________________
થાય છે. જે શક્તિને લીધે આપણી કામનાએ સિદ્ધ થાય છે અને જ આપણે પરમેશ્વર-પરમાત્મા-બ્રહ્મ કહીએ છીએ. જાણેઅજાણે પશુ એ જ પરમાત્માની શક્તિનું આલમ્બન શરણુ ~ લઈ આપણે જે સ્થિતિમાં આજે છીએ તે સ્થિતિ પ્રાપ્ત કરી છે; અને ભવિષ્યમાં જે સ્થિતિ પ્રાપ્ત કરીશું તે પણુ એ જ શક્તિનું આલમ્બન લઈ તે કરીશું. રામ-કૃષ્ણે પણ એ જ શક્તિનું આલમ્બન લઈ પૂજનીય અને એવું પદ પ્રાપ્ત કર્યું હતું; હવે પછી જે મનુષ્યજાતિના પૂજાપાત્ર થશે તે પણુ એ જ શક્તિનું આલમ્બન લઈ ને. આપણામાં અને એમનામાં કરક એટલે કે આપણે મૃતપણે -- અજાણપણે એ શક્તિના ઉપયાગ કરીએ છીએ; એમણે બુદ્ધિપૂર્વક એનું આલમ્બન લીધેલું.
-
બીજો ક્ક એ કે આપણે આપણી ક્ષુદ્ર વાસનાને તૃપ્ત કરવા પરમાત્મા શક્તિના ઉપયાગ કરીએ છીએ. મહાપુરુષની આકાંક્ષાએ, એમના આશયે મહાન અને ઉદાર હોય છે; એને જ માટે એ આત્મબળના આશ્રય લે છે.
ત્રીજો ક્ક એ કે સામાન્ય જનસમાજ મહાપુરુષોનાં વચનાને અનુસરનારા અને એમના આશ્રયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પેાતાના ઉદ્ધાર માનનારા હેાય છે. જૂનાં શાસ્ત્રો એ જ એમના આધાર હોય છે. મડાપુરુષો કેવળ શાસ્ત્રોને અનુસરનારા નથી હેાતા; એ શાસ્ત્રોના રચનારા અને ફેરવનારા પણ થાય છે. એમનાં વચને એ જ શાસ્ત્રો થાય છે અને એમનાં આચરણા એ જ અન્યને દીવાદાંડી રૂપ થાય છે. એમણે પરમ તત્ત્વ એળખી લીધું છે. એમણે પોતાનું અન્તઃકરણુ યુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, વિવેક અને શુદ્ધ ચિત્તને જે વિચાર મૂકે, જે આચરણુ યોગ્ય લાગે તે જ સચ્છાસ્ત્ર, તે જ સદ્દમ. કેાઈ પણ ખીજા શાસ્ત્રો એમને બાંધી શકતાં નથી કે એમના નિષ્ણુયમાં ફરક પાડી શકતાં નથી.