________________ મોદ - ૩ઋોદન (ત્રિ.) (ક્રોધ રહિત, અક્રોધી) કૂરગડુ મુનિ સુધાવેદનીયકર્મના ઉદયે સંવત્સરી જેવા દિવસે પણ તપ કરી શકતા ન હતા, અને તેમના જ ગુરુભાઈઓ ચારમાસી તપના તપસ્વીઓ હતાં. છતાં પણ કુરગડુ મુનિને પ્રથમ કેવલજ્ઞાન થયું તેનું કારણ ગુરુભાઈઓ ઉત્કૃષ્ટ તપસ્વી હોવા છતાં ક્રોધી અને અહંકારી હતા. જ્યારે કુરગડ મુનિ વિનયી અને ક્ષમાવંત હતા. માત્ર ક્ષમાગુણના પ્રતાપે તેઓ કેવલજ્ઞાનને વર્યા. મદ્ભૂતં (રેશ) (પ્રવૃદ્ધ, વૃદ્ધિમાન) કોઈક સ્થાને લખેલું છે કે “ધર્મ કરતાં ધન વધે, ધન વધતાં મન વધ જાય, મન વધતાં મહિમા વધે, વધત વધત વધી જાય' એટલે જો તમે ધન, સમૃદ્ધિ અને યશ-કીર્તિની અપેક્ષા રાખો છો તેના માટે પણ ધર્મનું શરણું સ્વીકાર્યા વિના છૂટકો નથી. કેમકે ધર્મ જ બધા સુખોની જનની છે. áત - માન્ત (ત્રિ.) (ઘેરાયેલું, ગ્રસ્ત 2. પરાભવ પામેલું, પરાસ્ત, પીડિત 3. આક્રમણ 4. અચિત્તવાયુકાયનો એક ભેદ). થોડુંક દુઃખ કે આપત્તિ આવતાં લોકો ભુવા, જયોતિષિઓ કે અન્ય મિથ્યાત્વી દેવો પાસે દોડી જાય છે અને દોરા-ધાગા વગેરે કરાવા મંડી પડે છે. પરંતુ જેઓ ખુદ કર્મોથી પીડિત છે તેઓ બીજાની શું પીડા મિટાવવાના હતા? જો તમારે ખરેખર આપત્તિઓથી મુક્તિ જોઈતી હોય તો જેઓ સ્વયં કર્મથી મુક્ત છે તેવા વીતરાગી દેવના ચરણે જવું જોઇએ. अक्कंतदुक्ख - दुःखाक्रान्त (त्रि.) દુઃખથી પીડિત, દુઃખથી દબાયેલું) શારીરિક અને માનસિક દુઃખોથી હતાશ અને નિરાશ થઈ ગયેલો આજનો માનવી તે દુ:ખોના નિરાકરણરૂપ દવાઓ, યોગ, મેડીટેશન, હવાફેર વગેરે રસ્તાઓ અપનાવે છે. પરંતુ આ શારીરિક અને માનસિક દુઃખો પાછળ હેતુભૂત છે અશાતા વેદનીય કર્મ. દવા વગેરેથી તમારા દુઃખો ટેમ્પરરી શાંત થશે જ્યારે અશાતાવેદનીયના નાશથી તમારા દુઃખોનો જડમૂળથી નાશ થશે. તમારે શું કરવું છે દુઃખોનો ટેમ્પરરી નાશ કરવો છે કે લાઇફલોંગ ? નશ્ચિંદ્ર - માન (કું.) (મોટેથી રડવું તે, વિલાપ કરવો તે 2. ચોરાશી આશાતનામાંની એકતાલીસમી આશાતના 3. શબ્દ 4. આહ્વાન કરવું, બોલાવવું 5. મિત્ર 6. ભાઈ 7. દારુણ યુદ્ધ ૮.દુઃખીને રોવાનું સ્થાન 9. નૃપ ભેદવિશેષ) વૈરાગ્યશતક નામના પ્રાચીન ગ્રંથમાં કહેલું છે કે, જીવ અત્યાર સુધી એટલું બધું રડ્યો છે કે તેના આંસુઓ માટે નદીઓ, તળાવો અને સાગરો પણ ઓછા પડે. પરંતુ આટલા બધા રુદન પછી પણ તેને મોક્ષ તો પ્રાપ્ત નથી જ થયો. અરે ! રડવું હોય તો ગૌતમસ્વામીની જેમ રડો જેનાથી જીવનમાં ફરી ક્યારે રડવું જ ન પડે. મદā - બાન્દન (જ.). (જોર-જોરથી રડવું તે, મોટા અવાજે રડવું તે 2. આહ્વાન કરવું તે, બોલાવવું). અત્યાર સુધી કેટલીય વખત જિનાલયના પગથિયા ઘસી કાઢ્યા, કેટલીય માળાઓ તોડી નાખી, પ્રતિક્રમણો કરીને કેટલાય કટાસણાઓ ફાડી નાંખ્યા અને કેટલીય વખત વંદિત્તસૂત્ર બોલ્યા. પરંતુ ક્યારેય આંખમાં આંસુ સાથે પાપોનો પસ્તાવો થયો છે ખરો ? ઓલા ભરૂચના શ્રાવક હતા જેઓ વંદિત્તાસૂત્રમાં તિતિં વરિહમિ' પદ આવતા મોટે મોટેથી ડૂસકાં ભરીને રડતા અને આચરેલા પાપોની માફી માંગતા. જે દિવસે આવું વર્તન આપણું થશે તે દિવસે આપણો મોક્ષ બહુ દૂર નહીં હોય. અતિકૂવા - તુ (સૂ) વર (સ્ત્રી.) (એક જાતની ગુચ્છવનસ્પતિ). अक्कत्थल - अर्कस्थल (न.) (મથુરામાં આવેલું એક સ્થાન) * 83