________________
પ્રકાશકનુ નિવેદન
સ્વ. કિશોરલાલભાઈનું આ પુસ્તક નવજીવને પહેલું ઈ. સ. ૧૯૨૩માં પ્રસિદ્ધ કરેલું. ત્યાર પછી તેમણે એમાં સુધારા કર્યાં હતા. અને તેની સુધારેલી બીજી આવૃત્તિ પ્રસ્થાન કાર્યાલય તરફથી અહાર પડી હતી. અને ત્યાર બાદ તેનાં બે વાર પુનઃમુદ્રણ (ઈ. સ. ૧૯૩૭ તથા ૧૯૪૬માં) થયાં હતાં. તે પછી આ રીતે બીજેથી પ્રસિદ્ધ થયેલી એમની બધી ચોપડીએ એક જ જગાએથી નવજીવનમાંથી બહાર પડે, એ સારું છે. આ ચાપડીની નકલા હવે સિલક રહી નથી. એટલે તેનું પુનર્મુદ્રણુ કરવું જોઈ એ. આ પ્રમાણે, તે હવે નવજીવન તરફથી બહાર પડે છે. શાળામાં ઈતરવાચન તથા ભણુતા પ્રૌઢાના વિશેષવાચનમાં
એ ખૂબ ઉપયોગી નીવડશે. સામાન્ય વાચકે પણ આ વાંચવા જેવા પ્રાધ છે. શ્રી કિશારલાલભાઈ ભારે ચિંતક હતા, સાધક હતા. કર્મ દૃષ્ટિએ તેમના જેવા ધર્મ પરાયણું પુરુષ રામ અને કૃષ્ણને આરાધતા એ, આથી કરીને સમજવા જેવી ભાખત ગણુાય. તેથી આ પુસ્તક ધજ્ઞાન માટે સામાન્ય વાચન તરીકે પશુ ઉપયાગી નીવડશે એવી આશા છે.
૩-૨'૫૬