________________ અર્થઘA - માઇકુ (7). (અચાનક, પ્રસંગ વગર, કસમય, અવસર સિવાય) ગુજરાતીમાં એક કહેવત છે કે “લગનના ગાણા લગન વખતે જ શોભે' અર્થાતુ લગ્નના ગીતો લગ્નના પ્રસંગે જ ગવાય. તે સિવાય કોઇ ગાય તો તેને આપણે મૂર્ખ ગણીએ છીએ. અકાળે પડેલા વરસાદને પણ લોક મેઘરાજ કહેવાની જગ્યાએ માવઠું કહીને તિરસ્કારે છે. આ વાત સાબિત કરે છે કે, કોઈ પણ વ્યવહાર કે વર્તન તેના પ્રસંગે જ શોભા આપે છે. જેમ કે ધર્મ માટેનો સુઅવસર મનુષ્યભવ છે. अत्थक्कजाया - अकाण्डयाञ्चा (स्त्री.) (અકાળ પ્રાર્થના, પ્રસંગ વગરની માગણી) અડધી રાત્રે પડોશી તમારી પાસે આવીને એક વાટકી ખાંડની માગણી કરે તો સાચું બોલજો તમને તેના પ્રત્યે ચીડ ચડશે કે નહીં? મનમાં થશે કે આ તે કંઈ ટાઇમ છે વસ્તુ માગવાનો? આટલી વ્યવહારિકતા સમજનારા આપણે જયારે ને ત્યારે પરમાત્મા પાસે કંઈને કંઈ માગતા જ ફરીએ છીએ. કોઇ દિવસ એમ નથી થતું કે શું પરમાત્માના દર્શન માત્ર પોતાની માગણીઓ માટે જ છે? ક્યારેય શુદ્ધભાવે માગણી રહિતપણે પ્રભુના દર્શન કર્યા છે? ન કર્યા હોય તો કરો. અભુતપૂર્વ આનંદ અનુભવાશે. अस्थगवेसि (ण) - अर्थगवेषिन् (त्रि.) (ધનનું અન્વેષણ કરનાર, ધનને શોધનાર) અસ્થપાઈ - અર્થT (). (પદાર્થનું જ્ઞાન, પદાર્થનો નિશ્ચય કરવો તે) બૃહત્કલ્પભાષ્યમાં કહેલું છે કે જે રીતે બળદ જયારે ચારો ચરે છે ત્યારે તે સરસ-નીરસનો ભેદ કર્યા વિના બધું ચરી લે છે. ત્યારબાદ એક સ્થાને બેસીને ચારાને સારી રીતે પચાવવા વાગોળતો જાય છે. તેવી રીતે શ્રમણ પ્રથમ ગુરુ પાસેથી સર્વે પ્રકારના સૂત્રોને ગ્રહણ કરે છે અને ત્યાર પછી તે ભણેલા સૂત્રોના સારભૂત પદાર્થોને ચિંતન મનન પૂર્વક આત્મસાત્ કરે છે. અસ્થિ નાથ - મર્થનાત (જ.). (જમીન-પશુ-પંખી-ઘાસ વગેરે પદાર્થોનો સમૂહ, વસ્તુઓનો સંગ્રહ) સમયના તકાજાને જાણનાર કબાડી દરેક પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરે છે. કેમ કે તેને ખબર છે કે કઈ વસ્તુનું કેટલું મહત્ત્વ છે અને કયા સમયે તેનો ઉપયોગ થઇ શકે છે. તેવી રીતે આ જગતમાં જાત જાતના અને ભાત ભાતના જીવો છે. તે દરેકમાં ગુણ-દોષની માત્રા રહેલી જ હોય છે. તેથી જિનશાસન પામેલાને એવી સૂઝ હોય છે કે ભલે અત્યારે તેનામાં દોષ હોય, પણ કાલે કોને ખબર કે એમાંનો કોઈક જીવ તીર્થંકરાદિ નહીં હોય? અર્થાત્ હોઈ શકે છે. આથી તે બધા જીવો સાથે પ્રેમપૂર્વક વર્તે છે. अत्थजुत्ति - अर्थयुक्ति (स्त्री.) (ઉપાદેયરૂપ અર્થ-દ્રવ્યનું સંયોજન). અર્થનોળિ - મર્થકોનિ (સ્ત્રી.) (ધન પ્રાપ્તિના સ્થાન, પૈસા મેળવવાના સામાદિ ઉપાય) સ્થાનાંગસૂત્રના ત્રીજા ઠાણના ત્રીજા ઉદેશામાં કહેવું છે કે, અર્થયોનિ ત્રણ પ્રકારે છે 1. સામ 2. દંડ અને 3. ભેદ અર્થાતુ ધન પ્રાપ્તિ માટેના સામાદિ ત્રણ રસ્તા છે. એ ત્રણ માર્ગથી જીવ ધન પ્રાપ્ત કરી શકે છે. જે વિવેકી પુરુષ છે તે આ ત્રણમાંથી નિર્દોષ અને યોગ્ય માર્ગને જ પસંદ કરે છે. OUT - મર્થન (1) (જ્ઞાનાદિ ગુણોનું અર્જન કરવું તે 2. યાચના, પ્રાર્થના) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેવું છે કે અન્ય આચાર્ય પાસેથી જ્ઞાનાદિ ગુણોનું અર્જન કરવું તે અર્થન કહેવાય છે. પોતાના સમુદાયમાં કોઇ વિશિષ્ટ જ્ઞાની કે ચારિત્રીના અભાવમાં જ્ઞાન-ચારિત્રાદિની પ્રાપ્તિ માટે બીજા ગચ્છના આચાર્યાદિ પાસે જઇને તે ગુણોને મેળવવા જોઇએ. આ એક પ્રકારનો ઉપસંપદા વ્યવહાર છે. 391