________________ આ વિશ્વકોષને પુનઃ પ્રકાશિત કરવાની વિચારણા અને દક્ષિણ તરફ વિહાર બન્ને એક સાથે પ્રારંભ થયા. મુંબઈ ચાતુમાસમાં અનેક મુનિભગવંતો અને વિદ્વાનો સાથે વાતલિાપ થયો. જે પણ મળ્યા બધાનો એક જ સર હતો અભિધાન રાજેન્દ્ર કોષ દુર્લભ થઈ ગયો છે તેને ફરીથી પ્રકાશિત કરવામાં આવે.” મને એ પણ સાંભળવા મળ્યું કે જો તમારા સમાજ પાસે ફરીથી છપાવાની વ્યવસ્થા ન હોય તો અમને છાપવાનો અધિકાર આપો. મેં તેમને કહ્યું. “અમારો ' ત્રિસ્તુતિક સમાજ સમર્થ છે. અવસરે જરૂર પ્રકાશિત થશે. ' (ઉજ્જવલ ઈતિહાસની સાક્ષી) "શ્રીમદ્ વિજય ગુરૂદેવની મોટા કુપા થઈ ને અમે ક્રમશઃ વિહાર કરતાં કરતાં ચેન્નાઈ (મદ્રાસ) પહોંચી ગયા. તમિલનાડુ રાજ્યની રાજધાની છે ચેન્નઈ. દક્ષિણમાં દૂર દૂર વસતા હજારો ભક્તોએ આ ચાતુર્માસમાં ચેન્નઈની યાત્રા કરી. ચેન્નઈનું એ ચાતુમતિ આજે પણ સ્મરણીય છે. ચાતુર્માસ પૂર્ણ થયા પછી ચેન્નાઈમાં ધામધૂમથી ગુરૂમમીનો મહોત્સવ મનાવવામાં આવ્યો. પોષ સુદ-ગુસપ્તમી પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનો જન્મઅને સ્મૃતિ દિવસ છે. ગરસમમીના મહોત્સવ દરમ્યાન અનેક વિદ્વાનોની સભાનું પણ આયોજન થયું. ઉપસ્થિત વિદ્વાનોએ પોતાના પ્રવચનોમાં એક વાત વારંવાર કહેવા લાગ્યા કે, “અભિધાન રાજેન્દ્ર કોષ” ને ફરીથી પ્રકાશિત કરવાની અતિ આવશ્યકતા છે. [ આ ગ્રન્થાધિરાજનું પ્રકાશનનું ભગીરથ કાર્ય હતું. આ કાર્યનું બીડું ઉઠાવાનું આહ્વાન ચેન્નઈ સંઘને કર્યું. જેવી રીતે હિમાલયમાંથી ગંગા ઉમટી પડે છે તેવી રીતે ગરભક્તિની ગંગા ઉમડ પડી. પૂર્ણ સહયોગ કરવાનું આશ્વાસન પ્રાપ્ત થયું અને ગ્રન્થ પ્રકાશનનું કાર્ય ગતિમાન થયું. અનેક વિદ્ગો વચ્ચે પણ આ કાર્ય આગળ વધવા લાગ્યું. શ્રી ભાંડવપુર તીર્થ પર અખિલ ભારતીય શ્રી સૌધર્મબૃહત્તપોગચ્છીય શ્રી જૈન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘનું વિરાટ અધિવેશન થયું. દેશના ખૂણે-ખૂણેથી હજારો ભક્તો આ અધિવેશનમાં સામિલ થયા. સંચમસ્થવિર મુનિપ્રવર શ્રી શાક્તિવિજયજી મ.સા. આદિ મુનિ મંડળની સાનિધ્યતામાં મેં સંઘ સમક્ષ “અભિધાન રાજેન્દ્ર કોષ”ને પુનઃમુદ્રણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. શ્રીસંઘે હાર્દિક પ્રસન્નતા અને ભાવોલ્લાસથી મારા એ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો. પૂજ્ય ગુરૂદેવપ્રતિ ભક્તોની ભક્તિ અસાધારણ છે. આજે અખિલ ભારતીય શ્રી સૌધર્મબૃહત્તપોગચ્છીય શ્રી જૈન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘ દ્વારા આ કોષનું પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું ચે. ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે. આ ગ્રંથના પુનઃ મુદ્રણ માટે એક સમિતિ બનાવામાં આવી. વિશેષ યોગદાન આપનાર શ્રેષ્ઠિવર્ય સંઘવી શ્રી ગગલભાઈ, શ્રી હીરાભાઈ, શ્રી હિંમતભાઈ અને સ્થાનિક કાર્યકતઓિનો ખૂબ ખૂબ આભાર. તેમની સેવા સદાય સ્મરણીય રહેશે. આ કાર્યમાં પંડિતશ્રી મફતલાલ ઝવેરચંદ ભાઈનું ખૂબ જ યોગદાન રહ્યું, જે ભૂલાય તેમનથી. પ્રેસ કાર્ય, કુફરીડિંગ અને પ્રકાશનના કાર્યમાં તેમની સેવા સદાય સ્મરણીય રહેશે. આ ગ્રન્થ વધારે ને વધારે જનોપયોગી બને એ હેતુથી “અભિધાન રાજેન્દ્ર કોષ : ભાગ-૧”નું ગુજરાતી શબ્દાથી વિવેચન મારા શિષ્ય મુનિ વૈભવરત્નવિજયજીએ કર્યું છે. તે બદલ છાતી ગજગજ ફૂલે છે. મુનિશ્રીએ સંસ્કૃત-પ્રાકૃતનો સારો અભ્યાસ કરેલો છે. તેમના દ્વારા આવી રીતે શાસન અને શ્રી ત્રિસ્તુતિક સંઘની 'સેવા નિરંતર થયા કરે એવા અંતરના આશીર્વાદ પાઠવું છું. વર્તમાન સમયને ધ્યાનમાં રાખતાં “શબ્દોના શિખરે’ ગુજરાતી વિવેચન ઘણું જ ઉપયોગી નીવડશે. પૂજ્ય ગુરૂદેવે વહાવેલી આ જ્ઞાનગંગા આવી રીતે આગળ વધતી રહે એવું હું ઈચ્છું છું. નવા અભ્યાસુઓને આ ગ્રન્થ ઘણો જ ઉપયોગી થશે. | “અભિધાન રાજેન્દ્ર કોષ”ના બાકીના 6 ભાગનું પણ ગુજરાતી ભાષાંતર-શબ્દાર્થ વિવેચન તૈયાર થાય અને શીઘાતિશીધ્ર પ્રકાશન થાય એ જ શુભેચ્છા પાઠવું છું. આ ગ્રન્થના પ્રકાશનમાં સહયોગ કરનારા ભાગ્યશાલીઓની પણ અનુમોદના કરું છું. અંતે મુનિ વૈભવરત્નવિજયજીની શ્રુતસેવા અવિરતપણે ચાલતી રહે અને વિશ્વમાં પૂજ્ય ગુરૂદેવનું નામ અમર થાય એજ અંતિમ શુભાશિષ પાઠવું છુ. '- આચાર્ય જયન્તસેનસૂરિ (મધુકર)