________________ જે મોક્ષમાર્ગને સાધી આપનાર હોય તે જ સમ્યક્ ક્રિયા જાણવી તે સિવાયની આભાસમાત્ર જ છે. સ મય - મનુInfમા(ત્રિ.). (પાછળ જનાર, અનુસરનાર 2. નોકર 3. અકર્તવ્યરૂપ ચૌદ અસદનુષ્ઠાન 3. અવધિજ્ઞાન વિશેષ) કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજી મહારાજે વીતરાગ સ્તોત્રમાં પરમાત્માને આજીજી કરતાં લખ્યું છે કે, હે નાથ! હું તારો પ્રેષ્ય છું, તારો દાસ છું, તારો સેવક છું, તારો અનુચર છું, તારો કિંકર છું બસ એક વાર મને દાસ તરીકે સ્વીકારી લો, મારે આનાથી વધારે બીજું કાંઈ નથી જોઈતું. પરમાત્મા પ્રત્યે કેવી ઉત્કૃષ્ટ ભક્તિ. ભગવાન પાસે જવાય તો દાસ બનીને, શેઠ બનીને નહિ. જે દાસ બનીને પ્રભુ પાસે જાય છે તે જ ત્રિલોકપૂજય બને છે. अणुगामियत्त - अनुगामिकत्व (न.) (ભવપરંપરામાં સાથે જનારું સાનુબંધ સુખ) સખ બે પ્રકારના છે નિરનુબંધ અને સાનુબંધ, જીવ જ્યારે શુભ ભાવમાં વર્તતો હોય છે ત્યારે કેટલાક એવા પુણ્યકર્મનો બંધ કરે છે. જે પુણ્ય તેને એક ભવ પૂરતી સુખની સામગ્રી પૂરી પાડે છે અને નવા ભવ માટે તેને પુનઃ નવા કર્મો બાંધવા પડે છે. જ્યારે કેટલાક જીવો તીવ્ર શુભપરિણામોથી એવા પુણ્યનો અનુબંધ કરે છે કે તે પુણ્ય એ જીવને ભવોના ભવો સુધી સુખોની હારમાળા પ્રાપ્ત કરાવે છે. તેવા સુખને સાનુબંધ સુખ કહેવાય છે. અદ્ધિ - અનુવૃદ્ધ(a.) (અત્યંત આસક્ત, લોલુપ). એક સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે, ઘુવડ દિવસે નથી જોઇ શકતું. કાગડો રાત્રે જોઈ નથી શકતો. પરંતુ જે કામી છે, જે વિષયમાં અત્યંત આસક્ત છે, તેવો કામલોલુપ વ્યક્તિ દિવસ કે રાત કાંઈ નથી જોતો. કેમ કે મૈથુનની અત્યંત આસક્તિ તેની વિવેકબુદ્ધિને બુઠ્ઠી બનાવી દે છે. આથી તેને કામ-ભોગ સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી. આવા કામીજન વ્યવહારમાં અને ધર્મમાં એમ બન્ને સ્થાને નિંદનીય ગણવામાં આવ્યા છે. અદ્ધિ -અનુદ્ધિ (ત્રી.) (અત્યાસક્તિ, અભિકાંક્ષા-લાલસા) તત્ત્વાથભિગમ સૂત્રના પાંચમા અધ્યાયમાં વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજી મહારાજે પરિગ્રહની વ્યાખ્યા કરતા કહ્યું છે કે “મૂચ્છ પર પ્રહા' અર્થાત્ કોઇપણ વસ્તુનો સંગ્રહ કે તેને પાસે રાખવું તે પરિગ્રહ નથી. પરંતુ તે પદાર્થ પ્રત્યેની આસક્તિ-મૂચ્છ રાખવી તે પરિગ્રહ બને છે. આ સાંભળીને કેટલાક મતલબી લોકો એવું બોલે છે કે, જુઓ શાસ્ત્રમાં પણ વસ્તુઓનો સંગ્રહ કરવાની છૂટ છે. અરે ભાઇ ! તત્ત્વાર્થસૂત્રની વાત સાચી છે પરંતુ, જોડે હકીકત એ પણ છે કે જેટલી વધારે વસ્તુનો પરિગ્રહ કરશો તેટલી આસક્તિ વધશે, આ તો સાપના મુખમાં આંગળી રાખીને સર્પ કરડશે નહીં તેવી ભ્રમણામાં રહેવા જેવો ઘાટ છે. સપુનરૂત્તા - અનુર્થ (વ્ય.) (ખાઈને, ગળીને). પ્રાચીન સમયમાં જ્યાં જ્યાં પણ જૈનસંઘ હતો ત્યાં પર્યુષણના આઠ દિવસો દરમિયાન આખા ગામનું જમણ જૈનસંઘમાં રહેતું હતું. કારણ કે જૈનો હંમેશાં જીવદયાપ્રેમી રહ્યા છે અને એ આઠે પવિત્ર દિવસો દરમ્યાન ગામનો કોઈપણ વ્યક્તિ હિંસા ન કરે તેના માટે જૈનસંઘ સર્વજ્ઞાતિ અને સમાજના લોકોને પ્રીતિભોજ કરાવતો હતો. ગામ પણ મહાજનોની આ લાગણીને માન આપીને હિંસક ધંધાનો ત્યાગ કરી લેતું હતું. આ હતી આપણા પૂર્વજોની જીવદયા પળાવવાની કુશળ દૃષ્ટિ. મ ય - અનુપતિ (ત્રિ.). (તીર્થંકર-આચાર્યાદિ પાસેથી સાંભળીને શિષ્યોએ પાછળથી સંપાદિત કરેલો ગ્રંથ ૨.પાછળથી ગાવામાં આવેલું) ભગવાન મહાવીરે કહેલો ઉપદેશ આગમોના માધ્યમે આપણી પાસે આવ્યો તે અનુલોમ વ્યવસ્થાને આભારી છે. અર્થાત પરમાત્માએ તત્ત્વની વાતોને તેમની પછીના ગણધર ભગવંતો. આચાર્યો, શ્રમણો અને શ્રીસંઘે લોકોપકાર માટે વિવિધ ગ્રંથોની રચના કરીને ભવિષ્યની સંતતિરૂપે આપણા સુધી પહોંચાડી. તે દરેક શાસ્ત્રો પરંપરાએ રસવામાં આવ્યા તેના પ્રતાપે જ 302