________________ માડ્યા - અપરાજિતા (સ્ત્રી) (મહાવત્સા વિજયની મુખ્ય રાજધાનીનું નામ 2. વમકાવતી વિજયની રાજધાનીનું નામ 3. દશમી રાત્રિનું નામ 4. અંજન ગિરિના ઉત્તરભાગે રહેલી વાવડીનું નામ 5. અંગારક મહાગ્રહની અગ્રમહિષીનું નામ 6. બધા મહાગ્રહોની ચોથી અગમહિષીનું નામ 7. ચક પર્વતની આઠમી દિક્કમારિકાની મહત્તરાનું નામ 8. આઠમા બળદેવ-વાસુદેવની માતાનું નામ 9. ચંદ્રપ્રભસ્વામીની દીક્ષા શિબિકાનું નામ 10. અહિચ્છત્રા તીર્થસ્થાને રહેલી એક ઔષધિનું નામ) अपरामुटुविधेयंस - अपरामृष्टविधेयांश (न.) (અનુમાનનો એક પ્રસિદ્ધ દોષ) શબ્દ અનિત્ય છે આ પ્રમાણે એક વિધાન કરાયું. કારણ કે તે કરાયેલું છે માટે. અહીં શબ્દનું અનિત્યપણું પ્રાધાન્યતયા સાધ્ય છે. માટે તેનો પૃથફ નિર્દેશ કરાયો છે. પરંતુ તે સમાસમાં ગુણીભાવના કાલુષ્યથી કલંકિત નથી. આ પૃથક નિર્દેશ પણ પૂર્વના અનુવાદ્ય એવા શબ્દનો નિર્દેશ છે અને તે બરાબર પણ છે. કારણ કે સમાન અધિકરણમાં અનન્તર અલબ્ધ વિધેય એવા અનિત્યત્વને કરવામાં અશક્યતા રહેલી છે માટે. આ પ્રમાણે અપરાકૃષ્ટવિધેયાંશની વ્યાખ્યા રત્નાકરાવતારિકા નામક ગ્રંથના આઠમા પરિચ્છેદમાં કરાયેલી છે. Hપત્તિ - અપચ્યવાય (મત્ર.). (ગ્રહણ કર્યા વિના, ગ્રહણ નહીં કરીને). अपरिआविय - अपरितापित (त्रि.) (પોતાનાથી કે બીજાથી જેને પરિતાપ-દુઃખ નથી પહોંચ્યું તે, અપરિતાપિત) આવશ્યકસૂત્રનો પાઠ આપણે પ્રતિક્રમણ દરમિયાન કરીએ તો છીએ પણ તે સૂત્રોના અર્થની પરિભાવના અર્થાતુ, ચિત્તવન પ્રાયઃ કરીને કરતા નથી. તેથી આપણે જે અમૃતાનુષ્ઠાન કરીએ છીએ તેમાં માનસિક કે કાયિક ઉલ્લાસ ભળતો નથી. તેથી આપણી એ મહાનિર્જરાકારી ક્રિયાઓ અલ્પફળદાયી બની જાય છે. તેમાં આવે છે કે, શ્રાવકના જીવન વ્યવહારમાં સૂક્ષ્મ કે બાદર જીવોને પરિતાપના આપવાની નથી. દુઃખ પહોંચાડવાનું નથી. જો પરિતાપ આપ્યો હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપીને તે દુષ્કૃત્યથી નિવર્તવાનું છે. પાછા હટવાનું છે અને ભવિષ્યમાં તેમ ન બને તેનો ઉપયોગ રાખવાનો હોય છે. अपरिकम्म - अपरिकर्मन् (त्रि.) (સાધુ નિમિત્તે વિલેપનાદિ પરિકર્મ વર્જિત, શરીર સત્કારાદિ જેમાં ન થઈ શકે તેવો સંથારાનો એક પ્રકાર-પાદપ્રોપગમનાદિ) આચારાંગસૂત્રમાં જણાવેલું છે કે, જે સાધુ પોતાનું આત્મકલ્યાણ સાધવા અંતિમ સમયે પાદપોપગમન અનશન સ્વીકારે, ત્યારે તેઓએ પોતે કે અન્ય દ્વારા શરીરને ચંદનાદિનું વિલેપન કે શરીરની અનુકૂળતા સાધક હલન ચલન વગેરે કરવું જોઇએ નહીં. પરંતુ સમભાવે સ્થિરકાય રહેવું જોઇએ. પરિધમ - પશ્ચિમ (ત્રિ.) (પરાક્રમ રહિત, સામર્થ્ય વગરનું) શ્રેણિક મહારાજાના પુત્ર અને ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય મેઘમુનિ જ્યારે પોતે આગળની રાતે હેરાન-પરેશાન થયા તેથી સંયમ છોડવાની ઇચ્છાથી ભગવાન પાસે ગયા. તે અવસરે ભગવાને તેમને પૂર્વમાં હાથીના ભવે વનમાં દાવાનલ વખતે સસલાના જીવને બચાવવા બતાવેલા પરાક્રમને યાદ કરાવીને તેમને ચારિત્રના પરાક્રમથી પતિત થતા અટકાવ્યા હતા. अपरिक्खदिट्ठ - अपरीक्ष्यदृष्ट (त्रि.) (અવિચારીપણે કહેલું, અવિમૃથ્યકારી વચન) શ્રીમાન હરિભદ્રાચાર્યજી મહારાજે શ્રાવકે પોતાનું ગૃહસ્થપણું કેવી રીતે એટલે કેવા પ્રકારના જીવનવ્યવહારથી સિદ્ધ કરવું તેનું ખૂબ સુંદર પ્રરૂપણ ધર્મબિંદુ પ્રકરણમાં કરેલું છે. તેમાં જણાવેલું છે કે, શ્રાવકે પ્રસંગ પડે ત્યારે વિચારીને બોલવું પણ અવિચારીપણે ક્યારેય ન બોલવું. કારણ કે અવિપૃશ્યપણે બોલવાથી ક્યારેય કાર્યસિદ્ધિ થતી નથી. ઊલટાનું કાર્યમાં વિજ્ઞ પડે છે. 443