________________ अणुविवाग - अनुविपाक (पुं.) (કર્મવિપાકના અનુરૂપ, કર્મ પ્રમાણે તેનું ફળ) બે પ્રકારના લોકો આ દુનિયામાં દેખાઈ રહ્યા છે. 1. આર્થિક રીતે સુખી, સંપન્ન તથા સંસ્કારી પરિવારમાં જન્મ પામેલી વ્યક્તિઓ જેમને દરેક અનુકુળતા સહજ રીતે જ પ્રાપ્ત થાય છે તેવી અને 2. સખત મહેનત કર્યા પછી પણ માંડ-માંડ પરિવારની આવશ્યકતા પૂર્તિ થાય છે એવી. જેમને ઘણી વખત ત્રણ સાંધતા તેર તૂટે એવી પરિસ્થિતિ હોય છે. આ બન્ને વચ્ચેના તફાવતનું કારણ છે તેમણે પૂર્વે બાંધેલા કર્મો. જીવ જેવા કર્મ કરે છે, જેવા વિચાર કરે છે ભવિષ્યમાં તદનુસાર જ તેને ફળ પ્રાપ્ત થાય છે. अणुसंगई - अणुसङ्गति (स्त्री.) (આકાશાદિ દ્રવ્યનો પરમાણુ સાથેનો સંયોગ) अणुसंचरंत - अनुसञ्चरत् (त्रि.) (પાછળ ચાલતો 2. ભટકતો, પરિભ્રમણ કરતો) આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે જે જીવો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ગૃદ્ધ થઈ તેને ભોગવવામાં જ સારપણું માની આસક્તિપૂર્વક તેમાં નિમગ્ન રહે છે તેવા આત્માઓ ચારગતિમય સંસારને વિષે અનેકવિધ ભવોમાં દુ:ખો ભોગવતા થકા આથડ્યા જ કરે છે. અનુસંધાન - મનુસખ્યાન (જ.). (બુદ્ધિથી ગ્રહણ કરવું તે 2. પૂર્વાપરને મેળવવું તે 3. શોધ, ગષણા 4. વિચાર, ચિન્તન) આપણે ગુરુ ભગવંતો પાસે વિનયપૂર્વક વ્યાખ્યાન શ્રવણ કરીએ છીએ તેને તથા મહર્ષિઓએ આપણા જેવા બાળજીવો ઉપર કરુણા કરીને રચેલા શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ તેને ભગવાનની વાણી કહીએ છીએ. તે કઈ રીતે ? શું હાલ વિચરતાં શ્રમણ ભગવંતોએ તીર્થંકરદેવ પાસેથી સાંભળ્યું કે, શાસ્ત્રોના રચનાર મહર્ષિઓએ ભગવાન પાસે સાંભળ્યું છે? ઉત્તર “ના” આવશે. કિંતુ આ વાણી કે આ જ્ઞાન તીર્થકર ભગવંતોએ ગણધરાદિ મહાપુરુષોને આપ્યું, તેઓએ તેમના શિષ્યોને આપ્યું એમ પરંપરાથી તીર્થંકરભગવંતે ઉપદેશેલી વાણી આપણા સુધી પહોંચી અને આપણે આજે તેનું શ્રવણ અધ્યયન કરીએ છીએ. મ ધયું (વે) (સતત હિચકી, અવિરામ હેડકી આવવી તે) અસંવેયન - મનુસંવેવન (જ.) (પછીથી વેદવું તે 2. અનુભાવવું તે) આપણે ક્યારેક કોઈક કાર્યમાં મશગૂલ થઈ ગયા હોઈએ ત્યારે કંઈ સંવેદન થાય કે કંઈ વાગે તો ઘણી વખત તેની ખબર પડતી નથી. પછી જ્યારે વેદન-ઉપયોગ–અનુભવ થતા આપણને ખ્યાલ આવે કે, આ વાગ્યું છે. શાસ્ત્રોમાં તેને અનુસંવેદન કહેલ છે. અનુસંસરી - મનુi૨T () (ગમન કરવું તે, ભ્રમણ કરવું તે 2. સ્મરણ કરવું તે) જ્યાં સુધી જીવને સાચી સમજણ પ્રાપ્ત થતી નથી, સત્ય શું છે? તેની ખબર પડતી નથી, ત્યાં સુધી અજ્ઞાનના અંધારામાં દિશાહીન બનીને આમ-તેમ બસ ભટક્યા જ કરે છે. જયારે તેને સાચી સમજણ પ્રાપ્ત થાય છે, સત્ય તત્ત્વનો બોધ થાય છે તે પછી જીવ તેમાં પ્રવૃત્તિશીલ થાય છે. જ્ઞાનીઓ કહે છે કે ત્યારપછીથી સંપૂર્ણ આનંદનું સ્થાન-મોક્ષ પ્રાપ્ત કરવા માટેની યાત્રાનો પ્રારંભ થાય છે. अणुसज्जणा - अनुसज्जना (स्त्री.) (અનુસરણ, અનુવર્તન) સત્યની તાલાવેલી જાગે પછી વ્યક્તિને શાસ્ત્રોનું ક્રમશઃ અધ્યયન કરવા તથા શાસ્ત્રોક્ત સારભૂત પદાર્થો વિષે ચિંતન, મનન કરી આત્માને ભાવિત કરવાની પ્રવૃત્તિ થાય છે. પરંતુ જે ભણી શક્યો નથી કે ભણી શકે તેવી શક્તિ કે અનુકૂળતા નથી તેવો અજ્ઞાની જીવ પણ જો ગુરુ ભગવંત ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને તેમની આજ્ઞાને અનુસરે તો તે જીવનો બેડો પાર થઈ જાય એ નિઃશંક છે. अणुसज्जिज्जत्था - अनुषक्तवत् (त्रि.) (કાળ પરંપરાથી ચાલ્યું આવેલું, પૂર્વકાળથી કાળાન્તરમાં અનુવર્તન પામી આવેલું)