________________ अत्तोवणीय - आत्मोपनीत (न.) (પોતાના વડે નિયોજાયેલ, પોતાના ખુદના આત્મા વડે લવાયેલ). શ્રમણે કે ગૃહસ્થ એવું વર્તન ક્યારેય પણ ન કરવું જોઇએ કે જેથી સ્વયં પોતાનું નુકશાન થાય. શાસ્ત્રમાં પિંગલનું દૃષ્ટાંત આવે છે. રાજાએ પિંગલને પૂછયું કે ગામમાં જે તળાવ છે તેને કેવી રીતે જલપ્રચુર રાખી શકાય. પિંગલે જવાબ આપ્યો. મહારાજ ! કોઈ પીળા વર્ણવાળા પુરુષનો બલિ અપાય તો તળાવ જલપ્રચુર રહે. આખા દેશમાં પિંગલ સિવાય પીતવર્ષીય કોઈ નહોતું આથી રાજાએ તેનો જ બલિ આપ્યો. માટે પોતાના ખુદના વડે જ પોતાનું અહિત થાય તેવું વર્તન કરવું જોઈએ નહિ. મા - અર્થ (પુ.). (ધન, સંપત્તિ 2. અભિપ્રાય, મતલબ, સારાંશ 3. યાચવું કે માગવું તે) દશવૈકાલિકસૂત્રની ટીકામાં ધન માટે કહેલું છે કે, ‘fધદ્રવ્યં સુવર્ણ' એકમાત્ર દુઃખની વૃદ્ધિ કરનારા ધનને ધિક્કાર થાઓ. કેમ કે ધન મેળવવામાં દુઃખ, મેળવેલા ધનના રક્ષણમાં દુઃખ, ધનના આયમાં દુઃખ અને તેના વ્યયમાં પણ દુઃખ જ રહેલું છે. આથી અનીતિવર્ધક ધન પાસેથી સુખની અપેક્ષા રાખવી નિરર્થક છે. અર્થ શબ્દના 4, 6 કે 64 અર્થભેદો ટીકાકારે કરેલા છે. રાત (ઈ.) (મેરુ પર્વત 2. આથમેલું, અવિદ્યમાન) *મત્ર (7.) (ફેંકવા યોગ્ય બાણ વગેરે હથિયાર, પ્રહાર કરનાર આયુધ માત્ર) હથિયારના બે પ્રકાર પાડવામાં આવેલા છે 1. અસ્ત્ર અને 2. શસ્ત્ર. દુશ્મનને મારવા માટે જે હથિયારનો ઉપયોગ ફેંકીને કરવામાં આવે તેને અસ્ત્ર કહેવાય છે. ધનુષ્ય, ભાલો વગેરે અને જે હથિયારનો ઉપયોગ ફેંકીને ન કરતા હાથોહાથ પ્રયોગ કરવામાં આવે તેને શસ્ત્ર કહેવાય છે. જેમ કે તલવાર, ગદા વગેરે. Wવામ - મર્યાવકામ (પુ.) (ધનનું જ્ઞાન, ધનપ્રાપ્તિનું જ્ઞાન) ધિંધાય - અતંરાત (ત્રિ.) (અસ્ત પામેલું, આથમી ગયેલું) સુખ-દુઃખ, હર્ષ-શોક, ઉદય-અસ્ત, જન્મ-મરણ આ બધા સતત ફરતા ચક્રો છે. સુખની સાથે દુ:ખ, ઉદયની સાથે અસ્ત અને જન્મ સાથે મરણ રહેલું જ છે. સવારે ઉદય પામેલો સૂર્ય સાંજે અસ્ત થઇ જવાનો છે અને સાંજે અસ્ત પામેલ સૂર્ય ફરી પાછો બીજા દિવસે ઉદિત થવાનો છે. માટે જે વ્યક્તિ જીવનની આ પ્રક્રિયાઓને સ્પષ્ટપણે સમજી લે તેને પોતાના વર્તમાન જીવનથી કોઈ ફરિયાદ રહેતી નથી. અત્યંતર - અ ત્તર (.) (બીજો અર્થ 2. બીજું કારણ 3. અસંબદ્ધ વાક્ય 4. અસત્યનો એક ભેદ). નૈયાયિકો એવું માને છે કે પોતે જે સિદ્ધાંતની સ્થાપના કરી હોય તેની સિદ્ધિ કરી શકે તેવા જ દષ્ટાંતો કે વાક્યનો પ્રયોગ થવો જોઇએ. જો પોતે સ્થાપન કરેલા ઉદેશ્યની સિદ્ધિ માટે પ્રયોગ કરેલા વાક્યથી અસંબદ્ધ વાક્યની રજૂઆત થાય તો તે અર્થાન્તર થઇ જાય છે. તેથી એવા વાક્ય સ્વોદેશ્યની સ્થાપના માટે અયોગ્ય ગણાય છે. अत्यंतरुब्भावणा - अर्थान्तरोद्भावना (स्त्री.) (અસત્યવચનનો એક ભેદ, જેમ કે ઈશ્વર ક્રોધાદિ કષાયવાળા અને પ્રચ્છન્નપાપવાળા આ જગતનો કર્તા છે.) અસ્થgિય - ૩અર્થશાંક્ષિત (ત્રિ.) (ધનમાં આસક્તિવાળો). જો માત્ર ધન-સંપત્તિથી જ જગતનું કલ્યાણ થવાનું હોત તો પ્રભુ વીરે દેવોને આદેશ કરી દીધો હોત કે દરેકના ઘરમાં કરોડો રૂપિયા વર્ષાવો. પરંતુ સર્વજ્ઞ વીરને ખબર હતી કે ધનથી ક્યારેય કોઈનું હિત નથી થવાનું. પૈસાથી તો માત્ર આસક્તિ જ વધવાની છે. 389