________________ પુસ્તકોને બાળીને બનાવી હતી. પરંતુ આપણા પૂર્વજોની અગમચેતીથી અને આપણા સદ્દભાગ્યે અગ્નિ વગેરેથી નાશ ન પામેલા કેટલાંય હસ્તપ્રત-ગ્રંથો આપણી પાસે છે. આ હકીકત છે કે આર્યપ્રજાને પોતાની સંસ્કૃતિ અને શ્રુતજ્ઞાન પ્રાણથી પણ પ્રિય છે. अणुवहयविहि - अनुपहतविधि (पुं.) (ગુરુને પૂછીને અન્યને આપવું તે, અન્યમતે ગુરુને પૂછ્યા વિના અન્યને આપવું તે) પ્રવજ્યા ગ્રહણ કર્યા બાદ શિષ્યના તન-મન અને જીવન પર ગુરુનો અધિકાર હોય છે. શિષ્યની કોઇપણ પ્રવૃત્તિ કે વિચાર ગુરુની જાણ બહાર હોતો નથી. યાવતુ શ્વાસોશ્વાસ પણ ગુરુની અનુમતિ લઇને લેવાનો હોય છે. આથી ગુરુએ શિષ્યને જે કોઇપણ વસ્તુ આપી હોય તેને જો અન્યને આપવાનો પ્રસંગ આવે તો તે ગુરુને પૂછીને જ આપવાનું શાસ્ત્રીય વિધાન છે. આ આચારને અનુપહિતવિધિ કહે છે. અન્યમતે ગુરુને જણાવ્યા વિના અન્યને આપે તો અનુપહતવિધિ છે. મyવહાણ - અનુપદાસ (ત્રિ.) (ઉપહાસરહિત, કોઇની મશ્કરી ન કરનાર) જે પરમાત્માના સાધુવેશને પામેલા છે તેવા શ્રમણો ધીર, ગંભીર અને પ્રસન્ન ચિત્તવાળા હોય છે. તેઓ ક્યારેય પણ કુમારાવસ્થાને ઉચિત અને હાસ્યમોહનીયકર્મનો બંધ કરાવનાર ઠઠ્ઠા-મશ્કરી કરનારા હોતા નથી. તેઓ અન્યને કોઈ દિવસ મજાકનું પાત્ર બનાવતા નથી. પછી તે સચિત્ત હોય કે અચિત્ત પદાર્થ હોય. હાસ્યને જૈનદર્શનમાં મોહનીયકર્મનો એક ભેદ માનેલો છે. મહુવઘુમા (રેશા-ત્રી.) (નવવધૂ, નવોઢા) લગ્નની પ્રથમ રાત્રિએ જ જંબૂકુમાર અને તેમની આઠેય નવોઢા કન્યા વચ્ચે રાગ અને વૈરાગનું યુદ્ધ ચાલ્યું. આઠેય નવપરિણીતાઓ જંબૂકુમારને એક-એક કથા કહીને સંસારમાં રહેવા માટે મનાવી રહી હતી અને જંબૂકુમાર તેની સામે જવાબરૂપે બીજી કથા કહીને સંયમ લેવા જેવો છે તે સમજાવતા હતા. અંતે વિજય વૈરાગ્યનો થયો અને આઠેય નવવધૂઓ મહેંદીના રંગમાં રંગાય તે પહેલા જ જંબુસ્વામીએ તેમને સંયમના રંગમાં રંગી દીધા. કોટી કોટી વંદન હોજો ચરમકેવલી બૂસ્વામીને ! ગુવા () - મનુપાતિનું (ત્રિ.) (અનુસરણ કરનાર 2. યોગ્ય 3. અનુવાદ કરનાર) જ્યારે ભગવાન નેમિનાથ મનમાં હજારો કોડ સજાવીને બેઠેલી રાજકન્યા રાજિમતીને છોડીને ચાલ્યા ગયા. તે સમયે તેમની સખીઓ તેમને આશ્વાસન આપતાં કહેવા લાગી, “રાજિમતી તમે ચિંતા ન કરો. અમે તમારા માટે આનાથી પણ વધારે સારા વર ગોતી લાવશું.” ત્યારે રાજુલે કાન પર હાથ મૂકીને કહ્યું કે, તમારા પાપી વચનો બંધ કરો.” મેં એકવાર મનથી નેમિકુમારને મારા પતિ માની લીધા છે. હવે આ ભવમાં તો બીજા લગ્ન સંભવ નથી જ અને ભારતીય નારી પતિ જે માર્ગે જાય તે જ માર્ગે તેમનું અનુસરણ કરે છે. માટે હું પણ નેમિકુમાર જે માર્ગે ગયા છે તે માર્ગને જ અનુસરીશ. મહુવાક્ય - ૩નુપાય (ત્રિ.). (હય, અનુપાદેય, ગ્રહણ નહીં કરવા યોગ્ય) સમસ્ત લોકનો વિસ્તાર કુલ નવતત્ત્વમાં સમાવેશ પામે છે. આ નવતત્ત્વમાં કેટલાક ભાવો હેય અર્થાત્ ત્યજવા યોગ્ય છે. કારણ કે તેના કારણે જીવ દુઃખોની પરંપરાથી બંધાય છે. જો તે હેયપદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો જીવ શાશ્વત સુખ પામી શકે છે. તે હેય તત્ત્વો છે પાપ, આશ્રવ, બંધ અને અપેક્ષાએ સાંસારિક પુણ્ય પણ. અનુવાદ - અનુપાન (ત્રિ.) (પગરખાંને ધારણ નહીં કરનાર, જૂતાં વગરનું) મહુવા - અનુતાપ () (સંયોગ 2. આગમન) જેના દ્વારા બે દ્રવ્યો વચ્ચે જોડાણ સધાય તેને સંયોગ કહેવામાં આવે છે. આ સંયોગ બે પ્રકારના માનેલા છે. 1. બાહ્ય અને 2. અત્યંતર. ધન, વૈભવ, પત્ની, પુત્ર વગેરે સાથે મમત્વભાવથી જોડાણ તે બાહ્ય સંયોગ છે અને રાગ-દ્વેષ, મોહ દ્વારા કર્મો સાથેનું 340