SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ાનહાન - માં ‘બ્રાન્ચ ગૅઝેટ' પ્રસિદ્ધ થયું. ૨૯માં શિવાનંદજીએ તેમનું પહેલું પુસ્તક ‘યોગાભ્યાસ પુ. પહેલું' મદ્રાસમાં છપાવેલું. ૨૦ વર્ષ સુધી ચોપડીઓ બહાર છપાવવી પડતી. ૧૯૩૦માં દિવ્ય જીવન સંઘ, હૃષીકેશના ટ્રસ્ટીઓએ મધ્યસ્થ સંસ્થા દ્વારા ચોપડીઓનું છાપકામ હાથ લેવા વિચારી શિવાનંદ પ્રકાશન સમિતિની રચના કરી. પહેલાં પાંચ વર્ષમાં લગભગ ૨૦ પુસ્તકો પ્રસિદ્ધ થયાં. ૮ સપ્ટેમ્બર, ૧૯૪૭ના દિવસે સ્વામીજીનો હીરક મહોત્સવ આવ્યો. તે સમયની ઉજવણી માટે કૅલિફોર્નિયાથી એક માતા લીલીઅન સમાશ આવેલ. તેમણે રૂ. ૪૦,૦૦૦ની માતબર રકમ દાનમાં આપી. સ્વામીજીએ તો તેમની બધી હસ્તલિખિત પ્રતો અલ્લાહાબાદ, અંબાલા, બેંગલોર અને મદ્રાસ છાપવા મોકલી દીધી. થોડા સમયમાં કલકત્તાના જનરલ પ્રિન્ટિંગ વર્ક્સના શ્રી કાશીરામ ગુપ્તાએ અઢાર પુસ્તકોનું છાપકામખર્ચ ભોગવવા કબૂલ્યું. શિવાનંદજી તો ખોબા ભરીને મફત આધ્યાત્મિક પુસ્તકો વહેંચી દેવા લાગ્યા. આશ્રમ નણાભીડમાં આવી પડતું ત્યારે છાપકામખર્ચ ઘટાડવાને બદલે ક્ષેત્રમાંથી ભિક્ષા માગી લાવવાની સ્વામીજીની તૈયારી હતી. જ્ઞાનયજ્ઞ તો ચાલુ જ રહેવો જોઈએ. તે કહેતા: ‘‘જો ટપાલખર્ચનાં નાણાં ખૂટશે તો કબાટો ખુલ્લાં મૂકી દેશું. જે આવે તે જોઈએ તે લેતા જાય.'' સાધારણ રીતે ત્રણથી ચાર પુસ્તકો પર એક જ સાથે તે
SR No.005999
Book TitleShivanand Saraswati Santvani 27
Original Sutra AuthorN/A
AuthorShivanand Adhvaryu
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2006
Total Pages82
LanguageGujarati
ClassificationInterfaith
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy