________________ વંતામાવ - સત્યનામાવ (ઈ.) (નિત્ય અભાવ, નાશપ્રાગભાવથી ભિન્ન સંસર્ગભાવ) રત્નાકરાવતારિકા નામક ટીકા ગ્રંથમાં લખેલું છે કે, જગતમાં કેટલાક પદાર્થો એવા છે કે, જેમાં અત્યંતાભાવ સ્વાભાવિકપણે રહેલો છે. જેમા ચેતનદ્રવ્ય અર્થાત આત્મા. એ ક્યારેય પણ અચેતન-નિર્જીવ નથી બની શકવાનો. કેમ કે તેમાં અચેતનત્વનો અત્યંતાભાવ છે. તેવી જ રીતે અચેતન દ્રવ્ય પણ ક્યારેય ચેતનરૂપ નથી બની શકવાનું. કારણ કે તેનામાં ચેતનત્વનો અત્યંતાભાવ છે માટે. જ્ઞાની ભગવંતો કહે છે કે, આત્મામાં જે દિવસે કર્મોનો અત્યંતભાવ થશે તે દિવસે જીવ શાશ્વત સુખી બનશે. अच्चंतिय - आत्यन्तिक (त्रि.) (સર્વકાલભાવી, અતિશયપણે ઉત્પન્ન). જગતમાં જેટલા પણ કાર્યો થાય છે તેની પાછળ કોઇને કોઇ કારણ કામ કરતું હોય છે. આ એક સર્વકાલીન સત્ય છે કે, જેટલા પણ કાર્ય છે તે કારણ વિના સંભવતા નથી. જો કારણ નષ્ટ થાય તો કાર્ય પણ નાશ પામે છે. સંસારમાં જેટલા પણ જીવો દુઃખરૂપ કાર્ય અનુભવી રહ્યા છે તેની પાછળ એકમાત્ર કર્મો જ કારણભૂત છે. આથી જેનામાં દુ:ખ આપવાની શક્તિ છે તેવા કર્મોના નાશથી જીવના દુઃખનો પણ આત્યંતિકપણે નાશ થાય છે અર્થાત, સકલ દુઃખુશક્તિના નિર્મૂલનથી આત્યન્તિક દુઃખ વિગમ થાય છે. अच्चंतोसण्ण - अत्यन्तावसन्न (पुं.) (અત્યંત ખેદ પામેલામાં દીક્ષિત કરાવેલું, સંવિગ્નો દ્વારા માત્ર પ્રવ્રુજિત જ કરાયેલું પણ દુઃસ્થિત) મહારાજા શ્રેણિકના સુપુત્ર મેઘકુમારે ભરયુવાનીમાં સંસારના સુખોને તિલાંજલિ આપીને સર્વજ્ઞ ભગવાન મહાવીર પાસે પ્રવ્રયા ગ્રહણ કરી. દીક્ષાની પ્રથમ રાત્રિમાં સુવાનું સ્થાન દરવાજા પાસે આવ્યું. આખી રાત સાધુના ગમનાગમનથી ઉડેલી ધૂળના કારણે ઘણું કષ્ટ વેઠ્યું અને પ્રવ્રયા છોડવાનો વિચાર કરી લીધો. માનસિકખેદથી ચારિત્ર પ્રત્યે ઉદાસીન થઇ ગયા. પરંતુ મહાવીરદેવે તેને પ્રતિબોધ પમાડીને ચારિત્રમાં સ્થિર કર્યા. આથી નમુત્થણે સૂત્રમાં પ્રભુને ધર્મસારથિ પણ કહેલા છે. શ્વવલ્લર - પ્રત્યક્ષર (ત્રિ.). (અધિક અક્ષરવાળું. એકાદ અક્ષરથી અધિક) સાધુભગવંતોના પગામસઝાય નામક સૂત્રમાં ગાથા ગોખવામાં લાગતા દોષો બતાવવામાં આવેલા છે. જેમ કે વિનયરહિત, પદરહિત, પદહીન વગેરે વગેરે તેમ ગાથામાં જે અક્ષર હોય તેનાથી અધિકઅક્ષરના ઉચ્ચારણમાં પણ અત્યક્ષરનામક દોષ લાગે છે. અર્થાત ગાથામાં એક વખત “ખ” નું ઉચ્ચારણ આવતું હોય પરંતુ, તે “ખ” ને બે વખત બોલો તો તે અત્યક્ષર દોષ બને છે. અશ્વ - ગર્વન (1.). (પુષ્પાદિથી સત્કાર કરવો તે, સન્માન કરવું તે) એક સમય એવો હતો જ્યાં દરેક ઘરના બારણે લખાતું હતું કે, “અતિથિ દેવો ભવ' આ આંગણે આવેલો મહેમાન અમારા માટે દેવ સમાન છે. અમે તેનો સત્કાર કરીએ છીએ. જયારે આજે બહાર બોર્ડ મારેલું છે કે, “કૂતરાથી સાવધાન' ઘરમાં પેસતાં પહેલાં કૂતરાથી સંભાળજો. એ સમય હતો કે ગૃહસ્થ અતિથિની કાગડોળે રાહ જોતો હતો અને આજનો ફેશનેબલ ગૃહસ્થ કોઇ અતિથિ આવી ન જાય તેના માટે કૂતરો રાખવા લાગ્યો. હાય રે સ્વાર્થપરાયણતા! - સર્વના (સ્ત્રી) (પૂજવું, પૂજા કરવી તે, જળ-ચંદન-ધૂપ-દીપાદિથી અર્ચન કરવું તે) શાસ્ત્રમાં કોથળીયા શેઠની કથા આવે છે. તેને પ્રતિદિન પૂજા કરવાનો નિયમ હતો. કર્મસંજોગે તેના વ્યાપારમાં નુકશાન આવ્યું અને જે શેઠ હતો તેને પ્રામાનુગ્રામ પગપાળે ફેરી કરીને આજીવિકા ચલાવવાનો સમય આવ્યો. કિંતુ તે નિયમાનુસાર રોજ જિનપૂજા કરતો હતો. એક વખત તેની ઉત્કૃષ્ટ પૂજા જોઇને ધરણંદ્ર ખુશ થયા અને તેને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે, આ ફૂલપૂજાથી જે પુણ્યોપાર્જન થયું છે તેટલું ફળ આપ. દેવે અશક્તિ પ્રદર્શિત કરી, ત્યારે શેઠે એક ફૂલના પુણ્ય જેટલું ફળ માંગ્યું. દેવે કહ્યું શેઠ ફૂલ તો શું તેની એક પાંદડીથી ઉપાર્જિત થયેલા પુણ્યનું ફળ આપવા માટે પણ અસમર્થ છું. ત્યારે શેઠે કહ્યું જો એવી વાત છે તો પછી તારી પાસે શું માંગુ. મને જે આપશે તે આ નાથ આપશે જા ! ચાલ્યો જા, મને તારી કોઈ જરૂર નથી. કાંઈ સમજ્યા ? 136