SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ अदत्ता (दिण्णा) दाणविरइ - अदत्तादानविरति (स्त्री.) (પદ્રવ્યને હરણ કરવાથી વિરત થવું તે, સ્વામી આદિ દ્વારા અદત્ત વસ્તુ ગ્રહણ કરવાનો ત્યાગ) अदत्ता (दिण्णा) दाणवेरमण - अदत्तादानविरमण (न.) (અદત્તાદાનથી અટકવું તે, પંચમહાવ્રતોમાંનું ત્રીજું વ્રત) અદત્તાદાન વિરમણ નામક વ્રત સાધુ અને શ્રાવક બન્નેને હોય છે. તેમાં સાધુને સર્વથા અદત્તાદાનથી નિવૃત્તિ હોય છે. આથી તેઓ ગમે તેવી વસ્તુ કોઇને પૂછ્યા વિના લઈ શકતા નથી. જ્યારે શ્રાવક માટે સર્વથા ત્યાગ કરવો અસંભવ હોવાથી કેટલીક સામાન્ય વસ્તુઓને છોડીને જે લોકમાં નિંદ્ય ગણાતી હોય તેવી વસ્તુને આશ્રયીને ચૂલથી અદત્તાદાન વિરમણ વ્રત હોય છે. સત્તા (f ) નોયUT - મત્તાત્રોવર (ત્રિ.). (જેણે ગુરુ પાસે આલોચના નથી કરી તે) શાસ્ત્રમાં કહેલું છે કે, જે રીતે બાળક પોતાની માતા આગળ જેવું બન્યું હોય તેવું નિર્દોષ ભાવે સઘળુંય કહે છે. તેવી રીતે શિષ્ય પણ ગુરુ આગળ પોતે સેવેલા દોષોનું કંઈપણ છુપાવ્યા વિના યથાવસ્થિત વર્ણન કરે અને આત્માને શુદ્ધ કરીને દોષોથી મુક્તિ મેળવે. પરંતુ જે શિષ્ય પોતાના દોષો ગુરુને કહેતો નથી કે પછી છુપાવીને અમુક જ વસ્તુ જણાવે, અમુક ન જણાવે તો તેની આલોચના શુદ્ધ થતી નથી. આવી અકૃત આલોચનાવાળા જીવને પાપોથી મુક્તિ મળતી નથી. अदत्ताहार - अदत्ताहार (पुं.) (ચોર, સ્તન, અણદીધું હરણ કરનાર) જિનશાસનમાં જે રીતની શ્રમણની જીવનપદ્ધત્તિ દર્શાવી છે તેવી અપૂર્વકક્ષાની પદ્ધત્તિ કદાચ અન્ય બીજે ક્યાંય નહીં હોય. જેમ કે સ્થાનકમાં ઊતરવા માટે અન્યની પરવાનગી લેવાની વિધિ છે તેમ ભિક્ષા વહોરવા ગયેલા સાધુ પણ ઘરમાં સીધો પ્રવેશ ન કરતાં બહાર ઊભા રહીને મોટેથી ધર્મલાભ બોલે છે અને માલિકની રજામંદી પછી જ અંદર પ્રવેશે છે. આમ કરવાથી બે ફાયદા છે. 1. માલિકને સાધુના વર્તનથી પ્રીતિ ઊપજે અને 2. કોઇને સાધુ પ્રત્યે ચોરની શંકા ન થાય. મલ્મ - મw (ત્રિ.) (પ્રચુર, ઘણું બધું) अदब्भवाह - अदभ्रवाह (त्रि.) (ઘણું બધું વહન કરનાર અશ્વાદિ) અશ્વ, બળદ, ઊંટ, ખચ્ચર, ગધેડો વગેરેને ભારવાહક પ્રાણીઓ કહેવામાં આવે છે. તેઓનો જન્મ જ બીજાઓનો ભાર વહન કરવા માટે થયો હોય છે. તેઓ ઇચ્છે કે ના ઇચ્છે તેમને ભાર વહન કરવો જ પડે છે. કર્મગ્રંથના મતે આની પાછળનું કારણ એક જ છે કે જેઓએ પૂર્વ ભવમાં શુભકર્મનો બંધ કરાવનારા કાર્યો વહન કરવામાં આળસ કરી હોય, ચોરી કરી હોય અથવા બીજા પ્રાણીઓ પર નિર્દયપણે ભાર લાદ્યો હોય તો બીજા ભવમાં આવા જીવો ભારવાહક પ્રાણી તરીકે જન્મ લે છે. ય - મય (ત્રિ.) (નિર્દય, કૂર) શ્રમણ અને શ્રાવકને જ્યાં દયાનો વાસ નથી તેવા ક્રૂર દેશોમાં કે તેવા વ્યક્તિઓ સાથે વસવાટ કે સંગ કરવાની શાસ્ત્ર મનાઈ ફરમાવે છે. કેમ કે તેવા સ્થાનોમાં કે વ્યક્તિઓ સાથે રહેવાથી આત્મામાં રહેલી દયારૂપી વેલડીઓનો કચ્ચરઘાણ વળી જાય છે. આત્મા નિષ્ફરપરિણામવાળો બની જાય છે, જે એક દયાળુ પુરુષ માટે અશોભનીય છે. વનંત - અત્ (ત્રિ.) (નહીં આપતો, નહીં આપતી, નહીં આપતું) અસ - અવ (ત્રિ.) (દશારહિત, દશા વગરનું) 405
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy