________________
૬૪
બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-પીકેશ નિત્યત્વ, શુદ્ધતા, બુદ્ધતા, સત્ય, આનંદ વગેરે આદર્શ ભાવનાઓનું ધ્યાન કરો. આ ભાવનાઓને તમારી પોતાની સાથે સંયોજિત કરો. આ નિર્ગુણ ધ્યાન છે. ધ્યાનની કોઈ પણ એક રીત લેવી. ખાસ કરીને શરૂઆતમાં અધિકાર
મનુષ્યોને સગુણ ધ્યાન જ માફક આવે છે. ૧૦. મન જ્યારે જ્યારે પોતાના લક્ષ્યથી દૂર જાય ત્યારે ત્યારે
ખેંચીને તેના લક્ષ્યબિંદુ ઉપર લાવવું. આ પ્રમાણેનો
સંગ્રામ કેટલાક મહિનાઓ સુધી ચાલશે. ૧૧. તમે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધરો ત્યારે તેમનું ચિત્ર
તમારી સામે રાખો. એકીટશે તેના તરફ જોઈ રહો. પ્રથમ તેના પગને, પછી રેશમી પીતાંબરને, ગળાના હારને, મુખાકૃતિને, કિરીટને, કુંડળને, ભુજબંધને, કંકણને, પછી શંખચક્ર, ગદા અને પદ્યને જુઓ. ફરી પગથી શરૂઆત કરો. આ રીતનો વારંવાર ઉપયોગ કરો. આ પ્રમાણે અડધા કલાક સુધી વારંવાર કરો. જ્યારે તમને થાક જણાય ત્યારે માત્ર તેના મુખ તરફ જ તત્પરતાથી જુઓ. આ રીતે ત્રણ
મહિના સુધી અભ્યાસ કરો. ૧૨. પછી આંખો બંધ કરીને અભ્યાસ કરો. ચિત્રની માનસિક
ક૯૫ના કરો અને ચિત્રનાં વિવિધ અંગો ઉપર પ્રથમની
માફક મનને ફેરવો. ૧૩. ધ્યાન કરતી વખતે ભગવાનના દિવ્ય ગુણો જેવા કે તે
સર્વશક્તિમાન છે, તે સર્વજ્ઞ છે, તે શુદ્ધ છે, સર્વવ્યાપી
છે, પૂર્ણ છે વગેરે ગુણોનું ચિંતન કરો. ૧૪. કદાચ નબળા વિચારો મનમાં આવે તો તેને બળપૂર્વક,.