________________ માતાનો પ્રસંગ એક જ બોધ આપે છે કે સહન કરવામાં તમારા દુઃખો દૂર થાય છે અને તમારે સિદ્ધિની નજીક નહીં સિદ્ધિને તમારી નજીક આવવું પડે છે. अप्पकम्मतर - अल्पकर्मतर (त्रि.) (અલ્પકર્મવાળો, જેના કર્મ થોડાંક જ રહ્યાં છે તે) अप्पकम्मपच्चावाय - अल्पकर्मप्रत्यायात (त्रि.) (અલ્પકર્મ સાથે મનુષ્યયોનિમાં આવેલું, હળુકર્મો સાથે જન્મેલું) જે જીવના સઘળાય કર્મો ક્ષય થવામાં આયુષ્યની માત્રા ઓછી પડી હોય તેવા અલ્પકર્મી જીવો લોકાંતિક કે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ નિરાગીપણે દેવોના સુખો ભોગવીને અલ્પકર્મ સહિત મનુષ્યયોનિમાં ઉત્પન્ન થાય છે અને શેષ રહેલા સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત યોગી બને છે. મધ્વનિ - અપતિ (ત્રિ.) (અલ્પકાળવાળો, થોડોક કાળ) જેમના પૂર્વો, પલ્યોપમ અને સાગરોપમના આયુષ્ય હતા તેવા આત્માઓ પણ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે. તો પછી અલ્પકાળના આયુષ્યવાળા આપણે કેટલા સમય સુધી યમરાજથી બચી શકશું. જો યમરાજના સકંજામાંથી બચવું જ હશે તો ‘રિહંત પર વિજ્ઞાન વિના નહીં ચાલે. સપ્તરિય - મયિ (ત્રિ.) (જેને થોડી જ ક્રિમ્રા લાગે છે તે, જેને અલ્પ કર્મબંધ લાગે છે તે) સશરીરી આત્મા પર અનાદિકાળથી કમ લાગેલા છે. પ્રત્યેક ક્ષણે આયુષ્ય સિવાયની સાત કર્મપ્રકૃતિનો બંધ ચાલ્યા જ કરે છે. ભગવંત કહે છે કે હે આત્મ! તારા આત્મા પર લાગેલા કર્મોની સર્વથા નિર્જરા અર્થાત્ ક્ષય કર. પરંતુ જો તારી એટલી ક્ષમતા ન હોય તો એક પ્રયત્ન તું હજ કરી શકે છે. પ્રતિક્ષણ કર્મબંધ તો ચાલુ જ છે પરંતુ, તે કર્મનો બંધ અલ્પ થાય તે રીતની પ્રવૃત્તિ કર. કેમ કે અલ્પ કર્મબંધ તને આવનારી ઘણી બધી મુસીબતોથી બચાવશે. જેમ કે શૂળીનો ઘા સોયથી ટળી જાય છે. મumરિયા - મત્પટિયા (.) (નિર્દોષ વસતિ, કાલાતિક્રમાદિયથોક્ત દોષરહિત ઉપાશ્રય) શાસ્ત્રીય ભાષામાં સાધુ માટે ઊતરવાના સ્થાનને વસતિ કહેવાય છે. ઓઘનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં કેવી વસતિ નિર્દોષ અને કેવી વસતિ સદોષ કહેવાય તેનું નિરૂપણ કરીને શ્રમણે નિર્દોષ વસતિમાં જ ઊતરવું તેવો આદેશ ફરમાવ્યો છે. જ્યાં ભિક્ષા સુલભ હોય, સ્વાધ્યાય કરવાની સાનુકુળતા હોય, ત્યાંનો માલિક અને લોકો ભદ્રિક હોય તથા જે સ્થાન આધાકર્મરહિત હોય તેવા ઉપાશ્રયને નિર્દોષ વસતિ કહેલો છે. अप्पकिलंत - अल्पक्लान्त (त्रि.) (અલ્પ ખેદ કે પરિશ્રમવાળો 2. ખેદ કે પરિશ્રમનો અભાવ છે જેને તે) વાંદણાસૂત્ર તે ગુરુવંદના સૂત્ર છે. આ સૂત્રથી દિવસ દરમિયાન પોતાના તરફથી જે પણ અપરાધ થયો હોય તેની ગુરુ ભગવંત જોડે બહુમાનપૂર્વક ક્ષમાપના માગવામાં આવે છે. વંદનકસૂત્રમાં કહ્યું છે કે, હે ગુરુવર્ય! આખા દિવસ દરમ્યાન મારા તરફથી આપને અલ્પ પણ ખેદ કે પરિશ્રમ પહોંચ્યો હોય તો તેની ક્ષમા યાચું છું. આવો ઉત્કૃષ્ટ વિનય જૈનશાસનમાં જ જોવા મળશે. અદિકુ - અલ્પૌલુચ્ચ (ત્રિ.) (અલ્પ સ્પંદનવાળું, હાથ-પગ-માથું વગેરે શરીરના અંગોને ન ધુણાવનાર) કર્મક્ષય નિમિત્તે કરવામાં આવતો કાયોત્સર્ગ તે સઘળા બહિર્ભાવોના ત્યાગ અને આત્મામાં વાસ કરવા માટેનું ઉત્તમ અનુષ્ઠાન છે. [ આંખ. ભ્રમર. હાથ, પગ આદિના સ્પંદન એટલે હલનચલન વર્જીને એકમાત્ર શુદ્ધ આત્મસ્વરૂપી તીર્થકર ભગવંતનું ધ્યાન ધરવાનું હોય છે. 460