________________ આવા અગરુના ધુપ જેવા છે. તેઓ આપત્તિઓમાં પણ સ્થિર રહીને આખા જગતને સદ્દગુણોની સુવાસથી ભરી દે છે. અાપુ - મારુપુટ (પુ.) (અગરુ સંપુટ, અગરુનો પુડો). મનાય - ગુરુનયુક્ર (2) (જે નહીં ભારે, નહીં હલક તે-આકાશ, પરમાણું વગેરે 2. પરતત્ત્વ 3. અત્યંત સૂક્ષ્મ ભાષા-મન-કર્મ-દ્રવ્યાદિ) આત્માને શાસ્ત્રોમાં અગુરુલઘુ માનેલો છે. સંસારમાં રહેલા દરેક જીવો કર્મોથી લેપાયેલા છે. આત્મા પર લાગેલા કર્મની ગુરુતાના કારણે ઉત્પન્ન દુઃખ અને દુર્ગતિઓથી જીવો પોતાના આત્માને ભારે કરે છે અને કર્મોના ક્ષયોપશમ કે ક્ષયથી ઉત્પન્ન સુખ અને સદ્ગતિઓથી પોતાના આત્માને હલકો કરે છે. જયારે મોક્ષમાં બિરાજેલા સિદ્ધોને કર્મ જ ન હોવાથી તેઓને સંપૂર્ણ અગુરુલઘુ પરિણામી કહેવાય છે. કર્મના અભાવે તેમને એકાંતે માત્ર ને માત્ર સચ્ચિદાનંદની અનુભૂતિ જ રહે છે. अगरुलहुचउक्क - अगुरुलघुचतुष्क (न.) (નામકર્મની અગુરુલઘુ આદિ ચાર પ્રકૃતિ) નામકર્મની 103 પ્રકૃતિમાં 1. અગુરુલઘુ, 2. ઉપઘાત, 3. પરાઘાત અને 4. શ્વાસોશ્વાસ નામની આ ચાર કર્મપ્રકૃતિઓનો અગુરુલઘુચતુષ્કના નામે પ્રથમ કર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. अगरुलहुणाम - अगुरुलघुनामन् (न.) (નામકર્મનો એક ભેદ, જેના ઉદયથી જીવને અગુરુલઘુ શરીર પ્રાપ્ત થાય છે) દરેક કર્મપ્રકૃતિ પોતાના નામ અનુસાર જીવને તેવા તેવા પ્રકારના ફળનો અનુભવ કરાવનારી હોય છે. નામકર્મની ૧૦૩પ્રકૃતિઓ પૈકીના અગુરુલઘુનામકર્મનું પરિણામ એવું છે કે, તેના પ્રભાવે જીવને પોતાનું શરીર અતિભારે કે અતિહલકું નથી લાગતું. પરંતુ જીવને અનુકુળ લાગે છે અને તેથી જ તે સરળતાથી પોતાના શરીરનું હલન-ચલનાદિ કરી શકે છે. अगरुलहुयपरिणाम - अगुरुलघुकपरिणाम (पुं.) (અગુરુલઘુરૂપે પર્યાય, પરિણામ પરિણામીના અભેદજન્ય અગુરુલઘુપરિણામ વિશેષ, અજીવપરિણામનો એક ભેદ) સ્થાનાંગસૂત્રમાં અગુરુલઘુપરિણામને અજીવના પરિણામભેદરૂપે ગ્રહણ કરેલા છે. જ્યારે સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પરમાણુથી આરંભીને યાવતું અનન્તાન્તપ્રદેશી સૂક્ષ્મસ્કંધોના અર્થમાં બતાવ્યો છે. તેમજ પ્રજ્ઞાપના સૂત્રના તેરમા પદમાં તેને આકાશાદિ અમૂર્તદ્રવ્યો હેતુ અગુરુલઘુપરિણામ જે કહ્યો છે તેના ઉપલક્ષણથી તેને લઘુગુરુપરિણામ પણ જાણવો અને તે ઔદારિકાદિ દ્રવ્યથી લઈ તૈજસદ્રવ્ય પર્યત સમજવો. મારુંવર - અ વર (પુ.). (કૃષ્ણાગર ચંદન, એક જાતનું સુગંધી લાકડું) અગચંદનની સુવાસ વાતાવરણમાં રહેલી અશુદ્ધિને દૂર કરી પવિત્રતા બક્ષે છે. બાહ્યવાતાવરણને શુદ્ધ કરવા સાથે આપણા ભાવોલ્લાસની વૃદ્ધિમાં પણ એ કારણ બને છે. તેથી પૂજા-પાઠ કે પૂજનાદિ ભણાવવાના અવસરે તેનો ઉપયોગ વિશેષ પ્રકારે કરવામાં આવે છે. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાના ક્રમમાં ધૂપપૂજા ચોથા ક્રમે કરાય છે. નંત - (ત્રિ.) (અસ્રાવી, નહીં ગળતું) સાનિય - માનિત (ત્રિ.) (અપતિત, અગલિત) પતિતને પાવન કરનારું શ્રીજિનશાસન જગમાં જયવંતુ વર્તે છે. આ શાસનના આલંબનથી ભવ્યજીવો પોતાના જાતિ ધર્મ આદિથી અપતિતપણે રહી ભવસાગરથી વહેલા તરી જાય છે. પ્રભુ શાસનને પામીને તો કેટલાય મહાપાતકીઓ પણ તરી ગયા છે. વ્યક્તિએ સ્વધર્મમાં સ્થિર રહેવા આદર્શપુરુષોના ચરિત્રોને હંમેશાં નજર સમક્ષ રાખવા જોઈએ. 105