________________ अण्णायसील - अज्ञातशील (त्रि.) (પંડિત પણ જેનો સ્વભાવ જાણી ન શકે તે, અબ્રહ્મચારી સ્ત્રી) અજ્ઞાતશીલ એ બ્રહ્મચર્યનો વિરોધી શબ્દ છે. જે સ્ત્રીઓએ બ્રહ્મસ્વરૂપ શીલને અંગીકાર કર્યું નથી અથવા પંડિતો પણ જે નારીના શીલ સ્વભાવને જાણી ન શકે તેવી સ્ત્રીને અજ્ઞાતશીલા કહી છે. અથવા તો કુત્સિત શીલવાળી સ્ત્રીને પણ અજ્ઞાતશીલ કહે છે. अण्णारंभणिवित्ति - अन्यारम्भनिवृत्ति (स्त्री.) (કૃષ્ણાદિ આરંભનો ત્યાગ, ખેતી વગેરે આરંભનો ત્યાગ) જેનો આત્મા સંસારના યથાર્થ સ્વરૂપને જાણી બેઠો છે તેવો આત્મા સંસારને વધારનારા કોઈપણ કાર્યને વિચારીને ત્યાગી દેતો હોય છે. ભગવાનના દશ શ્રાવકો સંસારના ભાવોને પ્રભુ મુખે શ્રવણ કરી યથાતથ્ય જાણી સર્વ આરંભ સમારંભોનો ભલીભાંતિ ત્યાગ કરીને સંવરભાવમાં આવી ગયા હતા. શાસ્ત્રકારોએ પણ ઉપાસકદશાંગમાં તેમના આચાર વિચારોની પ્રશંસા કરી છે. अण्णावएस - अन्यापदेश (पुं.) (આ અનાદિ બીજાનું છે તેમ વ્યપદેશ-કથન કરવું તે, ભિક્ષાદિ સામગ્રી ન આપવાની બુદ્ધિએ આ બીજાનું છે તેમ બહાનું કરવું તે) પોતાને ત્યાં સાધુ મહાત્મા વહોરવા પધાર્યા હોય અને રસોઈઘરમાં ભોજન સામગ્રી પણ તૈયાર હોય છતાં હૃદયમાં વહોરાવવાના ભાવ ન હોય ત્યારે વ્યક્તિ સાધુને ન આપવાની બુદ્ધિથી પ્રેરિત થઈ તેઓ સાંભળે તે રીતે આ તો બીજાનું છે એમ કહી સાધુને વચન વિશ્વાસ પેદા કરાવવાની મૂર્ખામી કરતો હોય છે. શાસ્ત્રો કહે છે કે એ જીવ એવું કુત્ય કરીને ભયંકર અન્તરાય કર્મ બાંધે છે. જાય - વૂત (ત્રિ.) (યુક્ત, સહિત). છાયાવર - ત્રિપુત્ર () (અગ્નિકાપુત્ર નામે એક ખ્યાતનામ જૈન મુનિ) દક્ષિણમથુરાના નિવાસી જયસિંહ નામના વણિકની અગ્નિકા નામક પુત્રી અને દેવદત્તથી થયેલા પુત્રનું નામ અગ્નિકાપુત્ર હતું. તેઓ નાની વયે દીક્ષિત બની ગચ્છાચાર્ય થયા હતા. તેમને પુષ્પચૂલા નામક સાધ્વી આહાર પાણી લાવી આપતાં હતાં. તે સાધ્વી કેવલી બન્યા પછી પણ તેયાવચ્ચ કરતા રહ્યા. આચાર્યશ્રીને ખબર પડતા તેમને પશ્ચાત્તાપ થયો અને અલ્પ સમયમાં ગંગા નદી ઊતરતા અન્તઃકૃત કેવળી બન્યા હતા. તેમનો વિસ્તૃત વૃત્તાન્ત વિવિધ તીર્થકલ્પ અને સંથારગ પન્નામાં પ્રાપ્ત થાય છે. મurt (રેશી-સ્ત્રી.) (દેરાણી 2. પતિની બહેન-નણંદ 3. પિતાની બહેન-ફોઈ) મvy - મત્ત (ત્રિ.). (સ્વભાવ વિભાવનો અજાણ, નિબંધ, મૂખ) જેમ શૂકર - ભૂંડ વિષ્ટામાં જ આનંદે છે તેમ અજ્ઞાની જીવ અજ્ઞાનતામાં જ રાચતો હોય છે. પરંતુ જે આત્મતત્ત્વનો જાણકાર છે, સ્વભાવ વિભાવની વિવેચના કરવામાં નિપુણ છે તેવો જ્ઞાની આત્મા માનસરોવરમાં મહાલતા હંસની જેમ જ્ઞાનમાં રમણતા કરે. છે. મા () ઇT (7) - ચોચ (a.) (અન્યોન્ય, પરસ્પર, એક બીજાનું) अण्णेसणा - अन्वेषणा (स्त्री.) (માર્ગણા-ખોજ 2. પ્રાર્થના 3. ઉપયોગપૂર્વક ભિક્ષાદિ લેવા તે) આપણને ભૂખ લાગે તો શું કરીએ છીએ? ફટ દઈને ખાવાનું લઈ બેસી જઈએ છીએ, ખરું ને! પણ આપણા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને સ્વાધ્યાય કરતા કરતા ભૂખ લાગે ત્યારે તેઓ શું કરે છે તે ખબર છે? તેઓ પોતાની પાસે તો ખાવા પીવાનું કશું જ રાખતા નથી હોતા. તેથી ગોચરીનું અન્વેષણ થાય તે માટે પણ તેમને કડક નિયમો હોય છે. તે પણ 42 પ્રકારના નિયમો. તે બધાનું કડક પાલન કરીને ગોચરી પાણી લાવે અને પછી પણ આપણી જેમ ઝાપટવા ન બેસતા માંડલીના પાંચ નિયમોનું પાલન કરતા રાગ 372.