________________
પર બ્રહ્મ સ્વામી શિવાનંદ સરસ્વતી-ર્ષીકેશ
રૂપિયામાં દશ પૈસા દરેક માસમાં અગર દરેક દિવસે દાનમાં વાપરો.
સત્ય ભાષણ ૧૩. હંમેશાં સાચું બોલો. અસત્ય કદાપિ બોલો નહીં. પ્રિય બોલો. સત્ય બોલો. ઓછું બોલો.
અપરિગ્રહ ૧૪. અધિક વસ્તુઓનો સંગ્રહ ન કરો. ચારની જગાએ ત્રણ કે - બે જ વસ્ત્ર રાખો. હંમેશાં સંતોષ રાખો. સંતોષ જ સુખનું - મૂળ છે.
અહિંસા ૧૫. મનસા, વાચા, કર્મણા કોઈ પણ વખતે કોઈને પણ દુ:ખી
ન કરો. અહિંસા જ પરમ ધર્મ છે. ક્રોધને ક્ષમાથી, વિરોધને અનુરોધથી, ઘણાને દયાથી, દ્વેષને પ્રેમથી તથા
હિંસાને અહિંસાની પ્રતિપક્ષ ભાવના વડે જીતો. ૧૬. પરાધીન અને પરાવલમ્બી બનો નહીં. નોકરોના ભરોસા ઉપર રહેશે નહીં. સ્વાવલંબન સર્વશ્રેષ્ઠ ગુણ છે.
આત્મવિચાર ૧૭. દિવસે જે કાંઈ પાપ કર્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત રાત્રે સૂતાં
પહેલાં કરો. જે કાંઈ પાપ રાત્રે કર્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત પ્રાત:કાળમાં ઊઠતાં જ કરો. પશ્ચિમના વિદ્વાન બેંજામિન ફ્રેકલિનની માફક આત્મનિરીક્ષણ અને દોષસંશોધન માટે હંમેશાં આધ્યાત્મિક રોજનીશી નિયમિત લખો. આગળ ધ્યાન રાખો. પાછલી વાત ભૂલી જાઓ.