________________ કુશળ કહેવાય છે. અને જે સ્કૂલમતિ પુરુષો આ ભેદને સમજી શકતા નથી તેઓ અકુશળ છે. अकुसलकम्मोदय - अकुशलकर्मोदय (पुं.) (અશુભ કર્મનો ઉદય) પૂર્વેના લોકો ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ સહજતાથી પાર કરી શકતા હતા તેનું કારણ એક જ છે કે, જ્યારે તેઓને સુખ પ્રાપ્ત થાય ત્યારે માથે હાથ મૂકતા અને દુઃખ આવે ત્યારે કપાળ પર હાથ મૂકતા. અર્થાતુ સુખ મળે તો તેનો યશ ભગવાનને આપતા ને કહેતા, આ તો ભગવાનની મહેરબાની અને દુઃખ મળે તો પોતાના અશુભ કર્મોનો ઉદય સમજતા. જયારે આજનો પુરુષ સુખ મળે પોતાની પીઠ થાબડે છે અને દુઃખ મળે તો જે-તે વ્યક્તિ કે ભગવાનને દોષ આપતો રહે છે. अकसलचित्तणिरोह - अकुशलचित्तनिरोध (पुं.) (આર્તધ્યાનાદિ અકુશળ ચિત્તનો નિરોધ) ત્રણ યોગોમાં મનને એકદમ પાવરફૂલ માનવામાં આવ્યું છે. માત્ર એક મનના કારણે જીવ મોક્ષમાં અને નિગોદમાં જઈ શકે છે. મગરની પાંપણ પર બેઠેલો ચોખાના દાણા જેટલી નાનકડી કાયવાળો તંદુલિયો મત્સ્ય એટલું જ વિચારે છે કે મોઢું ખુલ્લું રાખીને બેઠેલો આ મગર મૂર્ખ છે. કેટલીય માછલીયો તેના મોઢામાં આવીને પાછી જાય છે. આળસુનો પીર ખાતો નથી. આના ઠેકાણે હું હોઉં તો એકને પણ ન જવા દઉં. બસ, એક આ દુષ્ટ વિચારે તે મરીને સાતમી નરકમાં જાય છે. આથી ચિત્ત કલુષિત થાય તેવું વર્તન ન કરશો. अकुसलजोगणिरोह - अकुशलयोगनिरोध (पुं.) (મન-વચન-કાયારૂપ અશુભ યોગનો નિરોધ) યોગની વ્યાખ્યા કરતા મુનિ પતંજલિએ યોગદર્શનમાં લખ્યું છે કે “વત્તવૃત્તિનિરોધો યોઃ' અર્થાતુ, પોતાના મનની પ્રવૃત્તિને રોકવી તે યોગ છે. જ્યારે ઉપાધ્યાય યશોવિજયજીએ યોગની યથાર્થ વ્યાખ્યા કરતા લખ્યું છે કે, 'શુમત્તિવૃત્તિનિરોથો યોr:' અર્થાતુ માત્ર ચિત્તવૃત્તિ નહીં પરંતુ અશુભ મનની પ્રવૃત્તિને રોકવી તે યોગ છે. કેમકે મનની શુભયોગો તો ઉપાદેય છે. એટલે યોગના ઇચ્છુકે પોતાના અશુભ મન-વચન-કાયાના યોગોનો-પ્રવૃત્તિઓનો નિરોધ કરીને મનાદિના શુભયોગોમાં પ્રવૃત્ત થઈ જવું જોઇએ. अकुसलणिवित्तिरूव - अकुशलनिवृत्तिरूप (त्रि.) (પાપના આરંભથી નિવૃત્ત થવાનો સ્વભાવ છે જેનો તે, પાપ વ્યાપારની નિવૃત્તિના સ્વભાવનો) પ્રતિક્રમણનો અર્થ થાય છે પાછા આવવું. અર્થાત્ સંપૂર્ણ દિવસ દરમ્યાન મન-વચન અને કાયાથી જાણતા કે અજાણતા જે કોઈ પણ પાપ સેવાઈ ગયું હોય તેની આલોચના કરું છું અને હવે તેના પાપાચારમાં ફરી પ્રવૃત્ત નહીં થવા રૂપે હું પ્રતિક્રમણ કરું છું પરભાવથી પાછો ફરું છું. अकुसील - अकुशील (पु.) (સુશીલ, સદાચારી) પૂર્વના કાળમાં માતા-પિતા માટે મહત્ત્વ અભ્યાસનું નહીં પરંતુ, સદાચારનું હતું. સંતાન કેટલું ભણ્યો છે તે જોવા કરતાં તેનામાં સંસ્કાર કેટલા આવ્યા છે તેનું ધ્યાન વધારે રાખતા હતાં. પુત્રમાં ખરાબ સંસ્કાર ન પડે તે માટે સ્વયં સદાચારોનું પાલન કરતા હતા. હાય રે ! આજના જમાનાની દુર્દશા તો જુઓ, સદાચારોની વાત તો દૂર, ખુદ માતા-પિતાઓ જ કુસંસ્કારોના રવાડે ચઢી ગયા હોય ત્યાં સંતાનો પાસે શી આશા રાખવી? કુવામાં હોય તો હવાડામાં આવે ને ! અશુદય - વસુહક્ક (ત્રિ.) (ઇંદ્રજાલાદિ કુતૂહલરહિત). મQ (કૂ) 6 - સૂર (ત્રિ.) (ક્લિષ્ટ અધ્યવસાય વગરનો, ક્રૂરતારહિત, દયાવાન) કે જેઓ સ્વભાવથી જ ક્રૂર પરિણામી છે, જેનામાં દયાતત્ત્વનો જ અભાવ છે, જે મત્સરાદિ દુર્ગણોવાળો છે તે ક્યારેય પણ શુદ્ધધર્મને