________________ अज्झारुह - अध्यारुह (पु.) (વૃક્ષ વિશેષ 2. વૃક્ષ પર ચઢીને વધનારી એક વલી કે શાખા) સૂત્રકૃતાંગસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર અને આચારાંગસૂત્રની અંદર અધ્યારુહ શબ્દ વનસ્પતિના એક ભેદ તરીકે ઉલ્લેખાયેલો છે. વૃક્ષની ઉપર ઉપર ફેલાઈને રહે તેવી વલ્લીને અધ્યારુહ કહેવાય છે. કામલતા નામક વનસ્પતિ વૃક્ષની શાખાઓ પર ઊગીને રહે છે. अज्झारोव - अध्यारोप (पुं.) (આરોપ, અત્યન્ત આરોપ 2. ભ્રમથી એક વસ્તુના ગુણ બીજી વસ્તુમાં જોડવારૂપ મિથ્યાજ્ઞાન 3. ઊઠવું 4. ઉન્નત હોવું 5. ઉપચાર). ષોડશક ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે, જેમ અંધારામાં દોરડું પડ્યું હોવા છતાં વ્યક્તિને તેમાં સાપનો ભ્રમ થાય છે તેમ અનાદિકાળથી ઘર કરી ગયેલા મિથ્યાત્વના કારણે વ્યક્તિ દુઃખમય સંસારને સુખરૂપે અને અત્યંત સુખમય શાશ્વત એવા મોક્ષસ્થાનને દુઃખમય તરીકે જુવે છે. અનુભવે છે. બેશક ! મિથ્યાત્વવાસિત બુદ્ધિ કરતાં ભોળું હૃદય લાખ દરજે સારું. સટ્ટાપોવન - અધ્યાપન () (અધ્યારોપણ, અતિશય આરોપણ 2. પ્રશ્ન કરવો 3. ધાન્ય વગેરેનું વાવવું તે) વિશેષરૂપે સઘળી તરફથી તથ્ય જાણવા માટે પ્રશ્ન પૂછવાના અર્થમાં અધ્યારોપણ શબ્દનો પ્રયોગ થાય છે એમ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલું છે. તજવીજ કરવી કે સામેવાળાના દૂષણ જાણવાની ઇચ્છાથી પ્રશ્ન કરાય તે અર્થમાં પણ આ શબ્દનો પ્રયોગ કરાય છે. अज्झारोवमंडल - अध्यारोपमण्डल (न.) (બ્રાન્તિથી મંડલકાર થયેલું 2. મિથ્યાત્વથી ચારેબાજુથી ઘેરાયેલું) ષોડશક ગ્રંથમાં આગમને દીપકની ઉપમા આપી છે. જેમ દીવાના પ્રકાશમાં અંધકારને અવકાશ નથી, તેમ આગમજ્ઞાનના અજવાળામાં મિથ્યાત્વરૂપ અંધકાર નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે. તત્ત્વદષ્ટિએ જોઇએ તો મિથ્યાત્વ એ જ અજ્ઞાન છે અને અજ્ઞાન પોતે સ્વયં અસતુ સ્વરૂપી છે. આ જગતમાં મિથ્યાત્વ જેવી કોઈ ચીજ છે જ નહીં, સિવાય અજ્ઞાનતા. अज्झारोह - अध्यारोह (पुं.) (બીજા ઝાડ પર ઊગતી કામવલ્લી નામક વનસ્પતિ 2. વૃક્ષ પર વધનારી વેલડી કે વૃક્ષવિશેષ) જેમ અમરવેલ નામનો પીળો વેલો અન્ય વૃક્ષ કે વાડ પર જ અવલંબીને રહે છે. તેના પોતાના મૂળિયા નથી હોતા તેમ જે મનુષ્ય સ્વયં પાંચ ઇંદ્રિયોથી પરિપૂર્ણ હોવા છતાં બીજાઓના માથે બોજ બનીને રહે છે તે મનુષ્ય અમરવેલની જેમ પરોપજીવી ગણાય. अज्झावय - अध्यापक (पुं.) (ઉપાધ્યાય, ભણાવનાર, શિક્ષક, ગુરુ) ઉત્તરાધ્યયનસૂત્રમાં શિષ્યને ભણાવનાર ઉપાધ્યાય કે ગુરુને વિશે કેવો ભાવ રાખવો અથવા પોતે કેવું વર્તન કરે તે ખૂબ ભારપૂર્વક વર્ણવ્યું છે. આગમસ્થ શ્રુતજ્ઞાનના રહસ્યોના જાણનાર ગુરુની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા તેમની ખૂબ વિનય પ્રતિપત્તિ કરવી જોઈએ તેમજ તેઓ દ્વારા અધ્યયન બાબતે કઠોર પ્રેરણા થઈ હોય તો પણ તેને આત્મહિતકર જાણીને પ્રસન્નતાપૂર્વક સ્વીકારીને તેમને પ્રસન્ન રાખવા જોઈએ. ગુરુને પ્રતિકુળ થઈ રહેનાર શિષ્ય ક્યારેય જ્ઞાનાર્જન કરી શકતો નથી. અન્ય દર્શનોમાં તો ગુરુને ભગવાનથીય ઊંચેરું સ્થાન અપાયેલું છે. अज्झावसत - अध्यावसत् (त्रि.) (મધ્યમાં રહેતું, વચ્ચે રહેતું). જેમ ઘરમાં વસનારને ગૃહસ્થ કહેવાય છે, વનમાં વસનારને વનવાસી કહેવાય છે. તેમ બાહ્ય ઔદયિકભાવોને ત્યજીને આત્મભાવોમાં વસનાર પુરુષને આધ્યાત્મિક કહેવાય છે. આવો આધ્યાત્મિક ચિત્તવાળો પુરુષ સ્વયં તરે છે અને તેના સંસર્ગમાં આવેલા અન્યને પણ તારે છે. અઠ્ઠાવસિત્તા - અધ્યષ્ય (વ્ય.) (મધ્યમાં રહીને, વચ્ચે રહીને) 188