________________ अइसेसिय - अतिशेषित (त्रि.) (મહિમાવિત 2. જ્ઞાનાદિ અતિશયથી સમ્પન્ન) આચાર્યના છત્રીસ ગુણોને ધારણ કરનારા અને જ્ઞાનાદિના અતિશયોથી અલંકૃત જંગમ યુગપ્રધાન જિનશાસનના લધુ તીર્થકર સમાન આચાર્ય ભગવંતોના ચરણે ભાવપૂર્વક નમન કરતાં આપણા આત્મામાં તેમના વિશિષ્ટ ગુણોનું બીજાધાન થાય છે. મરૂ (ત્તિ) દિ- તિથિ (પુ.) (જેના આવવાની તિથિ કે દિવસ મુકરર નથી તે અતિથિ-મુનિ 2. અભ્યાગત, મહેમાન, યાચક) તિથિ પર્યાદિ લૌકિક ઉત્સવોનો જેમણે ત્યાગ કર્યો છે અને જિનાજ્ઞાને પોતાનામાં સંપૂર્ણતયા આત્મસાત્ કરેલી છે તથા તિથિ કે દિવસના ભેદ વગર એકચિત્તપણે સતત સંયમમાં રત રહે છે એવા મહાપુરુષોને અતિથિ કહેવાય છે. તે સિવાયના અન્ય દરેકને અભ્યાગત કહેવાય છે. ભટ્ટ (તિ) દિપૂત્ર - તિથિપૂગા (સ્ત્રી.) (અતિથિપૂજા, અન્નાદિ દાનથી અતિથિનો સત્કાર કરવો તે લોકોપચાર વિનયનો ભેદ) અતિથિ દેવ સમાન હોય છે. તેઓને આહાર, વસ્ત્ર, પાત્ર, શયા, વસતિ આદિ આવશ્યક વસ્તુઓનું અત્યંત હર્ષપૂર્વક દાન કરવાથી પ્રકૃષ્ટપુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સમૃદ્ધિની બાબતમાં જેમને ખાસ યાદ કરાય છે એવા શાલિભદ્રજીએ પૂર્વભવમાં પોતાને પ્રાપ્ત સમૃદ્ધિના કારણભૂત માસક્ષમણના તપસ્વી મહાત્માને અત્યંત ભાવપૂર્વક ખીરનું દાન કર્યું હતું. ભટ્ટ (તિ) વિત - તિથિવત (.) (અતિથિનું બળ, અતિથિના બળની વૃદ્ધિ) વિશિષ્ટ ઋદ્ધિપ્રાપ્ત મહામુનિવરોને પણ અતિથિ કહ્યા છે. આવા અતિથિના બળ-સામર્થ્યથી અનભિજ્ઞ વેશ્યાને જ્યારે મહામુનિ નંદિષેણના ચારિત્રના પ્રભાવે રહેલી ઋદ્ધિઓની જ્યારે ખબર પડી ત્યારે તેની આંખો વિસ્ફારિત થઈ ગઈ. ગફ (ત્તિ) દિન - તિદિક (જ.). (અત્યંત હિમ, અતિઠંડુ હોય તે). અગ્નિની ઉપમાવાળા ક્રોધ, માન, માયા તથા લોભ આ ચાર કષાય અનાદિ કાળથી આત્માને બાળી રહ્યા છે. આ ચારેય કષાયને સંપૂર્ણ નષ્ટ કરવા માટે હિમની ઉપમાવાળા તેના પ્રતિપક્ષી ક્ષમા, નમ્રતા, સરલતા અને નિષ્પરિગ્રહિતા આદિ ગુણોનો આશ્રય કરવો જોઈએ. સફ (તિ) દિવાન - તિથિવીપ (પુ.) (અભ્યાગત માગણ, અતિથિદાનની પ્રશંસા વડે દાતા પાસેથી યાચના કરનાર માગણ-ભિક્ષુક) જૈનશાસનમાં કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, વિમલ મંત્રી, જગડુશા, ભામાશા આદિ કેટલાય શ્રાવકો થયા છે. જેના દાનધર્મની પ્રશંસા કરીને એક મોટો વર્ગ પોતાની આજીવિકા ચલાવતો હતો. જેને આશ્રિત વર્ગ કહેવામાં આવે છે. સફ (ત્તિ) ફિવિમા - તિથિવિમા (પુ.). (સ્વાનુગ્રહ બુદ્ધિથી જમતી વખતે પોતાના આહારાદિનો અમુક ભાગ અતિથિને આપવાની ભાવના ભાવવી તે, શ્રાવકના બાર વ્રતો પૈકીનું બારમું વ્રત). તિથિપવદિ લૌકિક વ્યવહારના ત્યાગથી ભોજનકાળે ઉપસ્થિતને (સાધુને) શ્રાવકનો અતિથિ કહેવાય. તેવા સાધુને ન્યાયોપાર્જિત કલ્પનીય અન્નાદિ વસ્તુને દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર સહિત અને પશ્ચાત્ કર્માદિ દોષોના પરિહારપૂર્વક પોતાના માટે આ ઉપકારક છે તેવી બુદ્ધિથી દાન કરવું તે અતિથિ સંવિભાગ કહેવાય છે. નીતિમાન શ્રાવકે ભોજન સમયે નિર્દોષ અન્ન, વસ્ત્રાદિથી પંચમહાવ્રતધારી સાધુની, યથાશક્તિ વિશિષ્ટ ભોજનસામગ્રી, વસ્ત્ર, ધનાદિ ભક્તિપૂર્વક આપવા દ્વારા સાધર્મિકની અને અન્યધર્મી દીન-ક્ષીણ જીવોને અનુકંપા દાનપૂર્વક અતિથિસંવિભાગ વ્રતનું પાલન કરવું જોઈએ. ટ્ટ (તિ) - તવ ( વ્ય.) " (અત્યંત, બહ, વધારે એવા અર્થમાં વપરાતો અવ્યય)