________________ - અન્યત્ર (અવ્ય.) (બીજે ક્યાંક, છોડીને, વર્જીને, તેના સિવાય) તપનું પ્રત્યાખ્યાન કરનાર તપસ્વીને લીધેલા નિયમનું ફરજીયાતપણે પાલન કરવાનું હોય છે. જો તપમાં જણાવેલા નિયમથી વિપરીત આચરણ કરે તો તપનો ભંગ થયો ગણાય છે વળી તેનાથી પાપકર્મનો બંધ થાય એ તો વધારામાં. છતાં પણ અનંતજ્ઞાની ભગવંતોએ તપમાં સંભવતા દોષોને ધ્યાનમાં રાખીને જે-તે તપમાં અનાભોગ, સહસાત્કાર વગેરે આગારોની છૂટ રાખેલી છે. તે આગારો સિવાયનું વિપરીત આચરણ થાય તો દોષ લાગે છે અને તેનું પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. +મચાઈ (પુ.) (અન્ય રીતે કહેવા યોગ્ય શબ્દ, ભિન્ન પ્રયોજનવાળો પદાર્થ). મન્વર્થ (.). (વ્યુત્પત્તિને અનુસાર થતો અર્થ વિનાનો શબ્દ, અર્થનિરપેક્ષ શબ્દ) વિશેષાવશ્યકભાષ્યમાં અન્તર્થની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, જે શબ્દ વ્યુત્પત્તિના અર્થને અનુસરતો ન હોય અર્થાત્ જે વ્યુત્પન્યાર્થથી નિરપેક્ષ હોય તેને અવર્થ કહેવાય છે. જેમ કે ઇન્દ્રનો અર્થ થાય છે પરમ ઐશ્વર્યયુક્ત દેવોના અધિપતિની પદવીને ભોગવનાર. પરંતુ લોકમાં કોઈ પોતાના પુત્રનું નામ ઇન્દ્રપાડે તો ત્યાં ઇન્દ્રનામ વ્યુત્પત્તિના અર્થને અનુસરતો નથી. આથી બાળકનું પાડેલું ઇન્દ્ર નામ તે અર્થનિરપેક્ષ શબ્દ છે. अण्णत्थगय - अन्यत्रगत (त्रि.) (બીજા સ્થાને ગયેલું, અન્યત્ર ગયેલું) જૈનદર્શનની માન્યતાનુસાર જડ એવા શરીરનું સંચાલન કરનાર આત્મદ્રવ્ય છે. જ્યાં સુધી શરીરમાં આત્મારામ છે ત્યાં સુધી જ શરીરની વિવિધ પ્રક્રિયા ચાલુ રહે છે. જે દિવસે શરીરમાંથી આત્મા બીજે સ્થાને ચાલ્યો જાય છે તે દિવસથી શરીરમાં થનારી પ્રત્યેક પ્રતિક્રિયાઓનો અંત આવી જાય છે. જેમ બીજે સ્થાને ગયેલી વ્યક્તિ તેના અભાવવાળા સ્થાનમાં કોઇ પૂછે તેનો જવાબ મળતો નથી તેમ મૃતશરીરમાં આત્માનો અભાવ હોવાથી તેને ગમે તેટલું બોલાવો તે જવાબ આપતું નથી. अण्णत्थजोग - अन्वर्थयोग (पुं.) (વ્યુત્પત્તિને અનુસાર શબ્દ અને તેના અર્થનો સંબંધ) જે શબ્દનો તેની વ્યુત્પત્તિને અનુસાર અર્થ થતો હોય તેવા શબ્દને અન્તર્થયોગ કહેવાય છે. જેમ કે, " ના રૂપિ ' અહીં પંકજ શબ્દ અને તેનો અર્થ કમલ તે તેની ઉત્પત્તિને આશ્રયીને કરવામાં આવનારી વ્યુત્પત્તિને અનુસરે છે. આવા શબ્દ અને તેના અર્થનો સંબંધ એ અન્વર્જયોગ બને છે. મલ્થિ - મન્વથ (સ્ત્રી.) (અર્થને અનુસાર જે સંજ્ઞા-નામ તે) જે શબ્દ પોતાના અર્થને અનુસરતો હોય તેવા શબ્દને અન્વથ કહેવાય છે. જેમ કે, “મારં રિતિ માર:' અહીં પ્રકાશને આશ્રયીને ભાસ્કર અર્થાત સૂર્ય શબ્દ લોકમાં પ્રવર્તતો દેખાય છે. આવા જેટલા પણ અર્થને અનુસરનાર શબ્દો હોય તે બધા અન્વર્યાની કક્ષામાં આવે છે. મuપાણિ () - મ શન (ત્રિ.) (અયથાસ્થિત પદાર્થને જોનાર, મિથ્યાદર્શી, પરદર્શની, કુતીર્થિક) अण्णदत्तहर - अन्यदत्तहर (पुं.) (અચે આપેલી વસ્તુની વચ્ચેથી ચોરી કરનાર) ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બારમાસીય દુકાળ પડ્યો તે સમયે શ્રમણને ભિક્ષા પણ દુર્લભ બની ગઇ. યાવતુ આચાર્ય ભગવંત માટે પણ ગોચરી મળવી દુષ્કર થવા લાગી. તે સમયે શાસનધુરિ સૂરિજીને બચાવવા માટે એક ભિક્ષુક સાધુએ અંજન પ્રયોગ દ્વારા અદેશ્ય - બનીને રાજા ચંદ્રગુપ્તને આપવામાં આવતું ભોજન વચ્ચેથી જ ગ્રહણ કરીને તે આચાર્ય ભગવંતને વપરાવવા લાગ્યા. આ વાતની 363