________________
બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ
પ્રોમમાં જી. કે. સુંદરશાસ્ત્રી રોજના પ્રાર્થનાવર્ગ ચલાવતા. લેખિત જપ દરરોજ કરાવતા.
શાંગહાઈની શાખાએ સ્વામીજીનાં લખાણોનો તરજુમો કરી પ્રકાશિત કરેલ.
શ્રી બી. બી. દેસાઈએ બેહરીન-પર્શિયન ગલ્ફમાં દિવ્ય જીવન સંઘની શાખા સ્થાપી.
જર્મનીમાં ડૉ. ઓસ્કાર ફૉસ પરના પત્રવ્યવહારથી અને મિ. ડીકમાનને પુસ્તકો મોકલી, આધ્યાત્મિક જાગૃતિ લાવ્યા. લોકો સીને અને ટી.વી. કૅમેરા લાવ્યા. શ્રી થીઓડોર વૉન રાડલોકે ટી.વી. પર કૅનેડામાં સ્વામીજીને તેમ જ આશ્રમને ઝળકાવ્યાં.
પરદેશથી
૪૪
ફ્રાન્સ, બેલ્જિયમ અને સ્વિટ્ઝર્લેન્ડમાં ૩જી જુલાઈ, ૧૯૫૯ના રોજ શિવાનંદજીએ દર્શન આપ્યાં.
શિવાનંદાશ્રમ આવવા આસીઆ ઈ. કલકીલીએ પોતાની ઈસરાઈલની જાગીર વેચી નાખી.
ઍમ્સ્ટરડૅમ, હૉલૅન્ડના આલ્બર્ટ બોનવીનસસ્ટર ઘણો વખત હિંદમાં શાંતિ અને સત્ય શોધવા ભમ્યા. અંતે ઑગસ્ટ ૧૯૫૫માં શિવાનંદજીને મળતાં જ બધા પ્રશ્નો આપમેળે ઊકલી ગયા.
ડૉ. મેરીઝ ચોઇસી, સાઈકી નામનાં ફ્રેન્ચ પત્રનાં એડિટર હતાં. તે માનતાં કે હિંદના સંતો ભારેખમ, નિષ્પ્રાણ વિજ્ઞાનથી અજ્ઞાત હોય છે. શિવાનંદજીને મળીને તેમનો ભ્રમ ભાંગ્યો. તેમની પ્રેમ અને સેવાની જીવંત મૂર્તિને કામ કરતી નિહાળીને મીરાં અને તુકારામની યાદ તેમને તાજી થઈ.
સ્ટીનફર્ડ યુનિવર્સિટી અમેરિકાના ડૉ. સ્પાઇગલબર્ગ એવા