SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધચંદ્ર- અર્ણવન્દ્ર(કું.) (અર્ધચંદ્ર 2. અર્ધચંદ્રાકાર પગથિયું 3. ગ્રહ વિશેષ) રાયપરોણીય આગમમાં કહેલું છે કે સૌધર્મ નામક પ્રથમ દેવલોક અર્ધચંદ્રાકારના સંસ્થાન-સ્થિતિમાં રહેલો છે. જો કે પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ સિદ્ધશિલા વસ્તુતઃ ગોળ છે કિંતુ તેનો નીચેનો ભાગ અર્ધચંદ્રાકારે દેખાતો હોવાથી અક્ષતપૂજામાં સિદ્ધશિલાના પ્રતીકરૂપે અર્ધચંદ્રનો આકાર અખંડ ચોખાથી કરવામાં આવે છે. अद्धचक्कवाल - अर्द्धचक्रवाल (न.) (ગતિ વિશેષ) જેવી રીતે હંસગતિ, ગજગતિ, અશ્વગતિ આવે છે તેમ એક અર્ધચક્રવાલ નામક ગતિ પણ છે. આ ગતિમાં ચાલવાથી અર્ધચક્રની આકૃતિ ઉપસી આવે છે. આ ગતિનો ઉપયોગ પ્રાયઃ યુદ્ધમાં કરવામાં આવે છે. અદ્ધિવર્તવાન - મરવાના (સ્ત્રી.) (અર્ધગોળાકાર શ્રેણિ, અર્ધવલયાકાર પંક્તિ) મદ્વછટ્ટ - દ્ધિપષ્ટ (ત્રિ.) (સાડા પાંચ, સાડા પાંચની સંખ્યા) મલિંધા (રેશી-સ્ત્રી.). (એક પ્રકારના જૂતાં, પગરખાં) ચૈત્યવંદન ભાષ્યમાં જિનાલયમાં પ્રવેશ કેવી રીતે કરવો તેની વિધિ દર્શાવવામાં આવેલી છે. તેમાં રાજા વગેરેને જિનાલયમાં પ્રવેશ કરવા પૂર્વે પાંચ વસ્તુનો ત્યાગ કરવાનું વિધાન છે. તે પાંચ પ્રકારમાં એક છે પગમાં પહેરેલી મોજડી વગેરે પગરખાં જિનાલયની બહાર ઉતારવા ત્યાર બાદ જિનમંદિરમાં પ્રવેશ કરવો જોઇએ. તેમ કરવાથી જિનેશ્વર દેવનું બહુમાન જળવાય છે. શ્રદ્ધના - મર્દિની (ત્રિ.) (જીણજીર્ણ, અડધું જીર્ણ થયેલું હોય તે) अद्धजोयण - अर्द्धयोजन (न.) (બે ગાઉ, અડધો યોજન) મક્કમ - મરદ્ધષ્ટમ (ત્રિ.) (સાડા સાત, આઠમું અડધું છે જેમાં તે) अद्धणाराय - अर्द्धनाराच (न.) (ચોથું સંઘયણ, અર્ધનારા સંઘયણ) સંઘયણ એટલે શરીરમાં રહેલા હાડકાની મજબૂતીનો બાંધો. આ સંઘયણ કુલ છ પ્રકારે માનવામાં આવેલા છે. તેમાંના ચોથા સંઘયણનું નામ છે અર્ધનારા. આ સંઘયણમાં એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ કિલીકા અર્થાત ખીલી મારેલી હોય તેવા પ્રકારના હાડકાનું બંધન હોય છે. મદ્ધતુના - મર્દાના (સ્ત્રી.) (પ્રાચીન કાળે મગધ દેશ પ્રસિદ્ધ માપ વિશેષ, પચાસ પલની અધતુલા) દ્ધદ્ધ - મáદ્ધ(જ.) (ચોથો ભાગ) એક મુનિવર રાજસ્થાનમાં અજૈન ઘરે ભિક્ષા લેવા ગયા. ત્યાં એક માજીએ સાધુને વહોરાવવા માટે રોટલો લીધો. રોટલાની સાઇઝ મોટી હતી એટલે મહારાજે કહ્યું, માજીયા ઇસકા આધા કીજિયે ઔર ઉસકા ભી આધા કરકે ફીર વહોરાઇયે. ત્યારે અભણ એવા માજીએ આજના ભણેલા લોકો માટે શીખવા જેવો જવાબ આપ્યો. બાવસી સા આધા આધા કોય કરેરીયા અણમેં તો થાકો માકો 415
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy