________________ अजिअदेव - अजितदेव (पुं.) (તે નામના જૈન આચાર્ય) અજિતદેવસૂરિ આચાર્ય શ્રીમુનિચંદ્રસૂરિના શિષ્ય અને વિજયસિંહસૂરિના ગુરુ હતા. જૈન પરંપરાનો ઇતિહાસ પુસ્તકમાં મળતા ઉલ્લેખ અનુસાર, આ નામના સંવત 1273 ની આસપાસ એક અન્ય પણ આચાર્ય થયા હતા. જેઓ ભાનુચંદ્રસૂરિના શિષ્ય અને યોગવિધિ ગ્રંથના કર્યા હતા. अजिअप्पभ - अजितप्रभ (पुं.) (સ્વનામખ્યાત ગણિ, તે નામક એક જૈન સાધુ) અજિતપ્રભ નામના બહુશ્રુત ગણિ થયા. જેમણે સંવત્ 1282 માં ગુજરાતના વિદ્યાપુર (હાલનું નામ બીજાપુર,વીજાપુર) પ્રાંતમાં વિહાર કર્યો હતો અને જેમણે ધર્મરત્નશ્રાવકાચાર નામે શ્રાવકના આચાર વિષયક ગ્રંથની રચના કરી હતી. એમ જૈન પરંપરાના ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે. નિઝવના - નતવના (સ્ત્રી) (અજિતનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી, અજિતબલા યક્ષિણી) વર્તમાન ચોવીશીના બીજા તીર્થકર શ્રીઅજિતનાથ ભગવાનના શાસનદેવી અજિતબલા છે. ધાતુના આસન પર બિરાજેલા તેઓ ગૌર વર્ણ દેદીપ્યમાન કાંતિયુક્ત છે. ચતુર્ભુજામય તેઓએ જમણા બે હાથમાં અનુક્રમે, એક હાથથી આશીર્વાદ આપતા અને એક હાથમાં નાગપાશને ધારણ કર્યા છે અને બે ડાબા હાથમાં અનુક્રમે બીજો તથા અંકુશને ધારણ કર્યા છે તે અજિતબલા દેવી ભક્તોને ધરાધનામાં સહાય કરે છે. अजिअसीह - अजितसिंह (पु.) (તે નામના અંચલગચ્છીય આચાર્ય) જૈનપરંપરાના ઇતિહાસમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સંવત્ 1283 માં અંચલગચ્છમાં અજિતસિંહ નામના આચાર્ય થયા. જેમના પિતાનું નામ જિનદેવ અને માતા જિનદેવી હતા. તેમણે સિંહપ્રભસૂરિ પાસે ભાગવતી પ્રવ્રયા અંગીકાર કરી હતી અને તેમને દેવેન્દ્રસિંહ નામના શિષ્ય થયા હતા. નવલે - નિતસેન (ઉં.) (ગત ઉત્સÍણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં થયેલા ચોથા કુલકર 2. કૌશાંબી નગરીના રાજા અને ધારણીદેવીના પતિ 3. શ્રાવસ્તી નગરીમાં સમવસરેલા અને યશોમતી નામની ખ્યાતિપ્રાપ્ત મહત્તરાને દીક્ષા આપનાર એક આચાર્ય 4. રાજગચ્છીયતે નામના એક આચાર્ય 5, ભક્િલપુર નિવાસી નાગ અને સુલતાના પુત્ર જેઓ ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષિત થઈને શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા હતા) વિક્રમની તેરમી શતાબ્દીમાં રાજગચ્છમાં અભયદેવસૂરિના શિષ્ય અજિતસેનસૂરિ થયા. જેમણે વાદમહાર્ણવ નામના ન્યાય ગ્રંથની રચના કરી. જૈન પરંપરાના ઇતિહાસમાં મળતાં ઉલ્લેખ અનુસાર, આ સમયમાં જ (વિ.સં. 1213) અચલગચ્છની સ્થાપના થઈ. નિમા - અનિતા (સ્ત્રી) (ચોથા તીર્થકર શ્રીઅભિનંદનસ્વામીના શાસનમાં દીક્ષિત એક સાધ્વી) નલિય - મનનેન્દ્રિય (ત્રિ.) (જેણે પાંચ ઇંદ્રિય પર વિજય નથી મેળવ્યો તે, અજિતેન્દ્રિય 2. અસર્વજ્ઞપણું) ઇંદ્રિયોથી જે સુખનો અનુભવ થાય છે તે માત્ર સુખાભાસ જ છે, પણ તે ખરું સુખ નથી. આવું ઇંદ્રિયજન્ય સુખ માત્રને માત્ર કર્મનો બંધ કરનારું અને એકાંતે દુઃખ આપનારું છે. જેઓએ ઇંદ્રિયવિજય નથી કર્યો અને ઇંદ્રિયોને વશ પડ્યા છે તેવા જીવો તલવાર પર લાગેલા મધને ચાટવાની ચેષ્ટા કરી રહ્યા છે. 1s8