________________
- દિવ્ય જીવન સંઘ
૧૯ નિયમ મુજબ આ ન થઈ શકે તેથી એપ્રિલ ૧૬, ૧૯૩૯માં લાહોરમાં દિવ્ય જીવન સંઘ સ્થાપી, તેની નોંધણી કરાવી.
૧૯૫૦માં શિવાનંદજીના શિષ્યો તેમને હિંદની યાત્રાએ લઈ ગયા. કડવા અનુભવે સ્વામીજીને શીખવેલું કે સાધના કરવા સાધુને ત્રણ સગવડ આસાનીથી પ્રાપ્ત થવી જોઈએઃ ખોરાક, દાકતરી સારવાર અને વાચનાલય. આશ્રમમાં આ ત્રણે વસ્તુઓ તેમણે રાખી.
સ્વામીજી પોતે અંતેવાસીઓના રહેઠાણ પર ટોપલો ઊંચકી જતા અને ફળ તેમ જ મીઠાઈ વહેચતા. આશ્રમવાસીઓને તેઓ પીરસતા: ‘‘રોટી ભગવાન !'' “'દાળ ભગવાન !''
એક નેપાલી પૈસાદાર ભક્ત પૂછેલું: “સ્વામીજી, અહીં તો ભજન-હૉલમાં અખંડ કીર્તન અને ભોજન-હોલમાં અખંડ કીચન છે ! સ્વામીજીએ કહેલું, “માનવશરીર છે ત્યાં સુધી ભોજન હોય તો ભજન થાય.''
શરીરની સંભાળ પર તે ખૂબ ભાર આપતા. ““જો તમે ભગવાને આપેલ આ સાધનની સંભાળ લેશો નહીં તો તમારી દુર્ગાપૂજા અધૂરી ગણાશે.” તે કહેતા.
આમ આશ્રમ ફાલવા લાગ્યો - દિવ્ય જીવન સંઘની સમસ્ત વિશ્વની શાખાઓના મુખ્ય કાર્યાલય તરીકે, શિવાનંદ આશ્રમ આધ્યાત્મિક રહેઠાણ તરીકે અને યોગવેદાન્ત અરણ્ય અકાદમી આત્મવિદ્યા શીખવતી સંસ્થા તરીકે.
આવી સંસ્થાના યોગક્ષેમ માટે પણ સ્વામીજી નિષ્કિકર રહેતા. ઈશ્વરે સારું કામ કરવા આ આશ્રમ વિકસાવ્યો છે. તેની ઈચ્છા હશે તો તેની દેખભાળ તે કરશે.