________________
સંકીર્તન સમ્રાટ
૧૫ પ્રયત્ન પર ભાર મૂકતાં કહ્યું:
‘‘ધાર્મિક વિચારનો બૌદ્ધિક સ્વીકાર; અંતર્યામીને અને સાક્ષીને છેતરવા સવારે અને રાત્રે થોડી આંખો બંધ કરવી; દૈનિક આધ્યાત્મિક ઘરેડને વળગી રહેવાનો થોડોક પ્રયત્ન; નિષ્કિકરપણે, અર્ધદગ્ધ રીતે થોડા ગુણો વિકસાવવાનો પ્રયત્ન; તમારા ગુરુની સૂચનાઓનો લાપરવાઈભર્યો અમલ પૂરતાં નહીં થાય. આવું માનસ તદ્દન છોડી દો. તમારા ગુણ તેમ જ શાસ્ત્રોના બોધનું અક્ષરશ: પાલન કરો. મનની મોકળાશ છોડો. યોગના માર્ગમાં અધકચરાપણું ન ચાલે.
• ત્યાંથી સ્વામીજી લખનૌ, અયોધ્યા, મોંઘીર, ભાગલપુર, કલકત્તા, તોતાપલ્લી હિસ્સા ગયા. જ્યાં જાય ત્યાં હરિસંકીર્તન કરે, યોગાસન અને પ્રાણાયામનું નિદર્શન કરે અને વિવિધ વિષયો પર પ્રવચન કરે.
૧૯૩૩માં લખનૌ, મેરઠ, દિલ્હી, બુલંદશહર અને અન્ય જગાઓએ ગયા. રાવલપિંડીમાં તેમનાં સંકીર્તને તો અસર કરી પણ તેમની નિષ્પાપ પવિત્રતાની ઊંડી અસર પડી. ત્યાંથી લાહોર, અમૃતસર અને અન્ય સ્થળોએ ગયા. લાહોરમાં રાત્રે : ભજન ગાતાં જ્યારે સ્વામીજી નાચવા લાગ્યા ત્યારે અનેક લોકોએ તેમના માથાને ફરતું પ્રકાશનું વર્તુળ જોયું. ત્યારથી લોકોનો ભક્તિભાવ ખૂબ વધી ગયો. ૧૯૩૬ સુધી દર વર્ષે સ્વામીજી લાહોર આવતા રહેલા.
ભગવન્નામ સંકીર્તન પ્રત્યે ખેંચવા શિવાનંદજી નવીન ઉપાયો અજમાવતા. મોંઘીર, ભાગલપુર વગેરે જગાએ શણગારેલ ટ્રકમાં ‘લોરી કીર્તન' કરતા. મથુરામાં યમુના નદીમાં “બોટ કીર્તન