયેલા જીવોનો અંગ(શરીર)થી કર્મવિચ્છેદ અને મોક્ષ ક્યારે થશે? અર્થાત, સ્ત્રીના રાગમાં ફસાયેલો જીવ સંસારમાં પરિભ્રમણ કરતો વિવિધ પ્રકારના દુઃખોને પ્રાપ્ત કરે છે. અંથિ - મરઘા (શ્રી.) (તીર્થ વિશેષ, જ્યાં અજિતનાથજી અને શાંતિનાથજી પ્રભુના સમયમાં બ્રહ્મદ્ર દેવનો પ્રસંગ થયો હતો.) Ma - મમવ (ત્રિ.). (દષ્ટિવાદ આદિ અંગોમાંથી જેની ઉત્પત્તિ થઈ હોય તે, દષ્ટિવાદમાંથી ઉત્પન્ન ઉત્તરાધ્યયનનું પરિષહાધ્યયન) વિશિષ્ટ જ્ઞાની અથવા ચૌદપૂર્વધર મહર્ષિએ જિનશાસનની પ્રભાવના, ઘટના વિશેષ કે અન્ય કોઈ કારણોસર દૃષ્ટિવાદાદિ અંગોમાંથી પાઠને ઉદ્ધત કરીને નવા સૂત્રની રચના કરી હોય તેને અંગપ્રભવ કહેવાય છે. જેમ ભદ્રબાહુસ્વામીએ આનંદપુર નગરના રાજાનો શોક દૂર કરવા માટે આઠમા કર્મપ્રવાદપૂર્વમાંથી કલ્પસૂત્રની રચના કરી હતી. અંગપ્પવિ૬ - શ્રવિણ (જ.) (આચારાંગાદિ બાર અંગો પૈકી કોઈપણ અંગ 2. અંગશાસ્ત્રોનું જ્ઞાન) જેમ વ્યક્તિના બે હાથ, બે પગ, બે સાથળ બે આંખો, પેટ, છાતી, મસ્તક, ડોક એવા બાર અંગ માનવામાં આવ્યા છે તેમ શાસ્ત્રને શ્રુતપુરુષની ઉપમા આપવામાં આવેલી છે અને તે શ્રુતપુરુષના કુલ બાર અંગ માનવામાં આવેલા છે. જેમકે, 1. આચારાંગ 2. સૂયગડાંગ 3. ઠાણાંગ 4. સમવાયાંગ 5. વિવાહપ્રજ્ઞપ્તિ 6. જ્ઞાતાધર્મકથાગ 7. ઉપાસકદશાંગ 8. અંતઃકૂદશાંગ૯. અનુત્તરૌપપાતિક 10. પ્રશ્નવ્યાકરણ 11. વિપાકશ્રુત 12. દૃષ્ટિવાદ આ બાર શાસ્ત્રોને અંગપ્રવિષ્ટ માનવામાં આવેલા છે. અંડવાહિા - મકવાઈ (.) (આચારાંગાદિ અંગસૂત્ર અતિરિક્ત આગમ 2. અંગ આગમોથી ભિન્ન ઉત્તરાધ્યયન વગેરે આગમોનું જ્ઞાન) તીર્થકર, ગણધર સિવાયના વિશિષ્ટ શ્રુતસ્થવિર ભદ્રબાહસ્વામી, શયંભવસૂરિ જેવા શ્રમણોએ અલ્પબુદ્ધિ અને અલ્પાયુષ્યવાળા જીવોના ઉપકાર માટે રચેલા ગ્રંથોને અંગબાહ્ય કહેવામાં આવે છે. જેમ કે જંબૂદીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, આવશ્યકનિયુક્તિ, દશવૈકાલિકસૂત્ર વગેરે અંગબાહ્ય આગમ ગ્રંથો. સંવાદિરિયા - વાઘ (સ્ત્રી.). (અંગબાહ્ય સૂર્ય-ચંદ્ર-જંબુદ્વીપ-દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ વગેરે, આચારાંગાદિ અંગપ્રવિષ્ટથી ભિન્ન અનપ્રવિષ્ટ કૃત) બંનV[ - ગમન (જ.) (શરીરના અવયવોને મરોડવા તે, આળસ મરડવી તે) આપણો આજ સુધી મોક્ષ નથી થયો તેનું મુખ્ય કારણ છે કરાતા અનુષ્ઠાનોના મુખ્ય અંગ સ્વરૂપ ભાવનો અભાવ. કલ્યાણ મંદિર, સ્તોત્રમાં પણ લખ્યું છે કે, અનંતા ભવોમાં કેટલીય વાર પ્રવ્રયા ગ્રહણ કરવા છતાં ભાવની શૂન્યતાના કારણે આપણો મોક્ષ થયો નથી. એટલે જ કૃષ્ણ મહારાજ અને વીરકશાળવી બન્નેએ અઢારહજાર સાધુને વિધિપૂર્વક વંદન કરવા છતાં કૃષ્ણનું ભાવવંદન હોવાથી તેમને તીર્થંકર નામકર્મનો બંધ થયો અને વીરકનું ભાવશૂન્ય દ્રવ્યવંદન હોવાથી માત્ર કાયકષ્ટ જ થયું. સંપૂર્વ - અમૃત (ત્રિ.) (કારણભૂત)