________________ રહીને વર્તમાનમાં તો ઝરે જ છે કિંતુ આર્તધ્યાનને વશ થઈ વર્તમાનમાં બાંધેલા દુષ્ટ કર્મોના ફળરૂપે ભાવિ પણ દુઃખમય બનાવે છે. अट्टवसट्टोवगय - आर्तवशालॊपगत (त्रि.) (આર્તધ્યાનના પ્રભાવે દુઃખી થયેલું) મક્સર - ગાર્તિસ્વર (ત્રિ.). (દુ:ખનો અવાજ, આર્તસ્વર, આર્તનાદ) આજનો માનવી પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે ગમે તેવા દુષ્ટ કાર્યો કરતાં પણ અચકાતો નથી પરંતુ, તેના ફળસ્વરૂપ કર્મો ભોગવતી વખતે હાયવોય કરે છે આર્તનાદ કરે છે. પરંતુ આ પૂર્વે કરેલા કર્મોનું ફળ છે એમ વિચારતો નથી. ટ્ટહાસ - અટ્ટહાસ (પુ.) (ખડખડાટ હસવું, મોટેથી હસવું) હાસ્યને દુઃખ-દર્દ અને વિષાદનું ઔષધ માનવામાં આવ્યું છે. આધુનિક વિજ્ઞાન પણ શારીરિક-માનસિક સ્વાથ્ય માટે હાસ્યને ઉત્તમ ટોનિક તરીકે જણાવે છે. આજે તો હસવા માટેની ક્લબો પણ ખૂલી છે. પ્રાતઃકાળે બગીચા આદિ સ્થાને જોરજોરથી સમૂહમાં હાસ્યની કસરત કરતાં આબાલ-વૃદ્ધ જોવા મળે છે. પરંતુ યાદ રાખજો ! અધ્યાત્મમાં હાસ્ય એક દોષ મનાયો છે. સભામાં, વડીલોની ઉપસ્થિતિ, મંદિર આદિ સ્થાને ખડખડાટ હાસ્યને અશિષ્ટ વર્તન ગણવામાં આવેલું છે. માતા - મટ્ટાન (, .). (ઝરૂખો, અટારી, મહેલનો ઉપરનો ભાગ 2. ગઢ કે કિલ્લા ઉપરનું આશ્રય-સ્થાન 3. કિલ્લા કે ગઢ ઉપર શસ્ત્રાદિ સાધન રાખવાનું સ્થાન વિશેષ) ટ્ટિ - મતિ (ત્રી.). (શારીરિક કે માનસિક પીડા, દુઃખ, યાતના) જેમ શરીરનું છોલાવવું, ઘાવ લાગવો, છેદન-ભેદન થવું વગેરે શારીરિક પીડાઓ છે તેવી રીતે અતૃપ્ત ઇચ્છાઓના કારણે સતત આર્તધ્યાનમાં રહેવું, મનમાંને મનમાં હિજરાયા કરવું, સતત શોકની લાગણી અનુભવવી તે બધી માનસિક પીડાઓ છે. જ્ઞાની મહર્ષિઓ કહે છે કે, શારીરિક પીડાઓ કેટલોક સમય અથવા એક ભવ પૂરતી પીડા આપે છે જયારે માનસિક પીડા જીવને ભવોભવ બાધા પહોંચાડે છે. अट्टियचित्त - आतितचित्त (त्रि.) (આર્તધ્યાન વિશેષથી આકુળ-વ્યાકુળ ચિત્તવાળો, દુઃખી, શોકાદિથી પીડિત) અટ્ટ - મર્થ (પુ.) (પ્રયોજન, હેતુ 2. ધન 3. ભાવ, અર્થ૪. તાત્પર્ય, પરમાર્થ 5. મોક્ષ 6. મોક્ષનું કારણભૂત સંયમ 7. વસ્તુ, પદાર્થ 8. અભિલાષ, ઈચ્છા 9. ફળ, લાભ 10. શબ્દનો અભિધેય, વાચ્ય) સિકંદર જેવો સમ્રા કે જેણે અનેક યુદ્ધો કરીને વિપુલ ધન-સામગ્રી એકઠી કરી હતી. પોતાના વિજયનો વાવટો સમગ્ર વિશ્વ પર ફેલાવ્યો હતો. એવા વિશ્વવિજેતા સિકંદરને એકઠી કરેલી ધન-સંપત્તિ કે આખા વિશ્વ પર વિજય અપાવનાર અદ્ભુત સૈન્યબળ પણ મૃત્યુના મુખમાંથી બચાવી ન શક્યા. *મલ્ટન (ત્રિ.). (આઠ, સંખ્યા વિશેષ) મäા - મણક(ત્રિ.) (આઠ અંગ છે જેના તે, યમ-નિયમાદિ યોગના આઠ ભેદ, અષ્ટાંગયોગ) દરેક ધર્મમાં મન-વચન-કાયાની વિકૃતિને મોક્ષમાર્ગમાં બાધક ગણવામાં આવેલી છે. તેમજ મનાદિ ત્રણ યોગોને કાબૂમાં લઈ સમાધિ સુધી પહોંચવા માટે યોગી પુરુષોએ યોગના આઠ પ્રકાર બતાવ્યા છે. જે ક્રમશઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ પ્રકારે છે. 195