________________ જ્ઞાનીની. अकसिणपवत्तय - अकृत्स्नप्रवर्तक (पु.) (અપરિપૂર્ણસંયમનું પ્રવર્તન કરનાર, દેશવિરત, શ્રાવક) જિનાગમોનું ગુરુમુખે શ્રદ્ધાથી શ્રવણ કરનારા શ્રાવકોના 21 ગુણો બતાવ્યા છે. તે ગુણોથી અલંકૃત શ્રાવક જિનશાસનની અદ્ભુત પ્રભાવના કરનારા બને છે. આવા શ્રાવકોથી જિનશાસન હજુ પણ સાડાઅઢાર હજાર વર્ષ પર્યન્ત અલંકૃત રહેશે. अकसिणसंजम - अकृत्स्नसंयम (पु.) (દેશવિરતિ, શ્રાવકધર્મ). ભગવાન મહાવીરના શાસનમાં અનેક શ્રાવક અને શ્રાવિકાઓ થયા પરંતુ, આનંદ, કામદેવ આદિ દશ શ્રાવકોને જ કેમ પ્રાધાન્ય અપાય છે એવો પ્રશ્ન થયો છે ખરો ? તેનું કારણ એક જ છે કે, તેઓએ પરમાત્માની આજ્ઞાને રોમે-રોમમાં ઉતારેલી હતી. પરમાત્મા પાસે લીધેલા શ્રાવક યોગ્ય બારવ્રતોનું તેઓ દૃઢપણે પાલન કરતા હતા અને સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તેમાં કોઇ ડાઘ લાગવા દીધો નહોતો. ઉપાસકદશાંગસૂત્રમાં તેમનું વર્ણન કરવામાં આવેલું છે તે જિજ્ઞાસુએ વાંચવા જેવું છે.વંદન હોજો એ સત્વશાળી શ્રાવકોને. अकसिणसंजमवंत - अकृस्नसंयमवत् (पुं.) (દેશવિરતિધર શ્રાવક, વ્રતધારી શ્રાવક) પરમાત્મા મહાવીરે બતાવેલા દેશવિરતિ ધર્મની આરાધનાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના થાય છે. દેશવિરત આત્માનું લક્ષ્ય સર્વવિરતિ જ હોય છે માટે જ આગમમાં કહેવાયું છે કે, “દી તુ યતિ ચાત્' અર્થાતુ ગૃહસ્થધર્મની આરાધનાનું ફળ સર્વવિરતિ ધર્મ છે. અને એજ શ્રાવકનું ધ્યેય બને છે. વીતરાગનું શાસન પામેલો શ્રાવક કદી પણ સંસારમાં ડૂબે નહીં એ ધ્રુવ સત્યને ગોખી રાખજો. અસિUIT - વત્તા (સ્ત્રી.) (આરોપણનો ચોથો ભેદ, જેમાં વધારે તપ સમાઈ શકે તે પ્રાયશ્ચિત્ત) માં - માથા (ત્રી.) (મિથ્યાષ્ટિ, અજ્ઞાની, દ્રવ્યલિંગી અથવા ગૃહસ્થ દ્વારા કહેવાતી કથા) ગૃહસ્થ દ્વારા કે મિથ્યાત્વી દ્વારા કહેવાતી અજ્ઞાનમૂલક ધર્મકથાને તો અકથા કહી જ છે પણ દ્રવ્યલિંગી અર્થાતુ, વેશધારી સાધુ દ્વારા કહેવાતી ઉપદેશ કથાને પણ અકથા કહી છે. દશાશ્રુતસ્કંધ નામના આગમ ગ્રંથમાં એનું સુંદર નિરૂપણ કરાયેલું છે. આના પરથી સહેજે સમજી શકાય કે, ગણધર ભગવંતો દ્વારા ગુંફિત દ્વાદશાંગીનું જ્ઞાન કેટલું સૂક્ષ્મતાભર્યું, ગંભીર અને ગહન છે. अकाइय - अकायिक (पुं.) (ઔદારિકાદિ કાયાથી ભિન્ન, અશરીરી, સિદ્ધનો જીવ) જ્યાં સુધી કાયા છે ત્યાં સુધી સંસાર પરિભ્રમણ નિયમ છે. જેવું શરીર ધારણ કરવાનું કારણ મચ્યું કે, તરત જ ભવ ભ્રમણ પણ અટક્યું જ સમજજો . જૈન શાસનનું મુઠ્ઠીમાં સમાય એવું આ હાર્દ છે. અત્યાર સુધી અનંતા અનંત આત્માઓ અશરીરી બન્યા છે. મહાવિદેહમાં અત્યારે પણ બને છે અને ભવિષ્યમાં અનંતા ભવ્યજીવો સિદ્ધ બનશે. તે ભવ્યાત્માઓને આપણે સિદ્ધ ભગવંત સ્વરૂપે મિન કરીએ અને પાપોને ગમિયે. યાદ રાખો, શરીરને પંપાળવું એ સંસારની ક્રિયા છે. સંસ્કારવું તે સિદ્ધ થવાની પ્રક્રિયા છે. અબ્રામ - અai (પુ.) (ઈચ્છાનો અભાવ, અકામ, અનિચ્છા 2. નિર્જરાદિનો અનભિલાષી 3. અભિપ્રાયરહિત 4. મોક્ષ) ભગવાન મહાવીરની સાક્ષાત વાણી જેમાં સંગૃહીત છે તે ઉત્તરાધ્યયનસૂત્રમાં, ભગવતીજીસૂત્રમાં તથા આચારાંગસૂત્રમાં સિદ્ધ થવાની પ્રક્રિયામાં ઈચ્છાનિરોધને પ્રધાનતા આપી છે. અર્થાત જ્યાં સુધી કામનાઓ છે, અભિલાષાઓ છે, આધિભૌતિક કોઈપણ ઇચ્છાઓ વિદ્યમાન છે તો સમજી લ્યો કે, જન્મ-મરણનું વિષચક્ર ચાલુ જ રહેશે. જયારે પણ ઇચ્છાઓ મરશે ત્યારે જ જન્મમરણનું ચક્ર અટકશે અને ત્યારે જ આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. સંસારની રુચિ છે ત્યાં સુધી જ તેની સંતતિ છે. માટે