________________ પ્રસર્યા કે મિથ્યાત્વનું અર્થાત્ અજ્ઞાનતારૂપી અંધકાર ભેદાયું જ સમજો . अणुदयबंधुक्किट्ठा - अनुदयबन्धोत्कृष्टा (स्त्री.) (વિપાકોદયના અભાવમાં બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સત્કર્મની પ્રાપ્તિ થાય તેવી કર્મપ્રકૃતિ વિશેષ) કર્મગ્રંથકાર લખે છે કે, શુભ ધ્યાનમાં વર્તતો જીવ પ્રતિપળ શુભ કર્મોનો અનુબંધ કરતો હોય છે. આવા શુભધ્યાનમગ્ન જીવે બાંધેલા તે કર્મનો હજી ઉદય નથી આવ્યો તેવા અનુદય કાળે તે સદ્વિચારાદિથી તેને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા શુભકર્મની પ્રાપ્તિ થાય છે. આ કર્મપ્રકૃતિઓને અનુદયબંધોસ્કૃષ્ટા કહેવાય છે. મyવયવ - અવયવતી (ત્રી.) (ઉદયમાં નહીં આવેલી તે નામક કર્મપ્રકૃતિ વિશેષ) જે કર્મપ્રકૃતિના દલિકોને ચરમ સમયે અન્યપ્રકૃતિમાં સ્તિબુક સંક્રમવડે સંક્રમાવીને ઉદયમાં લાવ્યા વિના તે જ અન્ય પ્રકૃતિના વ્યપદેશથી ભોગવવામાં આવે તેવી ઉદયમાં નહીં આવેલી પ્રકૃતિઓને પંચસંગ્રહ ગ્રંથના ત્રીજા દ્વારમાં અનુદયવતી કહી છે. अणुदयसंकमुक्किट्ठा - अनुदयसंक्रमोत्कृष्टा (स्त्री.) (જેના અનુદયના સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય તે કર્મપ્રકૃતિ વિશેષ) अणुदरंभरि - अनुदरंभरि (पुं.) (સ્વાર્થરહિત, એકલપેટું નહીં તે). સ્વાર્થ અને સંસાર એ બન્ને એક બીજાના પર્યાય છે. સંસારની પ્રત્યેક પ્રવૃત્તિ સ્વાર્થથી ખદબદતી હોય છે. ત્યાં નિઃસ્વાર્થની અપેક્ષા ઠગારી છે. એક માત્ર શ્રમણો જ નિઃસ્વાર્થભાવે માત્રને માત્ર લોકહિત કાજે આ પૃથ્વી પર વિચરતા હોય છે. આથી જ તો સ્તવનમાં કહેવાયું છે. “રૂડી નહીં છાયા રે આ સંસારની, સાચી એક માયા રે શ્રીજિનઅણગારની”. મya (1) (ક્ષણરહિત, અસમય) દરેક વ્યક્તિ ભવિષ્યના સોનેરી સોણલાઓની કલ્પના કરતો હોય છે. ગાડી, બંગલો, પૈસો, ઘરેણાં, કપડાં અધધધ એક મુખે કહી ન શકાય તેવા સપનાઓની પરિકલ્પનાઓ કરતો હોય છે. તે વિચારતો હોય છે કોક દિ' એવો આવશે જ્યારે હું પણ આ બધી ભોગ ઋદ્ધિઓ ભોગવતો હોઈશ. પરંતુ શાંતિની પળોમાં એવી કલ્પના તો કરો કે, અચાનક ભૂકંપ આવી ગયો અને મૃત્યુઆંકમાં મારો પણ નંબર આવી ગયો તો મારી પાસે એવું કોઇ ભાથું છે ખરું કે જેથી પરભવની સુંદર સવાર જોઇ શકું? જો ન હોય તો આજથી જ એ દિશાનો પ્રયત્ન શરૂ કરી દો. મનુHIT - અનુવહત (ત્રિ.) (સ્વાભાવિક રીતે પછીથી બાળતું, પાછળથી બળતું) દ્વેષ કરતાં પણ રાગને અતિઘાતક ગણવામાં આવ્યો છે. પછી તે પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત. દ્વેષની પક્કડ જેટલી મજબૂત નથી હોથી તેનાથી અનેકઘણી મજબુત પક્કડ રાગની હોય છે. રાગનો સ્વભાવ છે કે તે જ્યાં વાસ કરે છે તે અંતઃકરણને દુઃખના દાવાનળથી બાળતો અધોગતિ તરફ લઇ જાય છે. જ્યાં સુધી અપ્રશસ્ત રાગનું નિવારણ નથી થયું ત્યાં સુધી પ્રશસ્ત રાગ સ્વીકાર્ય છે. પરંતુ મોક્ષ માટે તો તે પણ વજર્ય ગણાય છે. મyલીur - અનુલીf (ત્રિ.) (નજીકના ભવિષ્યકાળમાં જેની ઉદીરણા નથી થવાની અથવા લાંબા કાળે ઉદીરણા થશે તેવી કર્મપ્રકૃતિ) જીવે બાંધેલા કર્મ ઉદયમાં આવેલા અને ઉદયમાં નહીં આવેલા એમ બે પ્રકારે હોય છે. તેવી રીતે ઉદીરણા પણ બે પ્રકારે હોય છે, ત અને અનુદીરિત. જે કર્મો ઉદીરણામાં છે કે પછી નજીકના ભવિષ્યમાં જ જેની ઉદીરણા થાય તેવા કર્મો ઉદીરિત કહેવાય છે અને જે કર્મો નજીકના સમયમાં ઉદયમાં આવવાના જ નથી તેવી કર્મપ્રકૃતિઓ અનુદીરિત કહેવાઈ છે. ગુલીસા - -વિન(સ્ત્રી.). (ચાર વિદિશામાંથી કોઈ એક વિદિશા) 314