________________ अणाइसिद्धत - अनादिसिद्धांत (पुं.) (અનાદિકાળથી રૂઢ થયેલો સિદ્ધાંત, અનાદિકાળથી સ્થાપિત) આ જગતમાં અમુક સિદ્ધાંતો અને કાર્યો અનાદિકાળથી ચાલતા આવ્યા છે અને ચાલતાં રહેશે. કેમ કે, સંસારમાં તે અનાદિકાલથી પ્રસ્થાપિત છે. જેમ કે સૂર્ય-ચંદ્રનું ઉગવું અને આથમવું તે અનાદિકાલીન સિદ્ધ છે. કર્મબદ્ધજીવના જન્મ અને મરણ તે અનાદિકાલીન સિદ્ધ છે તથા એક વખત સર્વકર્મોનો ક્ષય થયા પછી કોઈદિવસ પુનઃ જન્મ ન લેવો તે પણ અનાદિકાલીન સિદ્ધ છે. મUT૩- મનાયુષ (પુ.) (જિન 2. સિદ્ધ 3. જીવભેદ) સૂત્રકતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં કહેલું છે કે, ચારેય ગતિમાં ઉત્પત્તિ ને મરણ કરાવનાર ચારેય પ્રકારના આયુષ્યનો ક્ષય કરેલો છે તેવા તીર્થકરો અને સિદ્ધ ભગવંતો અનાયુષ છે. અર્થાત્ અજન્મા છે. કારણ કે તેઓએ જન્મ-મરણ કરાવનારા કર્મોના બીજને બાળી નાખ્યું છે. કર્મના બીજો દગ્ધ થયે છતે પુનઃ સંસારમાં જન્મ-મરણ કરવા પડતા નથી. મUTIટ્ટી - મના શુટ્ટી (કું.) (અહિંસા, જીવોનું છેદન-ભેદન ન કરવું તે) આકુટ્ટી એટલે હિંસા અને અનાકુટ્ટી એટલે અહિંસા. જંગલમાં રહેતા વલ્કલચીરીએ વનમાંથી પસાર થતા સાધુને પૂછ્યું કે, આજે તો અનાકુટ્ટીનો દિવસ છે તો શું તમારે પણ અનાકુટ્ટી છે? ત્યારે સાધુઓએ કહ્યું અરે, આજે શું કામ અમારે તો આજીવન અનાકુટ્ટી હોય છે. અમે પોતાના માટે કોઈ દિવસ કોઈપણ પ્રકારના જીવોની હિંસા નથી કરતાં. તેમના આ જવાબથી વલ્કલચીરી જૈનસાધુ પ્રત્યે આકર્ષિત થયો અને આગળ જતાં તેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. તમને સહજતયા સાધુનો યોગ પ્રાપ્ત થયેલો છે પરંતુ, કોઈ દિવસ તેમના અનાકુટ્ટીમય જીવન પ્રત્યે અહોભાવ કે જાણવાની જિજ્ઞાસા થઈ છે ખરી? મUTIટ્ટીયા - અનાશ્રુટ્ટીવા (સ્ત્રી.) (ઇરાદારહિત કરેલી હિંસા). આજે કેટલાક અજ્ઞાની અને જૈન ધર્મના દ્વેષી લોકો એવી વાત કરતા જોવા મળે છે કે. આમ તો તમારો ધર્મ અહિંસાની વાતો કરે છે અને ભગવાનના ચરણે ફૂલો ચઢાવી ફૂલોના જીવોની હિંસા કરવામાં આવે છે. પછી તમારો ધર્મ અહિંસક કેવી રીતે કહેવાય. તે અજ્ઞાનીઓએ જાણી લેવું જોઇએ કે, હિંસા બે પ્રકારની છે. 1. ઈરાદાપૂર્વકની હિંસા અને 2. ઇરાદારહિત હિંસા. પુષ્પો વડે પૂજા કરનારનો ઇરાદો પુષ્પોના જીવોને મારવાનો નથી હોતો પણ તેનો ભાવ આત્મશુદ્ધિ કરવાનો હોવાથી દેખીતી રીતે દેખાતી પુષ્પોની હિંસા વસ્તુતઃ અહિંસા જ છે. બીજુંકે, પરમાત્માના ચરણે તે જ પુષ્પ ચઢે છે જે ભવ્ય આત્મા હોય. મUTT૩૪ - અનાયુ (ત્રિ.) (અસાવધાન, ઉપયોગરહિત) એક્સપ્રેસ હાઈ-વે પર સરકાર સૂચનાઓના વિવિધ બોર્ડ મૂકતી હોય છે. તેમાંનું એક વાક્ય છે કે “નગર હટી, દુર્ઘટના ઘટી' અર્થાત જો ડ્રાઇવિંગ કરતા તમે અસાવધાન રહ્યા તો ચોક્કસ દુર્ઘટના થવાની છે માટે સાવધાનીપૂર્વક વાહન ચલાવો. જીવનનું પણ કંઈક આવું છે. આત્મકલ્યાણના માર્ગમાં ચાલતા જો જરા પણ આળસ, પ્રમાદને સેવ્યો છે તો ચોક્કસ દુર્ગતિની દુર્ઘટના થવાની છે. આથી પ્રત્યેક પળે જાગ્રત રહીને આત્મહિતમાં લાગી જવું જોઇએ. નહિંતર દુર્ઘટના ઘટતાં વાર નહીં લાગે. अणाउत्तआइणया - अनायुक्तादानता (स्त्री.) (અનાભોગપ્રત્યયક્રિયાનો એક ભેદ) શ્રમણ ભગવંતો દ્વારા કરવામાં આવતા જોગમાં નિયમ હોય છે કે, જોગની ક્રિયા દરમિયાન સૂત્રોચ્ચારણમાં એક જ શબ્દ ફરીવાર બોલાય તો તે સમયની કરેલી ક્રિયા નિષ્ફળ જાય. માટે ઉપયોગપૂર્વક એકાગ્રચિત્તે ક્રિયા કરવી આવશ્યક છે. તેમ માત્ર જોગની ક્રિયામાં જ નહીં પરંતુ, સાધુજીવનમાં કરવામાં આવતી દરેક પ્રવૃત્તિમાં ઉપયોગ આવશ્યક છે. જેમ મંત્રને ગ્રહણ કરવામાં જો ઉપયોગ ન રખાય અને અનુપયોગપૂર્વક ગ્રહણ કરાય તો તે મંત્ર ઇચ્છિતફળ કે કાર્યસિદ્ધિ આપનારો થતો નથી.