________________ કર્યા વિના ચાલે તેમ નથી. જે ખરેખર સિદ્ધિ પ્રાપ્ત કરવાને ઇચ્છતો હોય તે આત્મા કદીય નિષ્ક્રિય રહી શકતો જ નથી. જે નિષ્ક્રિય રહ્યા છે તેઓ હજુ પણ સંસારના વમળમાં અથડાયા જ કરે છે. રિયા () વા (1) - શિયાવાવિન(પુ.) (અક્રિયાવાદી મત, જીવાદિ પદાર્થોને નહીં માનનાર, નાસ્તિક) પરમાત્માએ જીવાદિનું સ્વરૂપ અને પરલોક સંબંધી જે વાતો કરી છે તેને નહીં માનનાર એક મત. જીવ શુભાશુભ ક્રિયા કરે છે માટે પરલોકમાં સુખ-દુઃખ મેળવે છે. પરંતુ તેમનું કહેવું છે કે, પરલોક જેવી વસ્તુ જ નથી માટે શરીરને કષ્ટ પડે તેવી એક પણ ક્રિયા કરવાની જરૂર નથી. તેમના મતે તો ખાઓ પીઓ અને જલસા કરો. પરલોક કોણે દીઠો છે. એવો મૂઢ દૃષ્ટિકોણ હોય છે. શીત - જીત્ર (ત્રિ.) (ખીલા વિનાનું) જેમણે હજી ધર્મને જાણ્યો જ નથી અને જેમના મન દુરાગ્રહથી બંધાયા નથી તેમને સત્યધર્મ સમજાવવો સહેલો છે. પરંતુ જેઓ ખીલાની જેમ વિપરીત માન્યતાઓમાં બંધાયેલા છે તેઓને ધર્મ તો શું સત્ય સમજાવવું જ અઘરું છે. જે દિવસે તેમનું મન વિપરીત માન્યતારૂપ શલ્યરહિત થશે તે દિવસે સત્ય આપોઆપ સમજાઈ જશે. સત્યનું ભાન નહીં થવામાં મનનું બંધિયારપણું મોટું કારણ બને છે. મગ (તો) મય - મતોમય (ત્રિ.). (અભય, જેને કોઇનાથી ભય નથી તે 2. સંયમ) સમ્યગદર્શનથી જેણે પોતાના ચિત્તને પવિત્ર કર્યું છે, સમ્યફચારિત્રથી જીવનને સુવાસિત કર્યું છે અને અખંડ જ્ઞાનસામ્રાજ્યને ભોગવનાર છે તે શ્રમણ ભગવંતને આ સંસારમાં કોઈનાથી ભય રહેતો નથી. કેમકે તેઓ જગતમાત્રને પોતાનું મિત્ર માને છે. ‘માત્મવત્ સર્વભૂતેષુ અર્થાત્, પોતાના જેવું જ સંપૂર્ણ જગતને જુએ છે. આથી જ તો શાસ્ત્રમાં તેમને અકુતોભયની ઉપમાથી સંબોધાયા છે. મવિયા - 3 જીિન (ત્રિ.) (કુંચિકારહિત, ચાવી વગરનું) બંધ ઘરમાં ચાવી ન હોય તો તાળું ન ખૂલે અને જ્યાં સુધી તાળું ન ખૂલે ત્યાં સુધી ઘરમાં પ્રવેશ થવો અશક્ય છે. તેમ જિનશાસનરૂપી મહેલની અંદર પ્રવેશ મેળવવો હોય તો જિનશાસનના રહસ્યો સમજવા પડે. જે અત્યંત ગૂઢ અને તત્ત્વસભર છે તેને ખોલવા માટે ગુરુ એ ચાવી સમાન છે. જેની પાસે ગુરુરૂપી ચાવી નથી અને સંસારરૂપી ભૂલભુલૈયા મહેલમાં ભટકી રહ્યા છે તેઓ બિચારા ખરેખર દયાપાત્ર છે. શુંdiડુ - શુદિ (પુ.) (સંપૂર્ણ હાથ-પગાદિ). શાસ્ત્રમાં વિધાન છે કે, જે સાધુએ બાર વર્ષ સૂત્ર, બાર વર્ષ અર્થ અને બાર વર્ષ સુધી દેશાટન કરેલું હોય તેને જ આચાર્ય પદવી આપવી. તેનું કારણ એ છે કે, અકુંઠિત બુદ્ધિના સ્વામી સાધુ સૂત્ર અને અર્થને જલદી ધારણ કરે છે અને બાર વર્ષ સુધી દેશાટનથી જે સૂત્રાર્થ ભણ્યા હોય તેને વિવિધ અનુભવોથી મનમાં સ્થિર કરે છે. તેવા સાધુ આચાર્ય બન્યા પછી જિનશાસનની પતાકા આખા જગતમાં લહેરાવે છે. વાક્ય - અસુરકુર (.). (અંગવિકારરહિત, હાથ પગ કે મુખની વિરૂપ ચેષ્ટાથી રહિત) તપના છ અત્યંતર અને છ બાહ્ય એમ બાર ભેદ માનવામાં આવેલા છે. બાહ્ય તપમાં એક પ્રકાર છે અંગસંલીનતા. ચાતુર્માસ દરમ્યાન કે પછી જ્યાં જીવોની વિરાધના થવાની હોય ત્યાં હિંસાના ભયથી સાધુ કે શ્રાવક કાયચેષ્ટા રહિત બની જાય. અર્થાત્ તેઓ બને એટલું ઓછું પોતાના શરીરનું હલન-ચલન કરે કે જેનાથી જીવોની હિંસા ન થાય. આજે જ્યાં દયાના પરિણામ જ ન બચ્યા હોય ત્યાં અંગસંલીનતાનું મહત્ત્વ જ ક્યાંથી સમજાવાનું? * 19