________________ માત્ર કંઈક સ્પર્યું એટલું જ્ઞાન છે. પાંચ જ્ઞાનમાંના પ્રથમ મતિજ્ઞાન છે. આ જ્ઞાનમાં વ્યક્તિ નિશ્ચિત ન શકાય. કારણ કે, જે વખતે વ્યક્તિને ક્રોધ આવે છે ત્યારે તેનામાં વિવેકનો અભાવ થઈ જાય છે અને માત્ર સામેવાળાનું અહિત કરવાનો જ વિચાર હોય છે. अणज्झवसाय - अनध्यवसाय (पुं.) (આલોચનામાત્ર અધ્યવસાયનો અભાવ, અવ્યક્ત જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન, ભેદ-પ્રભેદ રહિત સામાન્ય જ્ઞાન). રસ્તામાં માણસ જતો હોય તેને કોઈક વસ્તુનો સ્પર્શ થાય. પદાર્થ શું છે તેનો તેને ખ્યાલ નથી પરંતુ, માત્ર કંઈક સ્પર્ફે એટલું જ્ઞાન થાય તેને કર્મગ્રંથમાં અવ્યક્તજ્ઞાન કે ઈહા જ્ઞાન કહેલું છે. પાંચ જ્ઞાનમાંના પ્રથમ મતિજ્ઞાનમાં થનારા પ્રથમ ચરણના જ્ઞાનને દુહા જ્ઞાન કહે છે. આ જ્ઞાનમાં વ્યક્તિ નિશ્ચિત નથી હોતો કે તેને શેનો બોધ થયો છે પરંતુ, કંઈક પદાર્થ છે માત્ર એટલું જ જ્ઞાન થાય છે. આ જ્ઞાન પ્રત્યક્ષ નહીં પરંતુ, પરોક્ષ હોય છે. अणज्झोवण्ण - अनध्युपपन्न (त्रि.) (મૂચ્છ-આસક્તિથી રહિત, અનાસક્ત) જૈન કથા સાહિત્યમાં આવે છે કે, રાજાની રાણીએ દીક્ષા લીધેલા પોતાના દિયરને ગોચરી વહોરાવવા માટે સામે ગામ જવાનું હોય છે. પરંતુ વર્ષા ઋતુના કારણે નદીમાં પૂર હોવાથી સામે કાંઠે જવાનો માર્ગ નહોતો. તેની મૂંઝવણ જોઇને રાજાએ કહ્યું તું જ્યારે નદી આગળ જાય ત્યારે માત્ર એટલું કહેજે કે, જો મારા પતિ ભોગોથી નિર્લેપ હોય તો નદી માર્ગ આપજો. રાણીએ તે પ્રમાણે કર્યું અને નદીએ માર્ગ કરી આપ્યો. પરંતુ પાછા વળતા એ જ તકલીફ હતી કે, ઘરે જવું કેવી રીતે? ત્યારે દિયર સાધુએ કહ્યું, નદી આગળ કહેજો કે, મારા દિયર ખાવા છતાં ઉપવાસી હોય તો માર્ગ કરી આપ. અને ખરેખર બન્યું પણ તેવું જ. રાણીને વધુ આશ્ચર્ય થયું. તેણે રાજાને આમ બનવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ કહ્યું, રાણી! હું ભલે ભોગો ભોગવતો હોઉં કે મારા ભાઈ ગોચરી વાપરતા હોય અમે બન્ને તેમાં અનાસક્ત છીએ. સંસારના ભોગ-સુખોમાં અમે મૂચ્છ નથી પામતા. આજે ક્યાં મળશે આવા અનાસક્ત ભોગીઓ? 6- અનર્થ (પુ.) (પ્રયોજન વગર, નિષ્કારણ, અર્થરહિત, નિરર્થક 2. નુકશાન, હાનિ) ન્યાય શાસ્ત્રમાં આવે છે કે, દુનિયાની દરેક પ્રવૃત્તિ સકારણ હોય છે. દરેક કાર્ય પાછળ કોઈને કોઈ કારણ તો હોય જ છે. પરંતુ જૈન શાસ્ત્ર કહે છે કે, જે પ્રવૃત્તિથી તમારા ગુણોની હાનિ થતી હોય તે પ્રવૃત્તિ અર્થરહિત અને નિપ્રયોજનવાળી જ સમજવી. આથી જ તો શ્રમણો નિષ્કારણ પ્રલાપ કે નિપ્રયોજન પ્રવૃત્તિ કરતા નથી. अणट्ठकारग - अनर्थकारक (त्रि.) (અનર્થકારી, પુરુષાર્થનો ઘાત કરનાર 2. પું. આર્તધ્યાનરહિત, અનાત) જીવનમાં બે માર્ગ પ્રકારના હોય છે 1. કલ્યાણકારી અને 2. અનર્થકારી. જે વિવેકી પુરુષ છે અને પોતાનું હિત ઇચ્છે છે તેઓ પોતાને હિતકારી અને પરંપરાએ સુખ આપનાર માર્ગનું આચરણ કરે છે. પરંતુ જેઓ ભવાભિનંદી છે અને જેઓને શુભ કર્મનો ઉદય નથી થયો તેવા જીવો અનર્થકારી માર્ગે ઇચ્છાએ કે અનિચ્છાએ દોરાય છે અને નરક, તિર્યંચ જેવી દુર્ગતિઓમાં રઝળ્યા કરતા હોય છે. મg - અનર્થ (પુ.) (અઠ્યાવીસમો ગૌણ પરિગ્રહ) अणट्ठपगड - अन्यार्थप्रकृत (त्रि.) (સાધુ નિમિત્તે બનાવેલો આહાર આદિ) માત્ર સાધુ માટે જ બનાવવામાં આવેલ આહારને શાસ્ત્રમાં આધાકર્મી નામ આપવામાં આવેલો છે. કારણ કે સાધુઓ સ્થળ અને સૂક્ષ્મ બન્ને પ્રકારની હિંસાનો ત્યાગ કરનાર હોય છે. તેમના માટે બનાવેલા આહારનું ગ્રહણ તેમના ચારિત્રને બાળનાર બને છે. પિંડનિર્યુક્તિમાં તો ત્યાં સુધી કહેલું છે કે, સાધુનિમિત્તે આવો આહાર બનાવનાર શ્રાવક અને તેને ગ્રહણ કરનાર સાધુ બન્ને દુર્ગતિના અધિકારી બને છે. 232