SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. આવી ભાષા અને વિભાષાઓની પ્રચુરતા જેમાં હોય તેવા મહાભાષ્યાદિ ગ્રંથો અર્થ-મહાર્થોની ખાણ કહેવાય છે. ૩ીમg? - ૩અર્થમપુર (ત્રિ.). (બીજા લોકોને રૂચિ ઉપજાવનાર અર્થો છે જેના તે) કોઈના પણ હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે વાણીની મધુરતા આવશ્યક અંગ છે. જે વ્યક્તિની વાણીમાં મીઠાશ હોય તે વ્યક્તિ અને તેનો વ્યવહાર સહુને ગમે છે. સાધુનું વચન પણ આવું જ મધુર હોવું જોઇએ. દેશના આપનાર શ્રમણના વચનો એટલા મધુર હોય કે પરમાત્માના પદાર્થો સાંભળનારને જૈનદર્શન અને તેમના શ્રમણધર્મ પ્રત્યે પ્રીતિ થઇ જાય. અસ્થમા - માસીન (ત્રિ.). (બેસતો, સ્મશાનાદિમાં રહેતો) ઇતરધર્મી તાંત્રિક વગેરે સ્મશાનાદિમાં પોતાના હેતુઓની સિદ્ધિ માટે વસવાટ કરતા હોય છે. જ્યારે જિનાજ્ઞા પાલક શ્રમણને પોતાના ભયને દૂર કરવા માટે, ઉપસર્ગો અને પરિષહો પર વિજય મેળવવા માટે તથા કર્મોની નિર્જરાર્થે ગજસુકુમાલ મુનિની જેમ સ્મશાનાદિમાં કાઉસગ્ગ ધ્યાને રહેવાનું વિધાન શાસ્ત્રોમાં કરેલું છે. અસ્થમિગ - અમિત (ત્રિ.) (અત્યંત અસ્ત પામેલ, આથમી ગયેલ સૂર્યાદિ) પ્રાત:કાળે સૂર્યનો ઉદય અને સંધ્યાકાળે અસ્ત તે તેનો નિત્યક્રમ છે. ઉદય પામેલા સૂર્યને સંધ્યા સમયે અસ્ત થવાનું એટલું દુઃખ નથી હોતું જેટલું વધારે દુઃખ તેને ગ્રહણ વખતે થાય છે. કેમ કે ગ્રહણકાળે તેની હયાતી હોવા છતાં તેને અવિદ્યમાન થવું પડે છે તેને તે પોતાની અત્યંત અસ્તતાને સમજે છે. તેવી જ રીતે ભારતીય સંસ્કૃતિની દશા થયેલી છે. પોતાના સંસ્કારો અને ધર્મો હોવા છતાં બાહ્ય સંસ્કૃતિની ઓથે તેનું ગ્રહણ થયેલું છે. જે સંસ્કૃતિપ્રેમીઓને અત્યંત પીડા ઉપજાવનાર છે. अत्थमिओदिय - अस्तमितोदित (त्रि.) (પૂર્વમાં હીન અને ઉત્તરાવસ્થામાં ઋદ્ધિને પામેલી મનુષ્યજાત, જેની પૂર્વાવસ્થા કુલાદિથી હીન હોય અને પછીથી મહત્પદને પામ્યા હોય તે, આથમીને પાછા ઊગ્યા હોય તે) પૂર્વના બાંધેલા અશુભકર્મોના ઉદયે નીચકુલ આદિમાં જન્મ થયો હોય છતાં પણ કોઇ પુણ્યકર્મ વશાત્ જિનશાસનની પ્રાપ્તિ, પ્રવ્રયાની ઉપલબ્ધિ થવી વગેરે ઉત્કૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરવી તે અસ્તમિતોદિત કહેવાય છે. જેમ મેતાર્યમુનિ અશુભકર્મોદયે ચાંડાલકુળમાં ઉત્પન્ન થયા કિંતુ પાછળથી જિનધર્મ, ધ્વજયાં અને કેવલજ્ઞાનરૂપ ઉત્કૃષ્ટ ઋદ્ધિઓને પ્રાપ્ત કરનારા બન્યા. अत्थमियत्थमिय - अस्तमितास्तमित (पुं.) (જની પૂર્વ અને પશ્ચાતુ બન્ને અવસ્થા અશુભ છે તે, કાલસૌરિક કસાઈની જેમ પૂર્વાવસ્થા અને ઉત્તરાવસ્થા બન્ને ખરાબ છે તે). સ્થાનાંગસૂત્રના ચોથા ઠાણાના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, એક તો અશુભ કર્મોદયે નીચકુળમાં ઉત્પત્તિ થઈ હોવાથી જેની પૂર્વાવસ્થા દુષ્ટ છે. તેમાંય પાપકારી પ્રવૃત્તિઓથી કીર્તિ, સમૃદ્ધિ, તેજસ્વીતા વગેરેથી રહિત હોવાથી પરલોકમાં પણ દુર્ગતિ પ્રાપ્ત કરે છે. આથી તેની પશ્ચિમાવસ્થા પણ અસ્ત પામેલા સૂર્ય જેવી હોય છે, જેમ કાલસૌરિક કસાઈ. થારિયા (લે-ત્ર.). (સંખ્યા 2. સખી, બહેનપણી) ઉપમિતિભવપ્રપંચો કથામાં સન્મતિ અને દુર્મતિને જીવની સખી તરીકે ઉલ્લેખિત કરી છે. કેમ કે આ બન્નેમાંથી કોઈ એક તો જીવાત્માની પાસે હોય જ છે. સન્મતિનું કાર્ય છે જીવને સત્યનું દર્શન કરાવવાનું અને દુર્મતિનું કાર્ય છે જીવને હંમેશાં ખોટા માર્ગે લઇ જવાનું. અંતમાં સિદ્ધર્ષિ ગણિ મહારાજ કહે છે કે વિવેકી પુરુષે સન્મતિ જેવી સખીનો સ્વીકાર અને દુર્મતિ સખીનો ત્યાગ કરવો જોઇએ. મસ્થર - માસ્તર (જ.). (આચ્છાદન, ઢાંકનાર 2. ઓછાડ). સંસાર પ્રત્યે નિરપેક્ષ એવા મુનિઓને પણ લોકલજ્જા કહેલી છે. મોક્ષમાર્ગમાં ઉદ્યત શ્રમણને ભલે લોક શું બોલે છે, શું કહે છે એ 39s
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy