________________ अजसबहुल - अयशोबहुल (त्रि.) (બીજાનું ખરાબ થાય તેવું કાર્ય કરે તેમાં હાથ-પગ છેદનાદિ અપજશને પામનારો, પ્રચુર નિંદાજનક કાર્ય કરનાર) વિશ્વમાં અનેક ધર્મો પ્રવર્તે છે અને તે દરેક ધર્મની પોત-પોતાની માન્યતાઓ પણ છે. દરેક ધર્મશાસ્ત્રો એક-બીજાથી ભિન્ન વાત જણાવે છે. આવા વિવિધ માન્યતાવાળા ધર્મમતોમાં પણ એક માન્યતા સમાનરૂપે રહેલી છે અને તે છે, “અન્ય જીવોને દુ:ખ આપવા જેવું કોઈ પાપ નથી કારણ કે, બીજા જીવોને દુ:ખ પહોંચાડીને કોઈ જીવ સુખ પામી શકતો નથી. જે જીવો અન્ય જીવોના હાથપગ-નાક કે બીજા અંગોનું છેદન-ભેદન કરવાના હનકૃત્યો કરે છે તે આ ભવમાં બહુલતાએ અપયશ પ્રાપ્ત કરે છે. પરભવમાં પણ તે દુઃખની ગર્તામાં ધકેલાય છે. अजससयविसप्पमाणहियय - अयशःशतविसर्पद्धदय (त्रि.) (સંકડો અપયશ-નિંદાદિક કાર્યોમાં જેનું હૃદય સતત ગતિશીલ છે તે) તંદલવૈચારિક પ્રકીર્ણક આગમમાં માયાપ્રધાન સ્ત્રીનું વર્ણન આવે છે કે જેનું હૃદય અનેક પ્રકારે અપયશ મળે તેવા અને લોક વ્યવહારમાં ઘણી નિંદા થાય તેવા સેંકડો વિચારોથી ભરેલું હોય, મનસ્વી વિચારોથી પરિપૂર્ણ હોય, તેવી સ્ત્રી માયા-કપટના અનેક ચરિત્રો ભજવતી હોય છે. માટે જ લોકોક્તિમાં કહે છે કે, સ્ત્રીચરિત્રનો પાર બ્રહ્મા પણ ન પામી શકે. મનસ - મકત્ર (.) (નિરંતર, હંમેશાંનું, ત્રિકાળ અવસ્થાયી વસ્તુમાત્ર) સંયમના ભાવવાળો મુમુક્ષુ જયારે દીક્ષિત બને છે ત્યારે દેવ-ગુરુ ભગવંતની સાક્ષીએ પ્રતિજ્ઞા કરે છે કે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતોનું આમરણાંત સંપૂર્ણ પાલન કરીશ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ ગ્રહણ કરેલા મહાવ્રતોનું ઈમાનદારીપૂર્વક પાલન કરીશ અને ભગવંત આપ જે સ્થાને વિરાજમાન છો તે સ્થાને પ્રતિષ્ઠિત થવાનું હરહંમેશ લક્ષ્ય રાખીશ. अजहण्णुक्कोस - अजघन्योत्कृष्ट (त्रि.) (મધ્યમ, જઘન્ય કે ઉત્કૃષ્ટ નહીં તે). સામાન્યથી પુદ્ગલ, જાતિ, આયુષ્ય આદિ જગતના દરેક પદાર્થો બે ભાવવાળા હોય છે. 1. જઘન્ય-અલ્પ અથવા 2. ઉત્કૃષ્ટવિશાળ. જે પુદ્ગલાદિમાં અત્યંત અલ્પપણું કે ઉત્કૃષ્ટપણું ન હોય તે દરેક મધ્યમ એટલે કે અજઘન્યોત્કૃષ્ટ કહેવાય છે. अजहण्णुक्कोसपएसिय - अजघन्योत्कर्षप्रदेशिक (पुं.) (જેની જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ નથી તેવા પ્રદેશવાળો, મધ્યમ સ્થિતિના પ્રદેશોથી નિષ્પન્ન) જે લોકો અતિધનાઢ્ય છે અને સંસ્કારી નથી તેવા લોકો ધર્મથી વિમુખ રહે છે અને જેઓ અત્યંત ગરીબ છે તેઓ પણ પ્રાય: કરીને ધર્મની આરાધના કરી શકતા નથી. પરંતુ જેઓ મધ્યમ સંયોગોવાળા અને મધ્યમ વર્ગના છે તેઓમાં ધર્મની ભાવના અને ધર્મારાધના બન્ને વિપુલ પ્રમાણમાં દેખાય છે. મગદલ્થ - મયથાર્થ (.) (અયથાર્થ નામ, ગુણહીન નામ) જેમ દૃષ્ટિહીન મનુષ્યો હાથીના પૂંછ, પગ, કાન, સૂંઢ આદિ માત્ર એકેક અંગને પકડીને તેના વિષે અનુમાન કરે તો તેનાથી હાથીનો યથાર્થ બોધ થતો નથી. તેમ કોઈપણ વસ્તુને માત્ર એક જ દૃષ્ટિકોણથી જોવાથી તેનો સંપૂર્ણ બોધ થતો નથી. નાડુ - કથાવત (ત્રિ.) (યાચના વગર લીધેલું, અદત્તાદાન) કોઈપણ વસ્તુને માગ્યા વગર લેવું તે અદત્તાદાન કહેવાય છે. સાધુ ભગવંતો અદત્તાદાન વિરમણ વ્રતનું સંપૂર્ણ પાલન કરે છે તથા શ્રાવકો આ વ્રતનું સ્થળથી પરિપાલન કરે છે. જેના પર પોતાની માલિકી નથી તેવી કોઈપણ વસ્તુ વણમાગી ન લેવાય. મનાઇત - મકાન, મગાનાર (ત્રિ.) (કલ્પાકલ્પને નહીં જાણતો-અગીતાર્થ, ન જાણતો) 156