________________ બુથ - પ્રત્યક્ષ (ન.) (અતિવર્ષા 2. વિપુલ જળ, ઘણું પાણી). ખૂબ વરસાદ પડતો હોય, પૃથ્વી જળબંબાકાર થઈ ગઈ હોય અને ચારે બાજુ ભયનું વાતાવરણ સર્જાયું હોય ત્યારે સંત્રાસ પામેલા જીવો પોતાનો જીવ બચાવવા આમ તેમ ફાંફાં મારતા ફરતા હોય ત્યારે જો તેના હાથમાં મોટું લાકડું આવી જાય તો ખૂબ રાજી થઈ હાશકારો અનુભવે છે. જાણે સાક્ષાત્ ભગવાન મળ્યાનો અહેસાસ કરે છે. બસ! એમ જ સમજી લ્યો કે યત્ર-તત્ર-સર્વત્ર મોહરાજાનો કાળો કેર વર્તી રહ્યો છે અને એમાં આપણને તરણતારણ જહાજ સમાન પ્રભુ મહાવીરનું શાસનરૂપ શરણ મળ્યું છે. તો ચાલો, આપણે વગર વિલંબે તેનું આલંબન લઈ મોહને પછડાટ આપી દઈએ. અવ્ય - અષ્ણુત (કું.) (બારમો દેવલોક 2. અગ્યારમા અને બારમા દેવલોકનો ઇન્દ્ર) સૌધર્માદિ બારેય દેવલોકના સ્વામી અય્યતેન્દ્ર છે. જ્યારે પણ પરમાત્માના કલ્યાણકો ઉજવવાના હોય ત્યારે સૌધર્મેન્દ્ર વગેરે 63 ઇન્દ્રો ભલે પહેલા પહોંચી જાય પરંતુ, જ્યાં સુધી અચ્યતેન્દ્રની આજ્ઞા ન થાય ત્યાં સુધી કોઇપણ કલ્યાણકની ઉજવણી શરૂ થતી નથી. વર્તમાન સમયમાં સીતા સતી બારમાં દેવલોકના ઈન્દ્રની ઋદ્ધિ ભોગવી રહ્યા છે. _યા - અબુતા (સ્ત્રી.) (છઠ્ઠા પદ્મપ્રભ અને સત્તરમાં કુંથુનાથ તીર્થંકરની શાસન અધિષ્ઠાયિકા દેવી) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં આવતા વર્ણન પ્રમાણે પદ્મપ્રભુસ્વામીની શાસનદેવીનું મતાંતરે શ્યામા નામ છે અને તે શ્યામવર્ણી, નરવાહની, ચતુર્ભજ્યુક્ત છે. જ્યારે કુંથુનાથ ભગવાનની શાસનદેવીનું મતાંતરે બલા નામ છે. તે સુવર્ણકાંતિમય, મયૂરવાહના અને ચતુર્ભુજાયુક્ત છે. શાસનસ્થાપના સમયે શાસનની રક્ષા માટે આ દેવીઓની નિયુક્તિ કરવામાં આવે છે. अच्चुव्वाय - अत्युद्वात (त्रि.) (અત્યંત થાકેલ, પરિશ્રાન્ત) . એક શેઠની વિધવા પુત્રવધૂ કોઇક પુરુષ પ્રત્યે આકર્ષિત થઇ. આ વાતની શેઠને ખબર પડતાં તેમણે પુત્રવધૂને કાંઇ જ ન કહ્યું, પરંતુ કામ કામને મારે એ ન્યાયે બીજા દિવસથી ઘરના તમામ કામની જવાબદારી તેના માથે નાખી દીધી. સવારે ઉઠે ત્યાંરથી રાતે સુવે ત્યાં સુધી એટલું બધુ કામ કરવું પડતું કે થાકીને લોથપોથ થઇ જતી, આથી બીજો કશો જ વિચાર કરવાનો તેને સમય જ નહોતો મળતો. નવરાશની પળો જ ન રહેતાં તેને કામ જાગવાનો કોઈ વિકલ્પ જ ન રહ્યો. આને કહેવાય બુદ્ધિમત્તા, કુવિચારોને અટકાવવા મનને ખૂબ પરિશ્રમ આપો. અત્યંત થાકેલું મન આડાઅવળા વિચારો નહીં કરે. મળ્યુસિM - મત્યુJI (ત્રિ.) (અત્યંત ઉષ્ણ, ગરમ ઓદન-ભાત વગેરે) ગરમ પાણીનો શેક ચામડીને દઝાડનારો હોવા છતાં પણ સ્વાથ્ય માટે ગુણકારી હોવાથી આપણે તે કરીએ છીએ. તેના પ્રત્યે અરુચિ કે ઉપેક્ષા દેખાડતા નથી. તેમ વડીલો કે ગુરુજને કહેલા શબ્દો ભલે સાંભળવામાં કડવા હોય પરંતુ તે હિતકારી હોય તો ઔષધની જેમ તેનો સહર્ષ સ્વીકાર કરી લેવો જોઇએ. અચ્છે - મામ્ (થા.) (બેસવું, આસન લગાવવું). સુભાષિતમાં એક શ્લોક આવે છે, “મેર્નવ સિનિ વળિ મનોરથૈઃ' અર્થાતુ કોઇપણ કાર્યની સિદ્ધિ પ્રયત્નથી જ સિદ્ધ થાય છે નહીં કે ઠાલી વાતોથી. ફલપ્રાપ્તિ માટે પુરુષાર્થની ધૂણી ધખાવવી જ પડે છે. પરમાત્મા મહાવીરે પણ કર્મસત્તાને પરાસ્ત કરવા માટે અલખની ધૂણી ધખાવી દીધી હતી. સાડા બાર વર્ષ દરમિયાન તેઓ ક્યારેય પણ પલાંઠી મારીને બેઠા નથી. વિવિધ આસનો દ્વારા તેઓ ધ્યાન ધરતા હતાં અને અંતે કર્મોએ હથિયાર હેઠા મૂકવા જ પડ્યા. કચ્છ (વ્ય.) (દષ્ટિ સમક્ષ રહેલું, અભિમુખ, સન્મુખ 2. પ્રાપ્તિભાવને બતાવનાર અવ્યય) 142