________________ પછીના અનન્તર સમયથી લઇને લોભ કષાયોનો અંશ શેષ રહે છતે વચ્ચેનો જે સમય છે તેમાં રહેલો જીવ અનિવૃત્તિનાદર કહેવાય છે. આ અનિવૃત્તિબાદરપણાને પામેલ મહાસત્ત્વશાળી જીવ અણિમાદિભાવોને પ્રાપ્ત કરે છે. अणियट्टिबायरसंपरायगुणट्ठाण - अनिवृत्तिबादरसंपरायगुणस्थान (न.) (ત નામનું નવમું ગુણસ્થાનક). નવમું ગુણસ્થાનક ઘણા જીવોને એકીસાથે ઘટી શકે છે. તે જીવોને પરસ્પર અધ્યવસાયોની નિવૃત્તિ ન હોવાથી અનિવૃત્તિ કહેવાય છે. બાદર સંપરાય ગુણસ્થાન એટલે કે સ્થળ-મોટા કષાયોદયના કારણે સંસારમાં પરિભ્રમણ થાય છે. દેશમાં ગુણસ્થાનકના કિટ્ટીકૃત કષાયની અપેક્ષાએ થોડા સ્થૂલ કષાય હોવાથી તેને બાદરસપરાય કહેવાય છે. આ ગુણસ્થાનકે એક જ સમયે પ્રવેશેલા જીવોના અધ્યવસાયો પરસ્પર પૃથક ન હોવાથી નવમાં ગુણસ્થાનકનું અનિવૃત્તિબાદરjપરાય નામ આપવામાં આવેલું છે. થી - મનન (પુ.) (અનગ્ન નામનું કલ્પવૃક્ષ વિશેષ) ઇતિહાસમાં સંભળાય છે કે યુગલિક કાળમાં કલ્પવૃક્ષો મનુષ્યોની દરેક પ્રકારની જરૂરિયાતો પૂરી કરતાં હતાં. તે યુગલિકોનું પુણ્ય હતું. અને કલ્પવૃક્ષો દેવાધિષ્ઠિત રહેતાં હતાં. આજના કાળમાં એવા ઘણા લોકો છે જેમની નજર ભોગવિલાસ તરફ ન જતાં પોતાને મળેલી સંપત્તિનો ઉપયોગ દીન-દુઃખીઓની કપડા-લતાથી લઇને રહેવા સુધીની જરૂરિયાતો પૂરી કરી આપવાની હોય છે. આવા ઉત્તમ પુરુષો કલિકાળમાં પણ કલ્પવૃક્ષ જેવા જ છે. માયત (4) - નિયત (2) (અનિયમિત, અચોક્કસ, અનિશ્ચિત 2. અપ્રતિબદ્ધ 3. અનેક સ્વરૂપવાળું). જૈનદર્શનમાં કોઇપણ વસ્તુની વિભાવના દ્રવ્ય-ગુણ અને પર્યાય એમ ત્રણ પ્રકારે કરવામાં આવે છે. દુનિયાનો કોઈપણ પદાર્થ દ્રવ્યરૂપે શાશ્વત છે, દ્રવ્ય છે એટલે તેનામાં ગુણ પણ રહેવાનો જ છે. કેમ કે ગુણી ગુણ વિના સંભવતો નથી. તથા પુદ્ગલનો પૂરણ અને ગલન સ્વભાવ હોવાથી પર્યાય તરીકે તે અનેકરૂપાત્મક અને અનિયમિત સ્વરૂપવાળો બનતો રહે છે. ળિયત (2) વારિ - નિયતિવારિન (પુ.) (અપ્રતિબદ્ધ વિહારી) રાજા શૈલક પોતાની સમૃદ્ધિ છોડીને 500 પુરુષ સાથે દીક્ષિત થયા અને આગળ જતા શૈલકાચાર્ય બન્યા. શરીરમાં રોગ થતા તેઓ પુત્રના રાજયમાં દવા માટે રોકાયા. વૈદ્યો રોગના નિદાન માટે દવા તરીકે અલ્પમાત્રામાં મદિરા આપતા હતા. પરંતુ કર્મ સંજોગે શૈલકાચાર્ય પોતાનું સાધુપણું ભૂલીને દૂરાચારી બની ગયા. તેઓ મદ્યપાન કરવા લાગ્યા. જે અપ્રતિબદ્ધ વિહારી હતા તેઓ દારૂના વ્યસનમાં બંધાઇ ગયા. અંતમાં તેમના જ પંથક નામના શિષ્યના પ્રયત્નથી પ્રતિબોધ પામ્યા અને પ્રાંતે સિદ્ધગિરિમાં અનશન કરીને મોક્ષગતિને વર્યા. પિયત () U () - નિયતાત્મન (ઈ.) (અસંયમી, અનિશ્ચિત્ત સ્વરૂપી). અમૃતનો સ્વભાવ છે જીવાડવાનો અને ઝેરનો સ્વભાવ છે મારવાનો. તમે ચાહો કે ન ચાહો આ બન્ને દ્રવ્યો પોતાના સ્વભાવાનુસાર સામેવાળા પર તેની અસર કરે જ છે. તેમ સંયમનો સ્વભાવ છે વિપુલ કર્મની નિર્જરા અને પુણ્યનો બંધ કરવાનો અને અસંયમનો સ્વભાવ છે દુર્ગુણોનો સંચય અને દુર્ગતિનું મિલન કરાવવું. સંયમી આત્મા સંયમના પ્રભાવે દેવપણું કે દેવાધિદેવપણું પ્રાપ્ત કરે છે. જ્યારે અસંયમી દુર્ગતિઓની હારમાળાને વરે છે. ગાયત (2) વઢ઼િ - નિયતવૃત્તિ (ઈ.) (અનિયત વિહાર) શ્રમણો માત્ર વિહાર પૂરતા અનિયતવિહારી નથી પરંતુ કોઇપણ પદાર્થ પ્રત્યે અનિયત હોય છે. કરોડોપતિ શેઠિયાઓ તેમના ભક્ત હોવા છતાં તેમના પ્રત્યે મમત્વથી બંધાઇ ન જાય તે માટે ભિક્ષા પણ ઘરેઘર ફરીને લેતા હોય છે. ધન્ય હોજો પરમાત્માની શ્રમણો પ્રત્યેની હિતકારીતાને જેમણે સાધુના શરીરની નહીં આત્માની ચિંતા કરી છે. 286