SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અવંકિય - અguડત (શિ.) (સંપૂર્ણ, પરિપૂર્ણ) કૂતરો જેમ હાડકાંને ચાવવામાં પોતાની જ દાઢમાંથી વહેતા લોહીમાં એમ માનીને આસ્વાદ માણે છે કે હાડકાંમાંથી લોહી નીકળી રહ્યું છે. સંસારમાંથી સુખને પ્રાપ્ત કરવાની આપણી પ્રવૃત્તિઓને પણ જ્ઞાનીઓ કૂતરાના હાડકાં ચાવવા સમાન જણાવે છે. માની લો કે, પાણીના પરપોટા જેવું ક્ષણિક સુખ મળી પણ ગયું, તો તે પછી પણ આપણી અતૃપ્તિ તો વધતી જ ગઈ છે. માટે કોઈક એવા સુખની શોધ કરો કે, જે સંપૂર્ણ હોય અને પ્રાપ્ત થયા પછી નષ્ટ ન થવાનું હોય. अखंडियसील - अखण्डितशील (त्रि.) (અખંડ ચારિત્રી, નિર્દોષ ચારિત્ર જેનું છે તે). 'અલંકાસીનનિયામો ન પડદો તિ[મને સથને' અર્થાતુ, અખંડ ચારિત્રથી અલંકૃત થયેલા ભરત-બાહુબલી, અભયકુમાર, ચંદનબાળા, રાજીમતી આદિ મહાન આત્માઓનો યશ આજેય પણ ત્રણે ભુવનમાં વ્યાપેલો છે. પરમાત્માનું ધર્મશાસન પામીને જેમણે પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને તત્ત્વત્રયીની અખંડ આરાધના કરી સિદ્ધિના શિખરો સર કર્યા. એ મહાપુરુષો-મહાસતીઓને મારા કોટિ કોટિ વંદન હોજો. લિન - વિન (ત્રિ.). (સમસ્ત, સંપૂર્ણ, અખિલ). સમસ્ત પાપોનું મૂળ લોભ છે. સર્વ રોગોનું મૂળ રસાસ્વાદની લાલસા છે અને સર્વ શોકોનું મૂળ ઈચ્છિત પદાર્થોની અપેક્ષા છે. માટે આ ત્રણેયનો ત્યાગ કરી સર્વસુખોને પ્રાપ્ત કરો. પ્રભુએ સમસ્ત વિશ્વમાં નિરીહ મુનિને જ સુખી બતાવ્યો છે. अखिलसंपया - अखिलसंपद् (स्त्री.) (સમસ્ત સંપત્તિ, સર્વસંપત્તિ) હે સાધુ ભગવંત! ક્ષુલ્લક પૈસાની પ્રાપ્તિ માટે દિવસ-રાત એક કરી મહેનત કરતાં આપની પૂવવસ્થા અને સાંસારિક ઉત્કૃષ્ટસુખોને ભોગવનારા મહારાજાધિરાજો પણ જેના ચરણોમાં નમન કરી પોતાને ધન્ય માને છે એવી આપની આજની અવસ્થા હું જોઉ છું. કારણ કે હે મુનિ ભગવંત! સાંસારિક સમસ્ત સુખો, સંપત્તિ પણ જેની આગળ વામણા લાગે તે સર્વસંપત્તિરૂપ ચારિત્રરત્નને આપે પ્રાપ્ત કર્યું છે તેથી સામાન્ય મનુષ્યને જેની કલ્પના પણ ન આવે એવા સુખો ભોગવનારા દેવો પણ આપને નમસ્કાર કરે છે. કહે - મહેર (.) (વ્યાકુળતારહિત, ખેદરહિત) નિસ્સિહી બોલવાપૂર્વક આપણે સાંસારિક સર્વપ્રકારની ચિંતાનો દેરાસરની બહાર જ ત્યાગ કરીએ છીએ. આનું કારણ છે, કે ભગવાનની ભક્તિ તો અત્યંત ઉલ્લાસપૂર્વક કરવાની હોય અને ચિંતાયુક્ત હોઈએ ત્યારે ઉલ્લાસ પ્રગટતો નથી માટે જિનાલયમાં પ્રવેશ કરતી વખતે નિસિડી બોલી સર્વપ્રકારના ખેદરહિત બનવાનું વિધાન છે. મહેમ - મફેર (ત્રિ.) (ઉપદ્રવવાળો માર્ગ 2. ક્રોધાદિ ઉપદ્રવસહિત પુરુષ) પહેલાના સમયમાં ડાકુઓ પથિકોના જાન-માલને લુંટી લેતા હતા. તેમ ધર્મમાર્ગે વિચરણ કરતા હે જીવ! તારા પર ક્રોધાદિ કષાયો ગમે ત્યારે હુમલો કરીને સમતા, સંતોષ, સરળતા નમ્રતા આદિ સારભૂત ગુણરત્નોને લુંટી ન લે તેનું તું ખાસ ધ્યાન રાખજે. अखेमरूव - अक्षेमरूप (पुं.) (ઉપદ્રવયુક્ત દેખાવ-આકારવાળો માર્ગ 2. દ્રવ્યલિંગ વર્જિત). સાધુ ભગવંતે પહેરેલા યુનિફોર્મ-વસ્ત્રો પણ તેમનું અનેક આપત્તિ-વિપત્તિઓથી રક્ષણ કરે છે. તેઓ જો આપણી જેમ સામાન્ય કપડાંમાં હોય તો તેમને સંયમમાર્ગથી પતિત કરનારા અનેક ઉપદ્રવો અને ભ્રષ્ટ કરનારા વિવિધ નિમિત્તોનો સામનો કરવાનું બની શકે. અહા! જિનશાસને બતાવેલો વેશ પણ કેવો રક્ષક છે, કે કોઈપણ વ્યક્તિ તેમના વસ્ત્ર પરિધાનને જોઈને જ તેમને નતમસ્તકે વંદન કરે છે. યાવતુ દુષ્ટો પણ પ્રત્યક્ષ રીતે કાંઈ અહિત કરી શકતા નથી.
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy