________________ સેવા કરનાર શ્રમણો અનુપરિહારી કહેવાય છે. બીજી રીતે ઉત્તરસાધક પણ કહેવામાં આવે છે. તેઓ આ તપ કરનાર સાધુની પરિચય કરીને તેમના તપમાં વિશેષ પ્રકારે સહાય કરતા હોય છે. પવિલંત - અનુકવિ (ત્રિ.) (પાછળથી પ્રવેશ કરતો 2. ચરકાદિ સંન્યાસીઓના ભિક્ષાટન પછી ભિક્ષાર્થે પ્રવેશ કરતો) સંયમારાધનામાં ઉદ્યત સંવેગી સાધુઓ વિવિધ પ્રકારના અભિગ્રહોને ધારણ કરીને શરીરને કષ્ટ આપવા દ્વારા આત્મા પર લાગેલા કર્મોને હટાવતા હોય છે. આયંબિલાદિ વિશિષ્ટતા હોવા છતાં પણ કેટલાક સાધુઓ ભિક્ષાનો સમય વીતી ગયો હોય અને બધે ચૂલા બંધ થઇ ગયા હોય, ત્યારબાદ ભિક્ષા લેવા જવાના અભિગ્રહવાળા હોય છે. ધન્ય છે આવા ઘોર અભિગ્રહોને ધારણ કરનાર શ્રમણ ભગવંતોને. આવા આશ્ચર્યો જિનશાસનમાં જ જોવા મળે અન્યત્ર નહિ. મyપવિતા - () પ્રવિણ્ય ( વ્ય.) (અનુકૂળ રીતે પ્રવેશ કરીને, થોડુંક પ્રવેશીને) માપવેસ - સ (T) પ્રવેશ (કું.) (અનુકૂળ અથવા અલ્પ પ્રવેશ, અંદર જવું તે, પ્રવેશ) મyપસિ () - અનુશન (ઈ.) (પર્યાલોચક, શુભાશુભ કર્મ અને તેના પરિણામને જોવાવાળો, વિવેચક, દીર્ઘદ્રષ્ટા) જ્ઞાનસારગ્રંથમાં કહેલું છે કે, જે જીવો મૂઢદષ્ટિવાળા હોય છે તેઓ કર્મપરિણામના ભોગવટા સમયે આકુળ-વ્યાકુળ થઈ જતા હોય છે. પરંતુ જેઓ શુભાશુભ કર્મને અને તેના પરિણામોને જોનારા છે જાણનારા છે તેવા સમ્યગ્દષ્ટિ આત્માઓ કર્મ ભોગવવાના સમયે પોતાના આત્માને દષ્ટાભાવે રાખીને ઉપશમરસમાં ન્હાતા હોય છે. માગુપરિક્ષય - મનુશ્ય ( વ્ય.) (પર્યાલોચના કરીને, વિચારીને). એકવાર આગનો સ્પર્શ કરીને તેનો અનુભવ મેળવ્યા પછી પુનઃ અગ્નિને સ્પર્શવાનો સમય આવે ત્યારે અનુભવી વ્યક્તિ પૂર્વના પ્રસંગની પર્યાલોચના કરીને તે જ કાર્યમાં ફરી પ્રવૃત્ત થવું કે નહીં તે નક્કી કરે છે. તેમ સ્થિતપ્રજ્ઞ પુરુષ પાપોદયે ભોગવેલા અશુભ પરિણામોની વિવેચના કરીને પુનઃ પાપપ્રવૃત્તિમાં પ્રવર્તવું કે નહીં તેનો નિર્ણય કરતા હોય છે. અર્થાતુ પ્રવર્તન કરતા નથી. પશુપા - અનુBIT (ત્રિ.) (સૂક્ષ્મજંતુઓથી યુક્ત) વર્ષાકાળમાં સાધુઓને વિહારનો નિષેધ કરવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે, સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રતના ધારક શ્રમણોને હિંસા કરવી કલ્પતી નથી. જ્યારે વરસાદના સમયમાં ચારેય બાજુ સૂક્ષ્મ અને બાદર જીવોની ઉત્પત્તિ વધી જતી હોય છે. તમામ રસ્તાઓ સૂક્ષ્મજંતુઓથી યુક્ત હોય છે. આથી જીવદયાપાલક મુનિને વિહાર માટે માર્ગદુર્ગમ બની જાય છે. આપા (વા) વિશ્વરિયા - અનુપાતશિયા (રુ.). (પ્રમત્તસંયમી જીવોની વિનાશાત્મક ક્રિયાનો એક ભેદ) સંસારના વાઘા ઉતારીને સર્વવિરતિધર બન્યા બાદ છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજમાન મુનિવરની એક નવી જીવનયાત્રા શરૂ થાય છે. તેમાં ક્ષણે ક્ષણે કર્મોનો સામનો કરવો પડતો હોય છે. દેશની સરહદ પર કેવી રીતે સૈનિક સતત સતર્ક રહે છે તેમ તેઓને કર્મના મારાથી બચવા માટે આત્માને સતત જાગ્રત રાખવો પડે છે. જે સાધુ પ્રમાદી બનીને કર્મપરવશપણે સંયમજીવનને ઘાત કરનારી ક્રિયા આચરે છે તે બીજાનો દ્રોહ તો પછી કરે છે સર્વપ્રથમ તે આત્મદ્રોહ કરે છે. અપશુપા (વા) ય - અનુપાતન (.) (ઉતારવું તે 2. ગ્રંથની પ્રસ્તાવના 3. ભાષાંતર) એક બાદ પોતાના બાળકને લઇને ગાંધીજી પાસે આવી અને કહેવા લાગી. બાપુ! આ છોકરો ગોળ બહુ ખાય છે તેને ગોળ ન ખાવાનો નિયમ આપી દો. બાપુએ કહ્યું બહેન ત્રણ દિવસ પછી આવજો. ત્રણ દિવસ બાદ જ્યારે બાઈ પોતાના બાળકને લઈ પાછી | 317