________________ अणेगंतप्पग- अनेकान्तात्मक (न.) (અનેકાન્તાત્મક સ્વભાવી વસ્તુ કે પદાર્થ, સત્ અસત્ આદિ અનેક ધર્માત્મક) अणेगंतवाय - अनेकान्तवाद (पुं.)। (સાદ્વાદ, અનેકાન્તવાદ, જૈનોનો મુખ્ય સિદ્ધાંત) જેમાં, પરસ્પર વિરોધ હોય તેવા અનેક ગુણધર્મોનો એક જ વસ્તુમાં સાપેક્ષ દૃષ્ટિએ સ્વીકાર કરવામાં આવે તે અનેકાન્તવાદ, અનેકાન્તવાદ ક્યારેય પણ કોઈ એક ગુણને લઈને વસ્તુના એકાન્ત સ્વરૂપને માનતો નથી, પરંતુ તેને અનંત ગુણાત્મક માનીને તેના અનેક સ્વરૂપને સ્વીકારે છે. પિતા, પુત્ર, ભાઈ, દાદા, નાના, પૌત્ર, કાકા, મામા, ભાણેજ, ભત્રીજો આદિ અનેક ગુણોને એક જ પુરુષમાં તે સાપેક્ષપણે સ્વીકારે છે. કોઈપણ વસ્તુના માત્ર એક ગુણને ગ્રહણ નહીં કરતાં તેના સત, અસત આદિ ગુણધર્મોને માને છે. ત્રણે જગતમાં અનેકાન્તવાદ ત્રિકાળજથી વર્તે છે. अणेगकोडि - अनेककोटि (त्रि.) (અનેક કરોડ ધન અથવા કુટુંબીજનોની સંખ્યા જેની પાસે છે તે) માત્ર અત્યારે જ તાતા, બિરલા, અંબાણી જેવા અરબોપતિઓ છે એવું નથી. પૂર્વના કાળમાં પણ એવા કોટ્યાધિપતિ શ્રેષ્ઠીઓ હતા. ફરક માત્ર એટલો છે કે, અત્યારના ધનાઢ્યોનો પૈસો પ્રાયઃ મોજ-શોખ પાછળ જ જાય છે. જયારે પૂર્વેના ધનપતિઓનો પૈસો અનેક કરોડોની સંખ્યામાં જિનાલયો, મંદિરો કે દેશરક્ષા વગેરે સત્કાર્યોમાં વપરાતો હતો. રાણકપુર, આબુ-દેલવાડાના દેહરાઓ, જગડૂશા, ભામાશાનો લોકપ્રસિદ્ધ ઇતિહાસ તેના જીવંત ઉદાહરણો ગણી શકાય છે. અને વરિય - સાક્ષરિવા (જ.). (અનેક અક્ષરોથી બનેલું, અનેકાક્ષરોવાળું) શાસ્ત્રોની રચના બે રીતે થતી હોય છે 1. અલ્પાક્ષરી (સૂત્રાત્મક) અને 2. અનેકાક્ષરી (ભાષ્ય-વિવેચનાત્મક) કેટલાક ગ્રંથકારો ગ્રંથની વિષય વસ્તુને તત્ત્વાર્થસૂત્રની જેમ બહુ થોડા શબ્દોમાં કહેતા હતા, પરંતુ તેના અર્થો વિસ્તૃત થતા હતાં. જયારે કેટલાક ગ્રંથો દષ્ટિવાદની જેમ અક્ષરવિન્યાસની દૃષ્ટિએ પણ મહાકાય રહેતા હતાં. તેવા ગ્રંથો અનેકાક્ષરી અર્થાત વિશાળકાય કહેવાતા હતા. મોરાઉંડી - મનેaઉડી (ત્રી.). (જેમાંથી બહાર નીકળવાની અનેક છીંડી-બારીઓ હોય તેવી નગરી, ગુપ્ત દ્વારોવાળી નગરી) ભારતવર્ષમાં રાજાશાહી કાળમાં બીજાનું રાજ્ય પડાવી લેવાની લાલસાથી અનેક યુદ્ધો થતાં હતાં. આથી એક રાજાને બીજા દુશમન રાજાથી સતત ભય રહેતો હતો. કેમ કે ક્યારે દુશ્મન રાજા ચઢાઈ કરી બેસે તે કહી ન શકાય. માટે રાજાઓ આપત્તિકાળે પોતાની પ્રજા, કુટુંબ અને જાતને બચાવવા માટે નગરની બહાર નીકળવા માટે અનેક ગુપ્ત દ્વારો, ભોંયરાઓ, બારીઓ મૂકાવતા હતા. જેથી તેઓ કોઇની નજરમાં આવ્યા વિના ચૂપચાપ ત્યાંથી પલાયન થઇ શકે. अणेगखंभसयसण्णिविट्ठ- अनेकस्तम्भशतसन्निविष्ट (त्रि.) (અનેક સ્તંભોથી બનેલ, સેંકડો સ્તંભો છે જેમાં તે) શેઠધરણાશાએ રાણકપુરમાં નયનરમ્ય મનોહર નલિની ગુલ્મ વિમાન તુલ્ય જિનાલયનું નિર્માણ કરેલું છે. આ જિનાલયમાં કલાકૃતિ સભર સેંકડો સ્તંભો મૂકવામાં આવ્યા છે અને આ જિનાલયની ખાસિયત એ છે કે, તમે કોઇપણ થાંભલા પાસે ઊભા રહી ચારે દિશામાં જોશો તો પણ તમને વીતરાગ પરમાત્માના દર્શન થશે થશે અને થશે જ. અહો! કેવી અદૂભૂત સંરચના. अणेगगुणजाणय - अनेकगुणज्ञायक (त्रि.) (અનેક ગુણ-દોષના જ્ઞાતા). ઓઘનિર્યુક્તિ શાસ્ત્રમાં ગચ્છને સમુદ્રની ઉપમા આપવામાં આવેલી છે. જેમ દરિયામાં સૌમ્ય અને ભયાનક બન્ને પ્રકારના પ્રાણીઓ વસે છે તેમ સમુદાયમાં ગુણવાનું અને દોષવાળા એમ બન્ને પ્રકારના જીવો હોય છે. શાસ્ત્રાધ્યયનથી પંડિત કક્ષાએ પહોંચેલા ગીતાર્થ શ્રમણો સમુદાયગત આત્માઓમાં રહેલા અનેક ગુણ-દોષોને જાણતા હોવા છતાં તેમના પ્રત્યે રાગ કે રોષ કર્યા વિના તેમને સારણા વારણા ચોયણા દ્વારા ગુણાનુરાગી કે ગુણવાન બનાવે છે. 350