________________ દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં બાર-બાર ચક્રવર્તી થતા હોય છે અને તે દરેક ચક્રવર્તી પાસે ચૌદ રત્નો હોય છે. તે ચૌદરત્નોમાં કાકિણી નામનું રત્ન તે તે કાળમાં પ્રચલિત આઠ સોનામહોરના વજન જેટલા પ્રમાણવાળું હોય છે. એમ સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાનમાં જણાવ્યું છે. મકૂદત્તરિ - મg (4) સાત્તિ (ત્રિ.). (અઠ્યોતેર, સંખ્યવિશેષ) સટ્ટા - અષ્ટ (ત્રી.) - (નૂતનદીક્ષિતનો લોચ કરવા માટે કેશને મુઠ્ઠીમાં ગ્રહણ કરવા તે 2. મુદ્દી) પ્રવ્રજ્યા ગ્રહણવિધિમાં મુમુક્ષુ આત્માના કેટલાક વાળ છોડીને સંપૂર્ણ મસ્તકનું મુંડન કરવામાં આવે છે અને જે થોડાક વાળ બાકી, રાખ્યા હોય તેને ગુરૂભગવંત લોચના પ્રતીકરૂપે ચાર કે પાંચ વાર કેશને મુઠ્ઠીમાં ગ્રહણ કરે છે, અને કેશોનું લંચન કરીને નૂતન સાધુ તરીકે ઘોષિત કરે છે. માથા (સ્ત્રી) (આલંબન ૨.અપેક્ષા 3. શ્રદ્ધા 4. આદર 4. પ્રતિષ્ઠા 5. પ્રયત્ન 6. સભા 7. સ્થિતિ 8. દેખરેખ 9. વિશ્રામસ્થાન) તત્ત્વાર્થસૂત્રમાં સમ્યક્તની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, “તત્ત્વાર્થશ્રદ્ધાનં સગર્શન' અર્થાતુ, શ્રીજિનેશ્વર પરમાત્માએ ફરમાવેલા તત્ત્વો પર શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. આપણને વિશિષ્ટ કોટીના શાસ્ત્રોનું જ્ઞાન નહીં હોય પરંતુ, તત્ત્વો પરની શ્રદ્ધા હશે તો સંસારસમુદ્ર તરી જવાશે. સબૂર ! તત્ત્વો સમજવા માટે તેમાં પ્રશ્નો થાય ત્યાં સુધી વાંધો નહીં પરંતુ, જો શંકા થઇ તો સમજી લેજો કે તમારું સમ્યત્ત્વ ગયું. કહેલું છે કે, “શંકાએ સમકિત જાય” માપન - મસ્થાન (1) (અનુચિત સ્થાન, અયોગ્ય સ્થાન) ખેડતને ફળની પ્રાપ્તિ કરવી હોય તો તેણે ઉચિત સ્થાનમાં બીજની વાવણી કરવી પડે. જો તે ફળદ્રુપ જમીનનો ત્યાગ કરીને ઉજ્જડ જગ્યામાં બીજ વાવે તો તે ફળ તો પ્રાપ્ત નથી કરતો ઉલટાનો બીજને પણ ખોવે છે. તેવી રીતે જેને સદ્ગતિ કે સિદ્ધિગતિરૂપ ફળ મેળવવું છે તેણે પાપબંધના કારણભૂત અનુચિત સ્થાનોનો ત્યાગ અને ઉચિત સ્થાનોની સેવના કરવી ઘટે, અન્યથા સદૂગતિ તો દૂરની વાત છે મેળવેલો દુર્લભ માનવભવ પણ ખોવાનો વારો આવે. अट्ठाणट्ठवणा - अस्थानस्थापना (स्त्री.) (પ્રમાદ પડિલેહણાનો એક ભેદવિશેષ) ઠાણાંગસૂત્રમાં પ્રમાદપડિલેહણાના ભેદો બતાવવામાં આવેલા છે. તેમાંનો એક ભેદ છે અસ્થાન સ્થાપના. જે સ્થાનમાં ગુરૂભગવંત બિરાજતા હોય કે તેમના ઉપયોગની જગ્યા હોય તે સ્થાન અન્ય સાધુ માટે અનુચિત સ્થાન ગણવામાં આવેલું છે. પરંતુ કોઇ સાધુ પ્રમાદવશ સ્થાના સ્થાન ભૂલીને પોતે પડિલહેર કરેલી ઉપધિ તે સ્થાનમાં મૂકે તો તે અસ્થાનસ્થાપના નામક દોષનો ભાગી બને છે. अट्ठाणमंडव - आस्थानमण्डप (पुं.) (બેઠકગૃહ, બેઠકનું સ્થાન) પ્રાચીન કાળમાં લોકોને બેસવાના વિવિધ સ્થાનો રહેતા હતાં. જેવા કે રાજાને મંત્રણા કરવાનું સ્થાન, રાજમહેલમાં રાજસભા સિવાયનાં સમયમાં બેસવાનું સ્થાન જેમાં રાજા પોતાના નજીકની વ્યક્તિઓ સાથે વિવિધ પ્રકારની ચર્ચા કે ગોષ્ઠી કરી શકે. ઉદ્યાનોમાં ફરવા આવેલાને બેસવા માટે કેળના ગૃહ વગેરેથી બનાવવામાં આવેલા સ્થાનો. આવા સ્થાનોને સભાગૃહ કે બેઠકગૃહ પણ કહેવામાં આવતા હતાં. ગટ્ટાથ - સ્થાન (નિ) 4 (ન.) (થાન-આધારરહિત, અનાધાર 2. અપાત્ર) શાસ્ત્રમાં જ્ઞાનને જળની ઉપમા આપવામાં આવેલ છે. જેવી રીતે જળ જે ભાજનમાં જાય છે તેવા આકારને સ્વયં ધારણ કરી લે છે. તેવી રીતે જ્ઞાન પણ જેવી વ્યક્તિમાં જાય છે તેની મતિ અનુસાર પરિણામને ધારણ કરે છે. જો સમકિતીની પાસે જશે તો મિથ્યાજ્ઞાન 202