________________ કુદરતે ધન, સંપત્તિ, બુદ્ધિ, વિવેકાદિ ગુણો અન્ય પ્રાણીઓને નહીં આપીને માણસને આપ્યા છે તેનું કારણ એક જ છે કે, કુદરત જાણે છે, મેં જે વિવેકાદિ ગુણો અને સંપત્તિ વગેરે આપ્યા છે તેનો મનુષ્ય સદુપયોગ જ કરશે. તે બધાને વહેંચીને પછી છેલ્લે પોતાના માટે વિચાર કરશે. પરંતુ, દુઃખની વાત છે કે, આજનો માણસ એટલો બધો સ્વાર્થી અને લાલચુ થઇ ગયો છે કે, તે માત્ર પોતાનો જ વિચાર કરે છે. બીજાનો વિચાર તો તેને દૂર દૂર સુધી પણ આવતો નથી. માણો - મનનુયોગ (કું.) (સાત પ્રકારના અનુયોગથી વિપરીત યોગ) સુત્રનો વિસ્તારથી અર્થની સાથે અનુકુળ સંબંધ યોજવો તે અનુયોગ અને તેનાથી વિપરીત હોય તે અનનુયોગ કહેવાય છે. વિશેષાવશ્યક ભાષ્યમાં અનુયોગના જેમ સાત પ્રકાર વર્ણવ્યા છે તેમ આ અનનુયોગના પણ સાત પ્રકાર કહેલા છે. 1. નામ 2. સ્થાપના 3. દ્રવ્ય 4. ક્ષેત્ર 5. કાળ 6, વચન અને 7. ભાવ. આ સાતેય પ્રકારની વિશેષાવશ્યક ભાષ્યમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. अणणुचीइय - अननुचित (त्रि.) (શાસ્ત્રમાં જેની પરવાનગી આપી હોય તે, શાસે જેની અનુજ્ઞા કરેલી હોય તે) નિશીથચૂર્ણિના પ્રથમ ઉદેશામાં કહેલું છે કે, જે શ્રમણ નિરપેક્ષપણે પોતાના અહિત અને સામેનાને થનારા ગુણનો વિચાર કર્યા વિના સહજ ભાવે ગ્લાન વગેરેની સેવા કરે છે તે શાસ્ત્રસમ્મત છે. અર્થાત્ જે આત્મા કોઇપણ સ્વાર્થ ભાવ રાખ્યા વિના માત્ર પરોપકારની ભાવનાથી બાળ, વૃદ્ધ, ગ્લાન વગેરે શુશ્રુષાયોગ્ય જીવોની સેવા કરે છે તેને શાસ્ત્રકારોએ મોક્ષમાર્ગ સાધક તરીકે બતાવ્યો છે. अणणुपालण - अननुपालन (न.) (પાલન ન કરવું તે 2. પૌષધોપવાસનો અતિચાર) રોગથી પીડાતો પુરુષ વૈધે આપેલી દવાનું સેવન કરે તો જ તે રોગમુક્ત થઈ શકે છે. તેમ જો ભવરોગથી મુક્ત થવું હોય તો પરમાત્માએ આપેલી આચારોરૂપી દવાઓનું સેવન કરવું જ પડે. જેઓ પરમાત્માએ બતાવેલા આચારોનું પાલન નથી કરતા તેઓ ક્યારેય સંસારવિષચક્રમાંથી છૂટી શકતા નથી. अणणुवाइ (ण)- अननुपातिन् (त्रि.) (સિદ્ધાંતથી વિરુદ્ધ, સિદ્ધાંતને નહીં અનુસરનાર) વક્તાએ હંમેશાં સિદ્ધાંતોને અનુસરનારા તત્ત્વોનો ઉપદેશ આપવો જોઇએ. જે ઉપદેશ સિદ્ધાંતને અનુસરતો નથી, જેનો સિદ્ધાંત સાથે બાધ આવે તેવા પ્રકારનું કથન ઉત્સુત્ર પ્રરૂપણા બને છે અને ઉત્સુત્ર પ્રરૂપણા જેવો મોટો બીજો કોઈ દોષ નથી, કારણ કે તેનાથી સ્વ-પર બન્નેના અહિતની પરંપરા સર્જાય છે. સાથે-સાથે શાસનની હીલના થાય છે અને શાસનની ગરિમાને હાનિ પહોંચે છે. માટે સ્વ અને પરના હિતને ઇચ્છનારા વક્તાએ સર્વદા જિનભાષિત સિદ્ધાંતોને અનુસરતો ઉપદેશ આપવો જોઇએ. अणणुवाय - अननुपात (पुं.) (ન આવવું તે) તારા દુઃખમાં કોઇ ભાગ પડાવવા આવનાર નથી. તારા કરેલા કર્મો તારે જ ભોગવવાના છે. નારદ ઋષિના આ એક જ વાક્યથી વાલિયો લૂંટારો વાલ્મિકી ઋષિ બની ગયો. પરમાત્મા મહાવીરે પણ આચારાંગસૂત્રમાં આ જ વાત કહેલી છે. જે માયા' અર્થાત, આ સંસારમાં તું એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. તારી સાથે કોઈ આવ્યું પણ નથી અને આવવાનું પણ નથી. માટે સમયસર જાગી જા અને અત્યારથી જ આત્મકલ્યાણના કાર્યોમાં લાગી જા. કારણ કે અનાત્મિક કોઈપણ સંબંધો તારા પોતાના નથી. अणणुसासणा - अननुशासना (स्त्री.) (શિક્ષાનો અભાવ, અનુશાસનનો અભાવ). કીડીને પણ ખબર છે કે, જો મારે ગોળ કે સાકરને મેળવવી હશે તો મારી આગળની કીડીઓ જે માર્ગે જાય છે તે જ માર્ગે જવું પડશે અને તો જ હું મીઠાશને મેળવી શકીશ. એક અસંજ્ઞી કહેવાતી કીડીને પણ અનુશાસનની મહત્તાની ખબર છે. જયારે આપણે બુદ્ધિના બેતાજ બાદશાહ કહેવાતા હોવા છતાં પણ આપણામાં અનુશાસનનો અભાવ રહેલો છે. કેમ કે ધર્મથી પ્રાપ્ત થતાં સુખોની 234