________________ જવાબદારી છે. પરંતુ અફસોસ! તેવો પ્રયત્ન કરવાનો તો દૂર રહ્યો, ઊલટાનું આપણે તેમની નિંદા-કુથલી કરવાનો એક પણ પ્રસંગ જવા દેતા નથી. સાધુ સાધ્વીના ઉત્તમ અને અનિંદ્ય આચારોની નિંદા કરવી તે એક પ્રકારનું ખોફનાક પાપ છે. અ૬- મલુ (ત્રિ.) (દોષરહિત). શાસ્ત્રમાં નિર્મલ એવા જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણોના ધારક આત્માને મલિન કરનાર અને આ સંસારમાં જકડી રાખનારા અઢાર પ્રકારના દોષો બતાવવામાં આવેલા છે. જેઓએ સ્વપરાક્રમથી આ અઢારે દોષોનો નાશ કર્યો છે તેવા દોષરહિત જીવો અતિનિર્મલ એવા કેવલજ્ઞાનમય મોક્ષને પ્રાપ્ત કરે છે. દિષ્ટ (ત્રિ.) દ્વષરહિત) વિમલનાથ ભગવાનના સ્તવનમાં કાંતિવિજયજી મહારાજે પોતાનામાં રહેલા દુર્ગુણોનું વર્ણન કર્યું છે અને સાથે સાથે પરમાત્માને વિનંતીના સૂરમાં કહ્યું છે કે, હે પ્રભુ! હું તો અવગુણોથી ભરેલો જ છું એ વાત આપ સારી પેઠે જાણો છો. માટે જ કહું છું કે, આપ મારા અવગુણોને ન જોશો “મુજ અવગુણ મત દેખો હો પ્રભુજી મુજ અવગુણ મત દેખો' આપ તો દ્વેષરહિત છો, આપનામાં સમતા પ્રચુરમાત્રામાં રહેલી છે. બસ એક જ વિનંતી છે કે મને તારો તારો ને તારો. ૩૬૬વેત (સૂ) - મયુર્વેતમ્ (ત્રિ.) (ક્લેશરહિત છે ચિત્ત જેનું તે, અદુચિત્તવાળો, અકલુષ અત્તકરણવાળો) મદુત્તર - થાપર ( વ્ય.) (હવે, હવે પછી). આ શબ્દનો પ્રયોગ કોઇપણ ગ્રંથની રચના કે ચરિત્રકથનની શરૂઆતમાં થતો જોવામાં આવે છે. મહુય - 3 તૃત (જ.) (ધીરે ધીરે, ઉતાવળરહિત, શીવ્રતારહિત) સાધુની વાણી કે ગતિ અદ્રુત અને અવિલંબિત હોવી જોઇએ. મુનિ જયારે પણ કથા કરતા હોય ત્યારે તેમની વાણીનો પ્રવાહ એટલો ધીમો ન હોવો જોઇએ કે, જેનાથી શ્રોતા કંટાળી જાય. તેમજ વાણી અતિ ઉતાવળી પણ ન હોવી જોઇએ કે જેથી સામેવાળો અર્થ ગ્રહણ જ ન કરી શકે. તે જ રીતે તેમના ગમનાગમન બાબતમાં પણ સમજવું. તેમની વાણી અને ગતિ બન્ને મધ્યમ હોવા જોઈએ. દુયર - અદ્રુતત્વ (જ.). (સત્યાવીસમો સત્યવચનાતિશય, અદ્ભતત્વ વચનાતિશય) अदुयबंधण - अद्रुतबन्धन (न.) (દીર્ઘકાલિક બંધન, લાંબા વખતનું બંધન) મહુવા - અથવા (અવ્ય.) (અથવા, કે) જ્યારે કોઈ વસ્તુનો કે પ્રસંગનો નિર્ણય થઈ શકતો ન હોય ત્યારે બોલાતા વાક્યમાં અનિશ્ચિતતા જણાવવા માટે આ અવ્યયનો ઉપયોગ થાય છે. જેમ કે ભીમે અશ્વત્થામાને માર્યો અથવા તે નામના હાથીને. દૂર - અતૂર (ત્રિ.). (નજીકમાં, સમીપમાં, પાસે) આજના કાળનું આશ્ચર્ય કહેવું હોય તો એ કહી શકાય કે, વિલાસી જીવો પાપકર્મનો બંધ કરાવનાર સિનેમા થિયેટરો, હોટલો, ક્લબો વગેરે ગમે તેટલા દૂર હોય ત્યાં બધી જ તકલીફો વેઠીને પણ પહોંચી જાય છે. જ્યારે ભવોદધિતારક જિનેશ્વર પરમાત્માનું જિનાલય ઘરની સમીપમાં હોવા છતાં સમ ખાવા પૂરતું એક દિવસ જતાં જોર આવતું હોય છે. ખરેખર આ હુંડા અવસર્પિણી છે એવું પ્રતીત થાય છે. 409