________________ अणुवरयकायकिरिया - अनुपरतकायक्रिया (स्त्री.) (કાયિકીક્રિયાનો એક ભેદ) નવતત્ત્વ પ્રકરણમાં જણાવ્યું છે કે, મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિ કરવાથી જે કર્મબંધ થાય છે તેને ક્રિયા કહે છે. આવી કુલ પચ્ચીસ સાવદ્ય ક્રિયા બતાવવામાં આવેલી છે. તે પચ્ચીસક્રિયામાંનો એક ભેદ છે અનુપરતકામક્રિયા. શરીર જેટલું વધારે હલનચલન કરે તેમ જીવોની હિંસા વધુ થાય છે અને શરીરને અવિરતપણે પ્રવૃત્ત કરવાથી કર્મબંધ પણ વધુ થાય છે. આથી શ્રમણો અને શ્રમણીઓ શક્ય એટલી ઓછી પ્રવૃત્તિ કરે છે. તે કારણે જ તેઓ કાયાને પણ સંગોપીને રાખે છે. अणुवरयदंड - अनुपरतदण्ड (.) (ત્રણયોગના દંડથી નિવૃત્ત ન થયેલું) જીવ જ્યારે શુભ મન-વચન-કાયામાં પ્રવર્તે છે ત્યારે તે ત્રણેય યોગ બને છે અને જીવને ઉન્નતિ તરફ લઇ જાય છે. પરંતુ જ્યારે તે અશુભ મન-વચન-કાયામાં પ્રવર્તે છે ત્યારે તે ત્રણેય દંડ બને છે અને જીવ અધોગતિ તરફ ધકેલાય છે. જે જીવ હજુ સુધી ત્રણ દંડથી નિવૃત્ત નથી થયો તે ક્યારેય પણ વિકાસ તરફ વધી શકવાનો નથી. કેમ કે વારંવાર કાદવમાં પડવાથી ક્યારેય ચોખ્ખા થવાતું નથી. अणुवरोह - अनुपरोध (पुं.) (અવ્યાપાદન, અપ્રતિષેધ, નહિ અટકાવેલું 2. નહીં ઢાંકેલું) પૂર્વના કાળે દરેક લોકો વડીલોની છત્રછાયામાં રહેતા હતા. કેમ કે તેમને ખબર હતી કે, અમે કોઇ ખોટું કામ કરતા હોઇશું તો વડીલો જ સાચા રસ્તે લાવશે, ખોટા માર્ગે જતાં અટકાવશે. આજના લોકોને ઘરમાં વડીલો ખંટાતા નથી. તેનું પ્રત્યક્ષ પરિણામ છે ઘરડાંઘર. વર્તમાન સમયમાં જે ઘરેલું સમસ્યાઓ વધી છે તેની પાછળ કારણ છે કે, નાનાઓને સાચા રસ્તે લાવનાર એક પણ વડીલ ઘરમાં નથી અને છે તો તેમનું કાંઈ ચાલતું નથી. મધુવનંદ્ધિ - અનુપસ્થિ (સ્ત્રી.) (પ્રાપ્તિનો અભાવ, લાભનો અભાવ 2. અપ્રત્યક્ષ) વિશેષાવશ્યકભાષ્ય તથા આવશ્યકચૂર્ણિ આદિ ગ્રંથોમાં અનુપલબ્ધિ બે પ્રકારની કહેલી છે. 1. અસતુ અનુપલબ્ધિ અને 2. સતુ અનુપલબ્ધિ. પ્રથમ પ્રકારમાં જે વસ્તુ જગતમાં છે જ નહીં તેની પ્રાપ્તિ થવાની પણ નથી જેમ કે ગધેડાને માથે શિંગડા. આ વસ્તુ અસતું છે માટે તે કોઇ દિવસ ઉપલબ્ધ પણ નથી થવાની. જયારે બીજા પ્રકારમાં વસ્તુ હોવા છતાં તે દૂર અથવા અત્યંત સૂક્ષ્મ હોવાથી પ્રત્યક્ષ ન હોય તે. જેમ કે સ્વર્ગ, પરમાણુ વગેરે છે ખરા પરંતુ તે પ્રત્યક્ષ નથી. વિશેષાવશ્યકભાષ્યમાં આવી 21 પ્રકારની અસત્ અનુપલબ્ધિ બતાવવામાં આવેલી છે. अणुवलब्भमाण - अनुपलभ्यमान (त्रि.) (ઉપલબ્ધ ન થતું, અપ્રત્યક્ષ થતું, જે જાણવામાં નહીં આવતું, અદશ્યમાન) શરીરમાં તાવ આવે તો તેને માપવા માટે ડૉક્ટરોનું થર્મોમીટર હોય છે. તેનાથી તમે માપી શકો છો કે તાવ કેટલા ડિગ્રી છે. વર્તમાન કાળમાં કેવલી ભગવંતનો અભાવ હોવાથી આપણો આત્મા ભવ્ય છે કે અભવ્ય તે પ્રત્યક્ષ જાણી શકાતું નથી. પરંતુ શાસ્ત્રોમાં કહેલી કેટલીક વાતોથી આપણે ભવ્ય છીએ કે અભવ્યતે જાણી શકાય છે. તેમાંની એક વાત છે કે જે સિદ્ધાચલની સ્પર્શના કરે તે જીવ ભવ્ય જાણવો કેમ કે અભવ્ય કે ભારેકર્મી જીવ માટે એ સદ્ભાગ્ય ઉપલબ્ધ નથી થતું. अणुववायकारग - अनुपपातकारक (त्रि.) (ગુવદિની સમીપે ન બેસનારો, ગુરુના આદેશના ભયથી દૂર રહેનાર) ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં કહેલું છે કે, કેટલાક જીવો સદનુષ્ઠાનને આચરવા માટે કાયર હોય છે. તેથી જો ગુરુ ભગવંતની પાસે રહે તો ગુરુના આદેશથી કાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે. માટે ગુરુના આદેશના ભયથી તેમનાથી દૂર દૂર બેસતા હોય છે. તેઓ ગુરુની સમીપમાં આવવાથી ડરતા હોય છે. એવા જીવોને અનુપાતકારક એવા નામથી શાસ્ત્રકારો જાણે છે. अणुवसंत - अनुपशान्त (त्रि.) (સંકષાયી, જેનો કષાય હજુ શાન્ત નથી થયો તે, કુદ્ધ, અશાંત) 338