________________ તીર્થકર ભગવંતોના માતા-પિતા પોતાના પુત્રનું નામાભિધાન તેમના ગુણાનુસાર કરતા હોય છે. જેમકે સોળમા શાંતિનાથ પરમાત્મા જ્યારે અચિરામાતાની કુક્ષીમાં પધાર્યા તે પૂર્વે સમસ્ત રાજ્યમાં ભયંકર રોગચાળો હતો. પરમાત્માની જેવી માતાની કુક્ષીમાં પધરામણી થઇ કે બધા જ રોગો શાંત થઇ ગયા. સર્વજીવોની અશાંતિ દૂર થઈ ગઇ. આથી પરમાત્માનું નામ શાંતિનાથ એવું રાખવામાં આવ્યું. મ (4) રવિ - રાવળ (કું.) (ઇન્દ્રનો હાથી, ઐરાવણ હાથી) જેમ રાજા મહારાજાઓનો પ્રસિદ્ધ વ્યવહાર હોય છે તેમ કલ્પોપન્ન દેવોનો પણ વ્યવહાર હોય છે. ઇન્દ્ર મહારાજાનું વાહન ઐરાવણ હાથી છે. તે દેવનો જ જીવ હોય છે. જ્યારે સ્વામી દેવને સવારીની આવશ્યકતા ઊભી થાય ત્યારે તેના સેવક દેવને તે તે સવારીનું રૂપ ધારણ કરીને હાજર થવું પડે. હાય રે ! ત્યાં પણ ગુલામી તો ઊભી જ છે. માટે મુક્તિનું મહત્ત્વ છે. મરૂ (તિ) પિત્ત - તિપિત્ત (ત્રિ.) (અવશેષ, ફાલતું, વધારાનું 2. ભિન્ન 3. શૂન્ય 4. અતિરેકવાળું, અતિપ્રમાણ યુક્ત) જ્યાં સુધી મનમાં ખોટા અને વિકૃત વિચારોનો ફાલતું કચરો ભરાયેલો છે ત્યાં સુધી પરમાત્માની નિર્મલ વાણી આપણા હૃદય સુધી પહોંચી શકતી જ નથી. માટે આરાધકે સર્વપ્રથમ પોતાનામાં રહેલા મલિન વિચારોના કચરાને દૂર કરી દેવો જોઈએ. अइ (ति) रित्तसिज्झासणिय - अतिरिक्तशय्यासनिक (पुं.) (પ્રમાણથી અધિક શવ્યા-આસનાદિ રાખનાર-સાધુ, અનાવશ્યક પરિગ્રહ) અનાવશ્યક અથવા અપરિમિત પરિગ્રહ રાખનારા જીવોને લાલબત્તી ધરતા જ્ઞાની ભગવંતો કહે છે કે, આવશ્યકતાથી અધિક પરિગ્રહના પાપથી અંતે દુર્ગતિનું જ નિમંત્રણ મળશે માટે મનથી પણ અનાવશ્યક પરિગ્રહનો ત્યાગ કરી દુર્ગતિથી બચો. અરથ - વિરોત (ત્રિ.). (ક્ષણભરમાં ઉત્પન્ન થયેલું, પ્રથમોદયવાળો-સૂય) જેમ વરસાદની ઋતુમાં પાણી અને પૃથ્વીનો સંયોગ થતા જ્યાં-ત્યાં જીવજંતુઓ ઉત્પન્ન થઈ જાય છે તેમ મનમાં દુષ્ટ વિચારો પ્રવેશતા જ જીવમાં વિષય-કષાયરૂપી જીવજંતુઓ ક્ષણમાત્રમાં ઉત્પન્ન થઈ જાય છે. જેનાથી જીવને અશુભ કમેનો બંધ થાય છે. ડ્રવ - તિરૂપ (પુ.) (રૂપાતીત-પરમેશ્વર 2. રૂપને અતિક્રમી ગયેલું 3, ભૂતજાતિનો દેવ વિશેષ). મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ પરમાત્માના ઉત્કૃષ્ટ રૂપનું કારણ બતાવતા કહે છે કે, પૂર્વના ત્રીજા ભવમાં પરમાત્માએ જગતના તમામ જીવોના શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરીને બધા જીવો સાથેનો મૈત્રીભાવ સુદઢ કર્યો હોય છે. જેની ફળશ્રુતિ રૂપે તેઓ તીર્થંકરના ભવમાં સર્વોત્તમ રૂપની પ્રાપ્તિ કરે છે. મટ્ટ (તિ) - તિરે (પુ.) (આધિષ્ય, વધારો, આવશ્યકતાથી અધિક હોવું તે 2. અતિશય). નદીમાં જ્યારે પાણીનો વધારે ભરાવો થાય તો પૂર-વિનાશ ફેલાય છે. અતિવૃષ્ટિ થાય છે અને પાકનો નાશ થઈ દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. એવી રીતે જ્યારે આત્મામાં દોષવૃદ્ધિ થાય છે ત્યારે તે એકમાત્ર વિનાશનું જ કારણ બને છે. મરૂ (ત્તિ) રાષ્યિ - તિરંથિ (.) (અતિરેક પૂર્વક રહેલું, અતિશય ફેલાઈને રહેલું) કહેવાય છે કે લક્ષ્મી જ્યારે આવે છે ત્યારે સાથે કેટલાય દુર્ગણોને સાથે લઇને આવે છે. પરંતુ તે પાછી જાય છે ત્યારે એકલી જ જાય છે. સાથે આવેલા દુર્ગુણોને તે ત્યાં જ છોડીને જાય છે, અને બળાત્કારે સ્થાન જમાવી બેઠેલા દુર્ગુણો જીવની પાસે ખરાબ કામો કરાવે છે. જીવનમાં આવી પરિસ્થિતિ ન આવે એવું ઇચ્છતા હોવ તો નમ્રતા, સરળતા, દેવ-ગુરુની ભક્તિ જેવા ગુણોને કેળવો. શરૂ (શિ) - રે ( વ્ય.) (જલદી, શીવ્રતાથી) જે શ્રાવક લીધેલા વ્રતોનું નિરતિચાર સુવિશુદ્ધ પાલન કરે છે, તે સદ્ગતિને સાધતો અલ્પકાળમાં જ મોક્ષ સુખને પામે છે.