________________ પણ નથી છોડ્યો તો પછી તમે શું વિચારીને બેફિકરપણે મજાથી પાપના આનંદને માણો છો? ભટ્ટ (ત્તિ) વિન્ન - તિવિદ (ત્રિ.) (આગમોના હાર્દને જાણનાર, આગમના સદૂભાવને જાણનાર, વિદગ્ધ). માત્ર શાસ્ત્રો અને આગમોના અભ્યાસથી કોઇ વિદ્વાન નથી કહેવાતો. સાચો વિદ્વાન તે છે જેને આગમોના કથનના મૂળભાવોનું પણ જ્ઞાન હોય અને તદનુસાર તેનું આચરણ હોય. આવા અતિવિદ્વાન પુરુષ સ્વ-પર કલ્યાણ કરવામાં સમર્થ હોય છે. એટલે જ તો કહેવાયું છે કે, “જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેહ, પૂર્વ કોટી વર્ષો લગે અજ્ઞાની કરે તેહ' ભટ્ટ (તિ) વિનય - તિવિષય (કું.) (પાંચે ઇન્દ્રિયોની અતિશય લંપટતા) જેમ કાચબો પોતાના હાથ-પગને ઢાલમાં છુપાવીને પોતાના જીવનને સુરક્ષિત કરે છે તેમ જે મનુષ્ય ઇંદ્રિયોને કાબૂમાં રાખે છે, તે પોતાના આવનારા ભવોને સુરક્ષિત કરે છે. અન્યથા વિષયોમાં લંપટ બનેલા જીવને ઇંદ્રિયરૂપી અશ્વો અનિચ્છાએ પણ બળાત્કાર નરકમાં ખેંચી જાય છે. કફ (ત્તિ) વિસાવા - તિ (વિસ્વાના) (વિષય) (વૃષા) (વિષા) વિષાવા (સ્ત્રી.) દુષ્ટ સ્વભાવની સ્ત્રી) આગમોમાં દુખસ્વભાવની સ્ત્રીઓના દશ પ્રકારો વર્ણવ્યા છે. જેમાં 1. દારુણ વિષાદના હેતુવાળી અતિવિષાદા 2. કોઈપણ અકાર્યમાં દ રહિત સ્વભાવવાળી અતિવિષાદા 3. વિપરિત થયે સૂર્યકાન્ત-આગિયા કાચની જેમ પુરુષને ભયંકર વિષાદને આપનારી અતિવિષાદા 4, જેને વિવિધ પ્રકારના લાંપટ્યના સ્વાદ છે તે અતિવિસ્વાદા 5. ચક્રવર્તીની પટ્ટરાણીની જેમ અથવા સુસઢની માતાની જેમ પ્રબળપણે વિષયાસક્ત થઈને છઠ્ઠી નરકમાં જનારી અતિવિષયના 6. જેને મનગમતો પુરુષ કે મનગમતા વિષયસુખ નહીં મળવાથી અતિવિષાદને ધારણ કરનારી 7. અથવા અતિકોએ કરી વિષ ભક્ષણ કરનારી અતિવિષાદા 8. વૃષભ સાધુ-પુણ્યશાળી સાધુના ચારિત્રમાણનું હરણ કરીને તેના માટે યમરાજ જેવું આચરણ કરનારી અતિવૃષાકા 9. અથવા યતિવૃષભલબ્ધિવંત મહાપુણ્યશાળી સાધુઓના સંયમવનને અગ્નિની જેમ બાળીને ખાફ કરનારી અતિવૃષાકા અને 10. લોકોના પુણ્યરૂપ વિસ્તૃત વનને ચોરની જેમ લૂંટીને ખાલીખમ કરનારી અતિવિષાદા. ઉપરોક્ત દશ ભેદો દુષ્ટ સ્ત્રીના શાસ્ત્રકારોએ બતાવ્યા છે. જેમ સ્ત્રીને કુક્ષી કે રત્નગર્ભા બતાવી છે તેમ તેના દુર્ગુણોને કારણે તેને દુષ્ટા પણ વર્ણવી છે. ગુરૂ (તિ) વિસાત - તિવશાત (ત્રિ.). (અત્યંત વિશાળ 2. યમપ્રભ પર્વતની દક્ષિણ તરફની તે નામની રાજધાની) હે પરમાત્મા! આપની પૂજા ભક્તિના પ્રતાપે મને ગાડી, મકાન કે ધન નહીં મળે તો ચાલશે પરંતુ, મારા ચિત્તને અવશ્ય આપના જેવું ઉદાર બનાવજો. કેમકે, મારે આખા જગતના મિત્ર બનવું છે અને હું એ જાણું છું કે, આખા જગતને પોતાના મિત્ર બનાવવા માટે આ ભૌતિક સામગ્રીઓ કામમાં નથી આવવાની. તેના માટે તો જોઈશે વિશાળ હૃદય, જે માત્ર આપની પાસે છે. (તિ) ગુઢ - અતિવૃષ્ટિ(છત્રી.) (અધિક વષ, ધાન્યાદિકની ઉપઘાતક વષી) જેમ વર્ષાકાળમાં મેઘ જો યોગ્ય માત્રામાં વરસે તો તે સુકાળ લાવે છે અને જો તે અધિક માત્રામાં વરસે તો પૂર જેવી હોનારતો અને લીલો દુષ્કાળ સર્જી શકે છે. તેમ વિષયોનો ઉપભોગ વિવેકપૂર્વક કરવામાં આવે તો જીવનમાં સદ્ગુણોનો આવિર્ભાવ થાય છે પણ જો તે વિષયોનો ઉપભોગ અધિકમાત્રામાં થવા માંડે, તો તે વિનાશકારી પૂરની જેમ દુર્ગતિઓની પરંપરા ઉત્પન્ન કરીને જીંદગી બરબાદ કરી નાખે છે, માટે જ તો સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે 'મતિ સર્વત્ર વર્જયેત્' અફવેન - ગતિવેત (વ્ય.). (કાળવેળા ઉલ્લંઘીને, સમયમર્યાદાને અતિક્રમીને) આચારાંગસૂત્રમાં સાધુ સાધ્વીજીને અધ્યયન, ધ્યાન, કાઉસગ્ગ કે ગોચરી-પાણી વગેરે દરેક ક્રિયાઓ માટે કાળમર્યાદા બતાવેલ છે. તે તે ક્રિયાઓ તેના નિયત કાળમાં કરવા વ્યપદેશ કર્યો છે તેમ કવેળામાં સ્વાધ્યાયાદિ ન કરવાનું પણ કહ્યું છે.