________________ ભગવતીસૂત્ર અને આચારંગસૂત્રમાં સાધુને અલ્પાહારી કહ્યા છે. આપણને પ્રશ્ન થાય કે અલ્પાહાર કોને કહેવો? તે માટે શાસ્ત્રકારોએ પોતે જ નિદર્શન કરતા કહ્યું છે કે, કુકડીના ઈંડા પ્રમાણ એક કવલ એવા આઠ કોળીયા જેટલો જ આહાર કરે તે અલ્પાહારી છે. સામાન્યથી ચોસઠ કોળીયા પ્રમાણ પુરુષનો આહાર કહ્યો છે તેનું પ્રમાણ પણ ઈંડાના પ્રમાણથી ગણતા 32 કવલ જ ગણવા એમ જણાવેલું છે. એટલે ફલિતાર્થ એ થાય છે કે સાધુનો આહાર એક સ્વસ્થ પુરુષના બત્રીસ કવલાહારના ચોથા ભાગ જેટલો જ હોય છે. ધન્ય મુનિવર તમને! ધન્ય તમારી આહારની અનાસક્તિને! અને ધન્ય તમારા ઊણોદરી તપને! માહિર - માધવર (પુ.) (સ્વપક્ષ પરપક્ષ વિષયક અધિકરણના અભાવવાળો, કલહરહિત, ક્લેશ વગરનો) fuછે - યત્વે (ત્રિ.) (ધપકરણ સિવાય અન્ય વસ્તુની ઇચ્છા ન રાખનાર, અલ્પાહારી કે આહારના ત્યાગી-સાધુ, મણિ કનકાદિના અપરિગ્રહ) ઉત્તરાધ્યયનસૂત્રમાં સાધુને અપિચ્છ એટલે અલ્પચ્છ કહ્યાં છે. તેઓ ધર્મોપકરણ યાને સંયમ નિવહક ઉપાધિ સિવાય અન્ય કશું રાખતા નથી. તે વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ પણ સંયમ પાળવા માટે રાખે છે ને કે સત્કારાદિ માટે, તેથી તેઓને અપરિગ્રહી કહ્યા છે. પ્રિય - પ્રિય (વ્ય.) (અપ્રિયતા, અપ્રીતિ, અપ્રીતિકર 2. મનનું દુઃખ 3. મનની શંકા) ઉત્તરાધ્યયનસૂત્રમાં શિષ્યને વિનીત બનવાની અનેક બાબતો જણાવી છે. તેનો હેતુ શું તે આપણે પણ જાણવો જોઈએ. તેમાં જણાવેલું છે કે વિનીત થયેલા શિષ્ય ગુરુ દ્વારા અપાતી હિતશિક્ષા દ્વારા આત્મપરિણતિ ઘડે છે. ગુરુના ઉપદેશથી ગીતાર્થતા પ્રાપ્ત કરે છે. અને ગીતાર્થતા પ્રાપ્ત કરી ભવ્યજીવોને સંયમમાં સ્થિરતા બનાવીને મોક્ષમાર્ગમાં આગળ વધી પંચમગતિનો અધિકારી થાય કર્ષિત (ત્રિ.) (આપેલું, ભેટ કરેલું 2. વિવક્ષા પ્રાપ્ત, પ્રતિપાદન કરવા માટે ઈષ્ટ, 3. પર્યાયાર્થિક નય) કલ્પિત (ત્રિ.) (થોડું કરેલું, હલકું કરેલું 2. સમ્માનની દષ્ટિએ નીચું, તિરસ્કૃત) મખિયણિી - પ્રિયat (સ્ત્રી) (સાંભળનારને અપ્રિય લાગે તેવી ભાષા, કોઈના મૃત્યુના સમાચારવાળી ભાષા, અનિષ્ટ સમાચાર) દશવૈકાલિકસૂત્રમાં સાધુને બોલવાની ભાષા કેવી હોય તેનું ભાષા સમિતિના અધિકારમાં સુંદર વર્ણન કરેલું છે. કેવી ભાષા સાધુ બોલે? તે ક્યારેય અપ્રિય સમાચારવાળી કે કોઈના અપમૃત્યુના વૃત્તાન્તવાળી અથવા અસત્યમિશ્રિતાદિ ભાષા છોડી સત્ય-તથ્ય અને હિતકારી મધુર ભાષાએ બોલે અર્થાત્ સાંભળનારને પ્રિય લાગે છતાં મૃષાદિદોષો ન હોય તેવી નિર્દોષભાષા બોલે. अप्पियणय - अर्पितनय (पुं.) (વિશેષને મુખ્ય કરનારો નય-પર્યાયાર્થિક નય, જે વિશેષને માને છે સામાન્યને નહીં તેવો સમયપ્રસિદ્ધ નય) પિતા - પ્રિયતા (સ્ત્રી.) (અપ્રેમનો હેતુ, અપ્રિયતા) अप्पियववहार - अर्पितव्यवहार (पुं.) (‘આ જ્ઞાતા અને આ તેનું જ્ઞાન' એમ બોલનારે વચનથી સ્થાપિત કરેલો વ્યવહાર) પ્રયવદ - પ્રિયવદ (ત્રિ.) દુઃખના હેતુનું નિવારક, દુ:ખ કે મરણ જેને અપ્રિય છે તે). આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં જણાવેલ છે કે, આ જગતમાં વર્તતા એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને પોતાનું આયુષ્ય પ્રિય છે. સુખ-શાતા પ્રિય છે. દુઃખ અપ્રિય છે અને મૃત્યુ પણ અપ્રિય છે. તેથી તેઓને જે પ્રિય નથી તે જાણીને અનુભવીને જયણાપૂર્વક વર્તવું. જેથી હિંસાદિ દોષ ન લાગે. 470