SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતીસુત્રના ૮મા શતકના બીજા ઉદેશામાં સ્કંધની વ્યાખ્યા કરેલી છે. લોકાકાશમાં રહેલા અનંત પરમાણુઓથી એક દેશ બને છે. આવા અનંત દેશ ભેગા મળે ત્યારે એક પ્રદેશ બને છે અને આવા અનંત પ્રદેશોના જથ્થા વડે એક અંધ બને છે. अणंतपार - अनन्तपार (स्त्री.) (પાર વગરનું, અપાર, વિસ્તારયુક્ત સીમા વિનાનું) ભૂતકાળમાં અનંતકાળ પસાર થઈ ગયા અને ભવિષ્યમાં અનંતકાળ પસાર થવાનો હોવાથી આ સંસાર અટવી અપાર છે. આ સંસારના કાળચક્રમાં જીવે અનંતકાળ સુધી કેટલાય જન્મ-મરણ કર્યા અને ન જાણે ભવિષ્યમાં હજુ કેટલા કાળ સુધી જન્મ-મરણ કરશે. માટે જો અપાર એવા સંસારથી પાર પામવું હશે તો એક જિનધર્મ એ જ શરણ્ય છે. તેની શરણે આવેલો ક્યારેય સંસારના વમળમાં રહેતો જ નથી. મviતપાણિ () - મનન્તર્શિન(.). (ઐરાવતક્ષેત્રના આગામી ચોવીસીના વીસમા તીર્થંકર) अणंतमिस्सिया - अनन्तमिश्रिता (स्त्री.) (સત્યમૃષા ભાષાનો એક ભેદ, અનંતમિશ્રિત) પ્રજ્ઞાપનાસૂત્ર નામક આગમમાં ભાષાના જે ભેદ બતાવવમાં આવ્યા છે તેમાંનો એક ભેદ છે સત્યમૃષા ભાષા. આ સત્યમૃષા ભાષાનો એક પેટાભેદ છે અનંતમિશ્રિતા ભાષા. કોઇ વ્યક્તિ પ્રત્યેક વનસ્પતિકાયની સાથે રહેલા કંદમૂલાદિકને જોઈને આ બધું અનંતકાય છે એમ કહે, તો તેનું એ કથન અનંતમિશ્રિતા સત્યમૃષા ભાષા બને છે. કેમ કે અનંતકાય રહેલા હોવાથી સત્ય પણ છે અને તે અનંતકાયનો વ્યપદેશ સર્વ વસ્તુ માટે કરતો હોવાથી મૃષા પણ છે. अणंतमीसय - अनन्तमिश्रक (न.) (સત્યમૃષા ભાષાનો એક ભેદ, અનંતમિશ્રક) अणंतमोह - अनन्तमोह (त्रि.) (અનંત મોહ-દર્શનમોહનીયકર્મ જેને છે તે, મિથ્યાત્વી, અજ્ઞાની) તીવ્ર દર્શનમોહનીયકર્મના ઉદયે આત્મા પર મોહનું એવું ગાઢ આવરણ ચઢી ગયેલું હોય છે કે તેને સત્ય વસ્તુ સામે દેખાવા છતાં તેને સ્વીકારવા તૈયાર થતો નથી. મિથ્યાત્વથી રંગાયેલો તે અસત્ય અને પ્રચુર કર્મબંધના સ્થાનોમાં જ રાચ્યો-માચ્યો રહે છે. અપાંતર - સનત્તર (શિ.) (વ્યવધાનરહિત, અંતરરહિત 2. .વર્તમાન સમય 3. ક્રિ.વિ.પછી, બાદ) આ ભવમાં મોજ-શોખ, ફેશન-વ્યસન અને જાત જાતના નખરાઓ પાછળ જ સમય વિતાવનારા તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો કે, આયુષ્ય પૂરું થતાં જ મારે બીજા ભવમાં જવાનું છે. નવો જન્મ લેવાનો છે. કાલે મારું શું થશે? જો અહીંયા વર્તમાન સમયમાં તમે પુણ્યનું થોડુંક પણ ભાથું નથી બાંધ્યું તો સમજી લેજો કે, પછી ક્યાંક કૂતરા, બિલાડાના ભવમાં ફેંકાઈ જશો અને જેમ અહીં ખાવા-પીવાની પાછળ ભાગો છો તેમ ત્યાં રોટલાના ટૂકડા પાછળ દોડતા રહેશો. માટે હજી પણ સમય છે. જાગી જાવ ! अणंतरखेत्तोगाढ - अनन्तरक्षेत्रावगाढ (त्रि.) (આત્મા અને શરીરના અવગાઢક્ષેત્રની અપેક્ષાએ અત્યંત પાસેના ક્ષેત્ર-આકાશપ્રદેશને અવગાહીને રહેલું) કેવલી ભગવંત પોતાના આયુષ્યનો ક્ષય આવ્યે છતે બાકી રહેલા સર્વે અઘાતિ કર્મોનો ક્ષય કરીને જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે સ્વસ્થાનથી સિદ્ધગતિ સુધીની વચ્ચે રહેલા એક-બીજાને પરસ્પર અવગાહીને (સ્પર્શીને) રહેલા પ્રત્યેક આકાશપ્રદેશને સ્પર્શ કરતાં કરતાં જાય છે. अणंतरखेदोववण्णग - अनन्तरखेदोपपन्नक (त्रि.) (સમયાદિના અંતરરહિત ખેદપૂર્વક ઉત્પત્તિ છે જેની તે, ખેદસહિત ઉત્પત્તિના પ્રથમ સમયવાળો નૈરયિકજીવ) ભગવતીસૂત્રના ચૌદમા શતકના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, નરકગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને પ્રથમ સમયથી લઈને સંપૂર્ણ આયુષ્યનો ક્ષય થાય ત્યાં સુધીના સમયમાંનો એક પણ સમય એવો નથી કે જેમાં તેને એક ક્ષણનું પણ સુખ મળે. તેમના સ્થાનની 220 જીવ)
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy