________________
અરે! એમણે તે લીધું!
[[વિસ્મયથી બે હાથ છાતી ઉપર
મૂકી એકબીજા સામે જુએ છે. ] રાજા– શા સારુ અમને અટકાવ્યા?
પહેલી તાપસી–મહારાજા સાંભળઃ આ અપરાજિતા નામે વનસ્પતિ એના જન્મસમયની ક્રિયા વખતે ભગવાન મારીચત્રષિએ આપી હતી. એ અને એનાં માતાપિતા સિવાય બીજું કોઈ જમીન ઉપર પડેલી એ (વનસ્પતિ)ને લઈ શકે નહિ.
રાજા–અને લે છે? પહેલી તાપસી–તે તેને સાપ થઈ તે વનસ્પતિ ખ દે. રાજા–કદી આપ બંનેએ એ ફેરફાર નજરેનજર જોયો છે? બને તાપસી–ઘણીવાર.
રાજા–(હર્ષપૂર્વક મનમાં) શાથી જાણે મારા પૂરા થયેલા મનોરથને પણ હું આનંદ વધાવતું નથી ?
[ આમ કહી બાળકને ભેટે છે. ] બીજી તાપસી–અલી સુવત, આવઆપણે આ સમાચાર, નિયમમાં રોકાયેલી શકુન્તલાને જણાવીએ.
[એમ કહી બંને જાય છે.] બાળક–મને છોડી દે; એટલે હું માતા પાસે જાઉં. રાજા–પ્રિય પુત્ર, મારી સાથે જ તું માતાને અભિનંદશે. બાળક–મારા પિતા તે દુષ્યત છે; તમે નથી. રાજ–(સ્મિતપૂર્વક) આ પ્રમાણે વિરોધ જ (હું એને પિતા